Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • “ગભરાવાની જરૂર નથી”- હર્ષ સંઘવીની અપીલ વચ્ચે પણ બીજા દિવસે અમદાવાદમાં પેટ્રોલ પંપો પર હાહાકાર

“ગભરાવાની જરૂર નથી”- હર્ષ સંઘવીની અપીલ વચ્ચે પણ બીજા દિવસે અમદાવાદમાં પેટ્રોલ પંપો પર હાહાકાર

gujaratex@gmail.com March 24, 2026
BABA (3)

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે વધતા તણાવ અને ખાડી વિસ્તારમાં અસ્થિરતાને કારણે ઇંધણની અછત પડી શકે છે તેવી સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓએ ગુજરાતમાં અફરાતફરી મચાવી દીધી છે. રાંધણ ગેસ (LPG)ની તંગી બાદ હવે પેટ્રોલ અને ડીઝલ પણ નહીં મળે તેવા અંદેશાથી લોકોમાં પેનિક બાયિંગ શરૂ થઈ ગયું છે.

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની અડધો કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ એટલી વણસી કે અનેક સ્થળોએ બોલાચાલી અને અવ્યવસ્થા રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે. ગઈકાલે (23 માર્ચ) બપોરથી અફવા ફેલાતા મોડી રાત સુધી પંપો પર ભીડ રહી હતી. આજે (24 માર્ચ) વહેલી સવારથી પણ લોકો વાહનો લઈને પેટ્રોલ ભરાવવા દોડી પડ્યા છે.

અમદાવાદમાં અખબારનગર, પ્રગતિનગર, અંકુર રોડ, ગોટા સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ અને લાંબી કતારો જોવા મળી છે. અંદાજ મુજબ, સામાન્ય દિવસે 30 લાખ લિટર પેટ્રોલ અને 60 લાખ લિટર ડીઝલના વપરાશ સામે ગઈકાલે બમણો ઉપાડ નોંધાયો છે.

Join Our WhatsApp Group

કેટલાક પેટ્રોલપંપ પર વેચાણ ચાલુ છે અને કેટલાક બંધ છે

કેટલાક પેટ્રોલ પંપ પર ભારે લાઈનો

ફોટો 1 :- શાહિબાગ અંડરપાસ પાસે
ફોટો 2 :- નારણપુરા
વીડિયો :- ડ્રાઈવિંગ રોડ#Gujarat #Ahmedabad #PetrolPump pic.twitter.com/0k7mOzbwYr

— Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) March 23, 2026

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગના અધિક અગ્ર સચિવ મોના ખંડાર અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)એ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે. તમામ ડિપો અને ટર્મિનલમાં પુરતો જથ્થો છે અને સપ્લાય અવિરત ચાલુ છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે, સંગ્રહખોરી ન કરે અને સામાન્ય રીતે જ પેટ્રોલ ભરાવે.

ડીલર્સ એસોસિએશને પણ કહ્યું છે કે અમદાવાદમાં માત્ર 3-4 પંપો પર અસ્થાયી તકલીફ હતી, જેને અફવાઓએ મોટું સ્વરૂપ આપી દીધું. જો કોઈ ડીલર સ્ટોક હોવા છતાં પંપ બંધ રાખે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો – ખાડીમાં તણાવની અફવાઓથી ગુજરાતમાં પેટ્રોલ પંપો પર ભીડ, છોટા ઉદેપુરમાં યુવકો વચ્ચે મારામારી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ખાડીમાં તણાવની અફવાઓથી ગુજરાતમાં પેટ્રોલ પંપો પર ભીડ, છોટા ઉદેપુરમાં યુવકો વચ્ચે મારામારી
Next: અમદાવાદમાં ગાઢ નિદ્રામાં સૂતા યુવકની હિચકારી હત્યા, કાયદો-વ્યવસ્થા ઉપર ઉઠ્યા પ્રશ્ન

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.