Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદમાં ગાઢ નિદ્રામાં સૂતા યુવકની હિચકારી હત્યા, કાયદો-વ્યવસ્થા ઉપર ઉઠ્યા પ્રશ્ન

અમદાવાદમાં ગાઢ નિદ્રામાં સૂતા યુવકની હિચકારી હત્યા, કાયદો-વ્યવસ્થા ઉપર ઉઠ્યા પ્રશ્ન

gujaratex@gmail.com March 24, 2026
BABA (4)

અમદાવાદના વાસણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પ્રશ્ન ઉભા કરતી એક દુ:ખદ હત્યાની ઘટના સામે આવી છે. ગુપ્તાનગર પાસે આવેલા ભરવાડવાસમાં ગત મોડી રાત્રે ઊંઘી રહેલા 25 વર્ષીય યુવક હિતેશની અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયારથી ઘા કરી હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટના મૃતકની 19 વર્ષીય બહેનની આંખ સામે જ બની હતી.

મૃતક હિતેશ મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની હતો અને છેલ્લા 20 વર્ષથી વાસણામાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો. તે સાણંદ વિસ્તારમાં એક ફર્નિચર કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાબેતા મુજબ તે પરિવાર સાથે ઘરની બહાર ખુલ્લામાં પલંગ પર સૂતો હતો.

મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે આખો પરિવાર ગાઢ નિદ્રામાં હતો ત્યારે અજાણ્યા શખસે હિતેશ પર અચાનક હુમલો કર્યો. મૃતકની 19 વર્ષીય બહેને પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, “હિતેશને મારવાનો અવાજ સાંભળી મારી ઊંઘ ઉડી ગઈ. મેં જોયું તો જેકેટ અને માથા પર ટોપી પહેરેલો પાતળો યુવક તેના પેટમાં તીક્ષ્ણ હથિયારથી વારંવાર ઘા કરી રહ્યો હતો. મેં બૂમાબૂમ કરી તો આસપાસના લોકો જાગી ગયા, પરંતુ ત્યાં સુધીમાં હત્યારો અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યો હતો.”

Join Our WhatsApp Group

લોહીલુહાણ હાલતમાં હિતેશને 108ની એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં વાસણા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત અથવા વ્યક્તિગત વેરભાવ હોઈ શકે છે. પોલીસે મૃતકના પરિવારજનો, પડોશીઓની પૂછપરછ શરૂ કરી છે અને અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ પણ ચાલી રહી છે.

આ પણ વાંચો – “ગભરાવાની જરૂર નથી”- હર્ષ સંઘવીની અપીલ વચ્ચે પણ બીજા દિવસે અમદાવાદમાં પેટ્રોલ પંપો પર હાહાકાર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: “ગભરાવાની જરૂર નથી”- હર્ષ સંઘવીની અપીલ વચ્ચે પણ બીજા દિવસે અમદાવાદમાં પેટ્રોલ પંપો પર હાહાકાર
Next: સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો: ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ SCનો દરજ્જો ગુમાવશે, ખ્રિસ્તી ધર્મ અપનાવનારને SC/ST એક્ટ હેઠળ રક્ષણ નહીં

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.