Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં ગરીબોના અનાજ પર તવંગરોની તરાપ: 15.58 લાખ બોગસ રેશનકાર્ડ રદ, સરકારી બાબુઓની મિલીભગત પર સવાલો

ગુજરાતમાં ગરીબોના અનાજ પર તવંગરોની તરાપ: 15.58 લાખ બોગસ રેશનકાર્ડ રદ, સરકારી બાબુઓની મિલીભગત પર સવાલો

gujaratex@gmail.com August 3, 2026
BABA (96)
  • અન્ન પુરવઠા વિભાગની મોટી પોલ ખૂલી: ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ, 15 લાખ રદ, પણ ગુનેગારો સામે કાર્યવાહી ક્યારે?

વિકાસ અને સમૃદ્ધિના મોડેલ તરીકે ઓળખાતા ગુજરાતમાં સરકારી યોજનાઓમાં કેવી લાલિયાવાડી ચાલી રહી છે, તેનો વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંતર્ગત અપાતા મફત અનાજ પર રાજ્યના સુખી-સંપન્ન પરિવારોએ તરાપ મારી હોવાનું સામે આવ્યું છે. જે અનાજ માત્ર ગરીબો અને જરૂરિયાતમંદો માટે અનામત હતું, તે આલીશાન બંગલા અને વૈભવી કાર ધરાવતા લોકો ઓહિયાં કરી ગયા છે.

કેન્દ્રીય એજન્સીઓના ડેટા ક્રોસ-વેરિફિકેશનમાં ફૂટ્યો ભાંડો

કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રાજ્યસભામાં રજૂ કરેલી વિગતો મુજબ, ગુજરાતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 55.09 લાખ જેટલા શંકાસ્પદ રેશનકાર્ડ સામે આવ્યા હતા. કેન્દ્રીય એજન્સીઓએ જ્યારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, કૃષિ મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ અને RTO ના ડેટા સાથે આ રેશનકાર્ડનું ક્રોસ-વેરિફિકેશન કર્યું, ત્યારે હજારો ધનિકોની પોલ પકડાઈ ગઈ હતી.

Join Our WhatsApp Group

કોણ હતા આ ‘નકલી ગરીબો’?

તપાસમાં સામે આવ્યું છે કે મફત અનાજનો લાભ લેનારાઓમાં એવા લોકો સામેલ હતા જેઓ,

નિયમિત ઈનકમ ટેક્સ (આવકવેરો) ભરે છે.

આલીશાન બંગલા અને વૈભવી કારના માલિકો છે.

મોટી ખેતીલાયક જમીનો ધરાવે છે.

મોટી કંપનીઓના ડાયરેક્ટર પદે બેઠેલા છે.

તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો

કેન્દ્રના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 15.58 લાખ બોગસ રેશનકાર્ડ રદ કરી દીધા છે. પરંતુ આ આંકડો જ સરકારી તંત્રની પોલ ખોલવા માટે પૂરતો છે. સૌથી મોટો સવાલ એ છે કે,

અત્યાર સુધી આ 15 લાખ જેટલા બોગસ કાર્ડધારકોના નામે હજારો ટન અનાજ કોણ લઈ ગયું?

આટલા મોટા પાયે બોગસ રેશનકાર્ડ કોના આશીર્વાદથી બન્યા?

સ્થાનિક સ્તરે સરકારી બાબુઓ અને રેશનિંગ દુકાનદારોની મિલીભગત વગર વર્ષો સુધી આ કૌભાંડ કેવી રીતે ચાલ્યું?

માત્ર કાર્ડ રદ કરવા પૂરતા નથી, ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ

સરકારે રેશનકાર્ડની ચકાસણી કર્યા વિના બારોબાર હજારો ટન અનાજ વહેંચીને વાહવાહી તો મેળવી લીધી, પરંતુ હવે જ્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મૌન સેવીને બેઠું છે. જાગૃત નાગરિકોમાં હવે એવી માંગ ઉઠી છે કે ગરીબોના મોંમાંથી કોળિયો છીનવી લેતા આ ‘નકલી ગરીબો’ સામે માત્ર રેશનકાર્ડ રદ કરવા પૂરતી કાર્યવાહી પૂરતી નથી. સરકારના સંસાધનોની લૂંટ કરનારા આ તત્ત્વો પાસેથી અત્યાર સુધી મેળવેલા અનાજની બજાર કિંમત વસૂલવામાં આવે અને તેમની સામે છેતરપિંડીનો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.

આ પણ વાંચો – વિકાસના નામે ભ્રષ્ટાચાર : નસવાડીમાં 1.19 કરોડના ખર્ચે બનેલી કેનાલ પાણી છોડ્યા પહેલા જ ભૂકો થઈ ગઈ, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: વિકાસના નામે ભ્રષ્ટાચાર : નસવાડીમાં 1.19 કરોડના ખર્ચે બનેલી કેનાલ પાણી છોડ્યા પહેલા જ ભૂકો થઈ ગઈ, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો
Next: રક્ષક જ બન્યા ભક્ષક: અમદાવાદ એરપોર્ટ નજીક 64 લાખના સોનાની લૂંટમાં ખાખી વર્દી જ માસ્ટરમાઇન્ડ નીકળી!

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.