Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ખેડૂતો માટે મોટી રાહત! ગુજરાત સરકારે વારસાઈ અને હક્ક કમી પર સ્ટેમ્પ ડ્યુટી માત્ર ₹300માં મર્યાદિત કરી

ખેડૂતો માટે મોટી રાહત! ગુજરાત સરકારે વારસાઈ અને હક્ક કમી પર સ્ટેમ્પ ડ્યુટી માત્ર ₹300માં મર્યાદિત કરી

gujaratex@gmail.com March 27, 2026
BABA (44)

ગાંધીનગર: ગુજરાત સરકારે ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત આપી છે. હવે જમીનના આંતરિક વ્યવહારો, વારસાઈ અને હક્ક કમી જેવા કામો માટે અત્યાર સુધી લાગતી લાખો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીને બદલે માત્ર ₹300ની ટોકન ડ્યુટી જ વસૂલવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કિસાન સંઘો અને સામાજિક અગ્રણીઓએ લાંબા સમયથી આ મુદ્દે રજૂઆત કરી હતી. તેને પગલે સરકારે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ આ મોટી છૂટ જાહેર કરી છે.

હવે કયા કિસ્સાઓમાં માત્ર ₹300 ડ્યુટી લાગશે?

Join Our WhatsApp Group

સંયુક્ત ખાતેદારોમાંથી કોઈ એક અથવા વધુ વારસદારોના નામે હક્ક જતો (હક્ક કમી) કરવામાં આવે ત્યારે.
મૂળ ખાતેદારના સીધી લીટીના વારસદારો (પુત્ર, પુત્રી વગેરે)ના નામ દાખલ કરવા હોય ત્યારે.
જો સીધી લીટીના વારસદારો હયાત ન હોય તો આડી લીટીના વારસદારો (ભાઈ-બહેન કે તેમના સંતાનો)ના નામ દાખલ કરવા માટે પણ.
સમયક્રમ મુજબ થયેલી વારસાઈ નોંધ બાદ સંયુક્ત ખાતેદારો વચ્ચે જમીન વહેંચણી કરવા માટે.

આ નિર્ણયના ફાયદા

ખેડૂતોને લાખો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો બોજ નહીં પડે.
કૌટુંબિક જમીનના વ્યવહારો હવે સરળતાથી દસ્તાવેજી બનશે.
બિન-દસ્તાવેજી વ્યવહારો ઘટશે, જેનાથી ભવિષ્યમાં કોર્ટ-કચેરી અને વિવાદોમાં મોટો ઘટાડો થશે.
પરિવારમાં મિલકત વહેંચણી સરળ બનતાં કૌટુંબિક ઝઘડા ઓછા થશે.

આ નિર્ણય ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવાની સાથે જમીન મહેસૂલ પ્રક્રિયાને વધુ સરળ અને લોકાભિમુખ બનાવશે. અત્યાર સુધી સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાને કારણે ઘણા વ્યવહારો કાચા કાગળ પર અથવા બિન-દસ્તાવેજી રહેતા હતા. હવે તે સરળતાથી કાયદેસર બની શકશે.રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે ખરેખર રાહતજનક છે અને તેમના લાંબા સમયની માંગને પૂર્ણ કરે છે.

આ પણ વાંચો – ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટા ફેરફાર : 34 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવોની નિમણૂક, 20થી વધુ નાયબ મામલતદારોને બઢતી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટા ફેરફાર : 34 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવોની નિમણૂક, 20થી વધુ નાયબ મામલતદારોને બઢતી
Next: મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ: ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ઈઝરાયલ-અમેરિકાનો હુમલો

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.