Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ખાડીમાં તણાવની અફવાઓથી ગુજરાતમાં પેટ્રોલ પંપો પર ભીડ, છોટા ઉદેપુરમાં યુવકો વચ્ચે મારામારી

ખાડીમાં તણાવની અફવાઓથી ગુજરાતમાં પેટ્રોલ પંપો પર ભીડ, છોટા ઉદેપુરમાં યુવકો વચ્ચે મારામારી

gujaratex@gmail.com March 24, 2026
content_image_79c24f81-a849-42f7-bf09-bc9ada45705d

ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે ઇંધણની અછત પડી શકે છે તેવી સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓએ આખા ગુજરાતમાં હલચલ મચાવી દીધી છે. લોકોમાં અનિશ્ચિતતાને કારણે પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી શરૂ થઈ ગઈ છે અને અનેક જિલ્લાઓમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં આ અફવાએ વધુ ગંભીર સ્વરૂપ લીધું. સોમવારે વહેલી સવારથી જ એક પેટ્રોલ પંપ પર બાઈક ચાલકોની લાંબી લાઈન લાગી ગઈ હતી. પેટ્રોલ ભરાવવા માટે લાઈનમાં ઊભા રહેવાના સામાન્ય મુદ્દે બે જૂથના યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને જોતજોતામાં મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો. યુવકો વચ્ચે જોરદાર ઝપાઝપી થતી હોય તેવા દ્રશ્યો સ્થાનિક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કર્યા, જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

વીડિયોમાં યુવકો એકબીજા સાથે બાથમ-બાથી કરતા અને વાતાવરણ તંગ બની ગયું હોય તે સ્પષ્ટ દેખાય છે. અંતે પંપના કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો. કોઈ મોટી ઈજા થઈ હોવાની જાણકારી નથી.

Join Our WhatsApp Group

છોટા ઉદેપુર સહિત અનેક જિલ્લાઓમાં પેટ્રોલ પંપો પર ‘હાઉ’ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકો અફવાઓમાં આવીને અનાવશ્યક સંગ્રહખોરી કરી રહ્યા છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસર પડી રહી છે.

સરકાર અને તંત્રની અપીલ

ગુજરાત સરકાર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો સ્ટોક છે અને કોઈ અછત નથી. લોકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે, સોશિયલ મીડિયા પર વહેતી અસત્ય માહિતીને અવગણે અને શાંતિ જાળવે. જો કોઈ ડીલર સ્ટોક હોવા છતાં પંપ બંધ રાખે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો – ટ્રમ્પ બોલ્યા; અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા પર વાતચીત થઈ, ઈરાની વિદેશ મંત્રાલયે નકાર્યું

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ટ્રમ્પ બોલ્યા; અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા પર વાતચીત થઈ, ઈરાની વિદેશ મંત્રાલયે નકાર્યું
Next: “ગભરાવાની જરૂર નથી”- હર્ષ સંઘવીની અપીલ વચ્ચે પણ બીજા દિવસે અમદાવાદમાં પેટ્રોલ પંપો પર હાહાકાર

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.