Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદના દરિયાપુરમાં SMCનો મેગા સપાટો: મનપસંદ જીમખાનામાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર રેડ, 150થી વધુ જુગારીઓ ઝડપાયા

અમદાવાદના દરિયાપુરમાં SMCનો મેગા સપાટો: મનપસંદ જીમખાનામાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર રેડ, 150થી વધુ જુગારીઓ ઝડપાયા

gujaratex@gmail.com August 3, 2026
BABA (94)

અમદાવાદ: શહેરના સંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં આવેલા જાણીતા ‘મનપસંદ જીમખાના’ ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક મોટી અને આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. જીમખાનાની આડમાં ધમધમતા એક હાઈપ્રોફાઈલ અને વિશાળ જુગારધામનો પર્દાફાશ કરતા SMCની ટીમે ગેરકાયદેસર રીતે જુગાર રમી રહેલા 150 કરતાં પણ વધુ લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ અચાનક થયેલા મેગા ઓપરેશનથી સ્થાનિક પોલીસ બેડામાં અને બુટલેગરો-જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

લાખોનો મુદ્દામાલ જપ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર, ક્લબમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી ગાંધીનગર SMCના ઉચ્ચ અધિકારીઓને મળી હતી. જેના આધારે અલગ-અલગ ટીમો બનાવીને ક્લબ પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના આક્રમક પ્રવેશથી જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ રેડની કાર્યવાહીમાં પોલીસની ટીમે સ્થળ પરથી મોટી માત્રામાં રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો અને જુગારના સાધનો સહિત લાખો રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Join Our WhatsApp Group

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

નોંધનીય છે કે, શહેરમાં એક જ સ્થળેથી આટલી મોટી સંખ્યામાં જુગારીઓ પકડાવાની આ તાજેતરની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. જોકે, આટલા મોટા પાયે હાઈપ્રોફાઈલ જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ તેનાથી અજાણ હતી, જેના કારણે સીધી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ રેડ કરવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ મોટા પ્રશ્નાર્થ ઊભા થયા છે.

આ પણ વાંચો – પોલીસની કામગીરીને પ્રોત્સાહન : હવે વહીવટી સ્ટાફ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને પણ મળશે ‘DGP કમેન્ડેશન ડિસ્ક’

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: પોલીસની કામગીરીને પ્રોત્સાહન : હવે વહીવટી સ્ટાફ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને પણ મળશે ‘DGP કમેન્ડેશન ડિસ્ક’
Next: વિકાસના નામે ભ્રષ્ટાચાર : નસવાડીમાં 1.19 કરોડના ખર્ચે બનેલી કેનાલ પાણી છોડ્યા પહેલા જ ભૂકો થઈ ગઈ, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો

Related News

BABA - 2026-08-22T175617.380

જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T160705.142

પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T155018.968

ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?

gujaratex@gmail.com August 22, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો
  • પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી
  • ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?
  • મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.