Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • મરઘી ઇકબાલની હત્યા : ડીઝલથી લાશ સળગાવનારા ત્રણ આરોપી પોલીસના હાથે ઝબ્બે

મરઘી ઇકબાલની હત્યા : ડીઝલથી લાશ સળગાવનારા ત્રણ આરોપી પોલીસના હાથે ઝબ્બે

gujaratex@gmail.com April 14, 2026
BABA - 2026-04-14T224843.408

અમદાવાદમાં LCB અને સરખેજ પોલીસની સંયુક્ત ટીમે વણઝર ગામ પાસે સાબરમતી નદીના અવાવરું પટમાં થયેલી એક યુવકની ઘાતકી હત્યાનો મામલો માત્ર ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સફળ સંયોજનથી મૃતકની ઓળખ કરી અને હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને શહેર છોડીને ભાગી જાય તે પહેલાં જ ઝડપી પાડ્યા છે.

રાત્રે આશરે 4 વાગ્યે સરખેજ પોલીસની પેટ્રોલિંગ ટીમ વણઝર ગામ પાસે સાબરમતી નદીના પટમાં ફરતી હતી. ત્યારે તેમને નદીના અવાવરું વિસ્તારમાં એક સળગતી લાશ મળી આવી હતી. લાશ પર પેટ્રોલ કે ડીઝલ છાંટીને તેને સળગાવવામાં આવી હતી. પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.

તપાસના પ્રારંભમાં લાશની ઓળખ કરવી મુશ્કેલ હતી, પરંતુ પોલીસની સઘન તપાસ અને નજીકના પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજના આધારે મૃતકની ઓળખ સરખેજ વિસ્તારના સિપાઈ વાસમાં રહેતા જાવેદ ઉર્ફે મરઘી ઇકબાલભાઈ સિપાઈ તરીકે થઈ.

Join Our WhatsApp Group

પોલીસે તરત જ એલ.સી.બી. અને સરખેજ પોલીસની સંયુક્ત ટીમો બનાવીને તપાસ શરૂ કરી. CCTV ફૂટેજમાં એક વ્યક્તિ કેરબામાં ડીઝલ ખરીદતો દેખાતો હતો. આ કડીના આધારે પોલીસે તે વ્યક્તિની ઓળખ કમોડના દિપક ઉર્ફે ભગી પશાભાઈ રાવળ તરીકે કરી.

આરોપીઓ ખૂબ ચાલાક હોવાથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ન હતા. તેથી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ (સોર્સ)નો ઉપયોગ કરીને અન્ય બે આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનોદભાઈ ચુનારા અને જગદીશ ઉર્ફે કપિલ ઠાકોરની પણ ઓળખ કરી લીધી.

ત્રણેય આરોપીઓ હત્યામાં વપરાયેલી રિક્ષા સાથે અમદાવાદ છોડીને ભાગવાની તૈયારીમાં હતા. પોલીસે તેમને સરખેજ ઉજાલા બ્રિજ નીચેથી દબોચી લીધા. ઝડપાયેલા આરોપી જીતેન્દ્ર ચુનારા માતર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.

ઝોન-7ના ડીસીપીએ જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન લાશ મળતાં તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી. ડીઝલ ખરીદનારની ઓળખ થતાં જ બાકીના આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સારા સંયોજનથી ઝડપી સફળતા મળી છે.

પોલીસ હાલ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને આ હત્યા પાછળના અન્ય કારણો અને સંભવિત સાગરીતોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો – સમ્રાટ ચૌધરી હશે બિહારના નવા મુખ્યમંત્રી, નીતિશના રાજીનામા પછી ભાજપની જાહેરાત

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સમ્રાટ ચૌધરી હશે બિહારના નવા મુખ્યમંત્રી, નીતિશના રાજીનામા પછી ભાજપની જાહેરાત
Next: અમરેલીના લાઠીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો : 57.89 લાખનો વિદેશી દારૂ જપ્ત, 6 આરોપી ઝડપાયા

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.