Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • પોલીસની કામગીરીને પ્રોત્સાહન : હવે વહીવટી સ્ટાફ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને પણ મળશે ‘DGP કમેન્ડેશન ડિસ્ક’

પોલીસની કામગીરીને પ્રોત્સાહન : હવે વહીવટી સ્ટાફ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને પણ મળશે ‘DGP કમેન્ડેશન ડિસ્ક’

gujaratex@gmail.com July 30, 2026
BABA (93)
  • પોલીસ વિભાગમાં મોટો નિર્ણય: DGP કમેન્ડેશન ડિસ્ક 110 થી વધીને 148, નવા હાઇટેક યુનિટ્સના જવાનોને પણ મળશે સન્માન

ગાંધીનગર: ગુજરાત પોલીસ દળમાં રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને તેમની સરાહનીય કામગીરી બદલ અપાતા ‘ડીજીપી કમેન્ડેશન ડિસ્ક’ (DGP Commendation Disc) ની સંખ્યામાં રાજ્ય પોલીસ વડા દ્વારા મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સન્માન અંતર્ગત કુલ 110 ડિસ્ક એનાયત કરવામાં આવતી હતી, જે હવે વધારીને 148 કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગ સાથેની સઘન ચર્ચા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

માત્ર ગુના નિવારણ જ નહીં, અન્ય યુનિટ્સને પણ મળશે સન્માન
અત્યાર સુધી પોલીસની કામગીરીને મુખ્યત્વે ગુના નિવારણ સાથે જ જોવામાં આવતી હતી. પરંતુ ટ્રાફિક વ્યવસ્થાપન, તહેવારોનો બંદોબસ્ત અને અન્ય મહત્વપૂર્ણ સુરક્ષા જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સન્માનના માળખાને વધુ વ્યાપક બનાવાયું છે.

હવેથી નીચે મુજબના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીની પણ ખાસ નોંધ લેવાશે.

Join Our WhatsApp Group

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS)

માઉન્ટેડ (અશ્વદળ) અને ડોગ યુનિટ

આર્મર અને બેન્ડ સ્ટાફના જવાનો

વહીવટી ફરજો બજાવતા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને સિવિલિયન કર્મચારીઓ (જેમને ખાસ ‘કમેન્ડેશન રોલ’ એનાયત કરાશે).

પોલીસ ફોર્સમાં આધુનિકીકરણ અને જંગી ભરતી

નોંધનીય છે કે, ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે વર્ષ 2020 માં ડીજીપી કમેન્ડેશન ડિસ્કની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2019 થી 2026 ના સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસ દળને વધુ મજબૂત બનાવવા માટે 30,000 થી વધુ સ્ટાફની જંગી ભરતી કરવામાં આવી છે.

આ ઉપરાંત, બદલાતા સમયની ગુનાખોરી સામે લડવા નવી રેન્જ અને નવા જિલ્લાઓની રચના સાથે ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ અને ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ (ANTF) જેવા અત્યાધુનિક અને હાઇટેક યુનિટ્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – ‘આરંભ ઈન્ડિયા’ના નામે છેતરપિંડી: ટીવી પ્રોડક્શનમાં રોકાણના બહાને શિક્ષક સહિત 113 લોકો સાથે 3.42 કરોડની ઠગાઈ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ‘આરંભ ઈન્ડિયા’ના નામે છેતરપિંડી: ટીવી પ્રોડક્શનમાં રોકાણના બહાને શિક્ષક સહિત 113 લોકો સાથે 3.42 કરોડની ઠગાઈ
Next: ગુજરાતમાં ગોલ્ડ લોનનો નવો રેકોર્ડ : આર્થિક ભીંસમાં નાગરિકોએ ગિરવે મૂક્યું રૂ. ૨૩,૩૮૧ કરોડનું સોનું!

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.