Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ‘મોદીના ડરથી બોલતા નથી?’- રાઘવ ચઢ્ઢા પર આમ આદમી પાર્ટીનો આકરો હુમલો

‘મોદીના ડરથી બોલતા નથી?’- રાઘવ ચઢ્ઢા પર આમ આદમી પાર્ટીનો આકરો હુમલો

gujaratex@gmail.com April 3, 2026
BABA (82)

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં પોતાના ડેપ્યુટી લીડરનું પદ રાઘવ ચઢ્ઢા પાસેથી લઈને અશોક કુમાર મિત્તલને સોંપી દીધું છે. આ નિર્ણય બાદ રાઘવ ચઢ્ઢાએ જાહેર વીડિયોમાં પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં આપ નેતાઓએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે.

રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં કહ્યું હતું કે તેઓ સંસદમાં સામાન્ય માણસના મુદ્દાઓ ઉઠાવે છે, પરંતુ તેમને બોલવા પર રોક લગાવવામાં આવી છે. તેમણે કહ્યું, “મારી ચૂપ્પીને હાર ન સમજશો, હું એવી નદી છું જે સમય આવે ત્યારે પૂર બની જાય છે.”

આ વીડિયો બાદ આપના અનેક નેતાઓએ એક પછી એક વીડિયો અને પોસ્ટ્સ દ્વારા રાઘવ ચઢ્ઢા પર પલટવાર કર્યો છે. તેમના પર મોદી અને ભાજપથી ડરવાનો, પાર્ટીના મુદ્દાઓ પર ચૂપ રહેવાનો અને અરવિંદ કેજરીવાલની ધરપકડ વખતે લંડનમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Group

આપ નેતાઓના આરોપો

આપ નેતા અનુરાગ ચઢ્ઢાએ કહ્યું, “રાઘવ, તમે છેલ્લા કેટલાક વર્ષોમાં ડરી ગયા છો. મોદી સામે બોલવાથી ઘબરાઓ છો. દેશના અસલી મુદ્દાઓ પર બોલવાથી ડરો છો.”

આતિશીએ કહ્યું, “રાઘવ ચઢ્ઢા, તમે ભાજપ અને મોદીથી આટલા ડરો છો તો સંસદમાં સવાલ કેમ નથી ઉઠાવતા? કેજરીવાલની ધરપકડ વખતે તમે લંડનમાં હતા.”

સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે રાઘવ ચઢ્ઢા સંસદમાં માત્ર ‘સોફ્ટ પીઆર’ કરે છે અને દેશના મોટા મુદ્દાઓને અવગણે છે.

રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે રાઘવ ચઢ્ઢા ગેસની અછત, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઘોટાળા અને પંજાબમાં પાર્ટીના અધિકારોના મુદ્દા પર ક્યારેય અવાજ ઉઠાવતા નથી.

વિરોધપક્ષોની પ્રતિક્રિયા

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ વડિંગે કહ્યું, “રાઘવ ચઢ્ઢા અને આપ અલગ છે. તેઓ પાર્ટી છોડશે અથવા તેમને બહાર કાઢવામાં આવશે.”ભાજપ સાંસદ રામવીર સિંહ વિધૂરીએ કહ્યું કે જો પાર્ટીએ કોઈ વરિષ્ઠ સાંસદના બોલવા પર પ્રતિબંધ મૂક્યો હોય તો તે લોકતંત્રની હત્યા છે.

રાઘવ ચઢ્ઢા આપના સ્થાપના કાળથી જ પાર્ટી સાથે છે. તેઓ એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી વિશ્વાસુ અને યુવા વ્યૂહરચનાકાર માનવામાં આવતા હતા. 26 વર્ષની ઉંમરે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા હતા અને પછી રાજ્યસભા સુધી પહોંચ્યા હતા.નવા ડેપ્યુટી લીડર અશોક મિત્તલે આ ફેરફારને સામાન્ય અને લોકતાંત્રિક પ્રક્રિયા ગણાવ્યો છે.

આ પણ વાંચો – રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા બાદ રાઘવ રાઘવ ચઢ્ઢાએ કહ્યું – ‘મને ખામોશ કરાઈ દેવામાં આવ્યો છે, હું હાર્યો નથી’

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા બાદ રાઘવ રાઘવ ચઢ્ઢાએ કહ્યું – ‘મને ખામોશ કરાઈ દેવામાં આવ્યો છે, હું હાર્યો નથી’
Next: ઈરાને સઉદી, UAE અને જોર્ડનના 8 મહત્ત્વના પુલોની ‘હિટ લિસ્ટ’ જાહેર, કહ્યું- “હવે કોઈ બચશે નહીં”

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.