Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ: ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ઈઝરાયલ-અમેરિકાનો હુમલો

મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ: ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ઈઝરાયલ-અમેરિકાનો હુમલો

gujaratex@gmail.com March 28, 2026
BABA (45)

મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ તીવ્ર અને ખતરનાક બની રહ્યો છે. શનિવાર (28 માર્ચ, 2026)ની સવારે ઈઝરાયલે ઈરાનના “રેજીમ ટાર્ગેટ્સ” પર હવાઈ હુમલા કર્યા હોવાની જાહેરાત કરી છે. તહેરાનમાં રહેતા AFP પત્રકારે આસપાસ 10 જેટલા તીવ્ર વિસ્ફોટો સાંભળ્યા અને કાળા ધુમાડાના ગોટેગોટા જોયા હોવાનું કહ્યું છે.

શુક્રવારે (27 માર્ચ) ઈરાન તરફથી છોડવામાં આવેલા મિસાઈલ હુમલામાં ઈઝરાયલમાં એક વ્યક્તિનું મોત થયું છે. તેલ અવીવમાં હુમલાને પગલે એર રેઈડ સાયરન વાગ્યા હતા. આ ઉપરાંત, ઈરાને સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં 12 અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. હુમલામાં અનેક એરિયલ રિફ્યુઅલિંગ પ્લેનને પણ નુકસાન પહોંચ્યું છે.

Join Our WhatsApp Group

 

ખૌંદાબ ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો

ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ખૌંદાબ (Khondab) ન્યુક્લિયર પ્લાન્ટ પર અમેરિકા અને ઈઝરાયલે મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં હેવી-વોટર રિએક્ટર અને યલોકેક (Yellowcake) પ્રોડક્શન પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા છે. હુમલા બાદ પ્લાન્ટની આસપાસ કાળો ધુમાડો જોવા મળ્યો હતો, પરંતુ રેડિયેશન લીકના કોઈ સંકેત મળ્યા નથી.

ઈરાનની સૈન્ય પાંખ IRGCએ વળતો પ્રહાર કરવાની જાહેરાત કરી છે. તેણે અમેરિકા અને ઈઝરાયલ સાથે જોડાયેલા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને તાત્કાલિક ઓફિસ છોડી દેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. વળતા હુમલાની ભીતિને કારણે ઔદ્યોગિક વિસ્તારોની 1 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા નાગરિકોને ઘર ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

અન્ય મહત્ત્વની ઘટનાઓ

દમાસ્કસમાં વિસ્ફોટો સાંભળવામાં આવ્યા છે. ઈઝરાયલી એર ડિફેન્સે સીરિયન આકાશમાં ઈરાની મિસાઈલોને ઈન્ટર સેપ્ટ કરી હોવાના દાવા કરવામાં આવ્યા હતા.

BREAKING: ATTACK REPORTED ON A POWER PLANT IN KHONDAB IRAN pic.twitter.com/24IVVKhRVN

— Sulaiman Ahmed (@ShaykhSulaiman) March 27, 2026


ઈરાન-સંલગ્ન હેકર્સે અમેરિકાના FBI ડિરેક્ટર કાશ પટેલના પર્સનલ ઈમેઈલને હેક કરીને તેમના અંગત ફોટા અને દસ્તાવેજો ઈન્ટરનેટ પર મૂક્યા છે.

ટ્રમ્પનું 10 દિવસનું પ્લાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 10 દિવસ માટે હુમલા રોકવાની (સીઝફાયર) વાત કરી હતી, પરંતુ આ જાહેરાત વચ્ચે જ ન્યુક્લિયર પ્લાન્ટ પર થયેલા હુમલાએ વિશ્વભરમાં આશ્ચર્ય અને તણાવ વધારી દીધો છે.

મધ્ય પૂર્વમાં હાલની સ્થિતિ અત્યંત તંગ છે. ગમે ત્યારે વધુ મોટા સ્તરનું યુદ્ધ ફાટી નીકળે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંઘર્ષની અસર વૈશ્વિક તેલના ભાવ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ પડી રહી છે.

આ પણ વાંચો – ખેડૂતો માટે મોટી રાહત! ગુજરાત સરકારે વારસાઈ અને હક્ક કમી પર સ્ટેમ્પ ડ્યુટી માત્ર ₹300માં મર્યાદિત કરી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ખેડૂતો માટે મોટી રાહત! ગુજરાત સરકારે વારસાઈ અને હક્ક કમી પર સ્ટેમ્પ ડ્યુટી માત્ર ₹300માં મર્યાદિત કરી
Next: નેપાળમાં મોટી કાર્યવાહી: પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રીની ધરપકડ

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.