Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની માઠી અસર: ગુજરાતના શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ‘વેઈટિંગ’

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની માઠી અસર: ગુજરાતના શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ‘વેઈટિંગ’

gujaratex@gmail.com March 10, 2026
1

યુદ્ધની આગમાં હોમાયો ઉદ્યોગોનો ઇંધણ: સુરત-વડોદરામાં કોમર્શિયલ ગેસ માટે હાહાકાર

મિડલ-ઈસ્ટમાં ભભૂકી રહેલા ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની ગંભીર અસરો હવે ગુજરાતના રસોડા અને વેપાર સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ચેઈન ખોરવાતા સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે સંચાલકો હવે ગેસ મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે.

સુરત: 15 દિવસનું વેઈટિંગ અને ધંધાર્થીઓની ચિંતા

Join Our WhatsApp Group

સુરતમાં અંદાજે 67 જેટલા કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ છે, પરંતુ પુરવઠો ઓછો હોવાથી પરિસ્થિતિ વિકટ બની છે. એજન્સીઓના જણાવ્યા મુજબ, નવા સિલિન્ડર માટે અત્યારે 10 થી 15 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે. અગાઉ GPCB એ વૈકલ્પિક બળતણ વાપરવાની છૂટ આપી હતી, છતાં ગેસ પર નિર્ભર ઉદ્યોગો માટે મુશ્કેલી વધી છે.

વડોદરા: માંગ કરતા પુરવઠો અડધો

વડોદરામાં પણ સ્થિતિ કંઈક આવી જ છે. શહેરમાં દરરોજ સરેરાશ 14 હજાર સિલિન્ડરની જરૂરિયાત રહે છે, પરંતુ અત્યારે માંગ વધીને 20 હજાર સુધી પહોંચી ગઈ છે. લોકો આગામી સમયમાં અછત વધવાના ડરથી અત્યારથી જ સ્ટોક કરવા માટે દોડાદોડ કરી રહ્યા છે, જેને કારણે માંગ અને પુરવઠાનું સંતુલન બગડ્યું છે.

નોંધનીય છે કે, અગાઉ GPCB દ્વારા ઉદ્યોગોને રાહત આપવા માટે માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની હંગામી છૂટ આપી હતી, પરંતુ ગેસની આ અછત જો લાંબી ચાલશે તો ખાણી-પીણીના ભાવમાં પણ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો – તેલનું યુદ્ધ, દેશની રાજદ્વારી અને ભારતની નવી ઊર્જા વ્યૂહરચના

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: 35 વર્ષના બાલેન શાહ નેપાળના નવા પીએમ? ભારત-નેપાળ સંબંધો પર શું અસર?
Next: ગુજરાતમાં ફરી બોમ્બની ધમકીઓનો સિલસિલો : અમદાવાદથી જૂનાગઢ સુધી સુરક્ષા વ્યવસ્થા એક્ટિવ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.