Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત ચીકુ ઉત્પાદનમાં અગ્રેસર, દક્ષિણ ગુજરાતનો અડધો ફાળો

ગુજરાત ચીકુ ઉત્પાદનમાં અગ્રેસર, દક્ષિણ ગુજરાતનો અડધો ફાળો

gujaratex@gmail.com April 28, 2026
BABA (14)
  • 2.40 લાખ મેટ્રિક ટન કુલ ઉત્પાદન, દક્ષિણ ગુજરાતથી 230 કરોડનું મૂલ્ય
  • VGRCમાં બાગાયતી ક્ષેત્રે રોકાણ અને નિકાસ તકો પર ભાર

ગાંધીનગર, 28 એપ્રિલ 2026 : ગુજરાત ચીકુ (સપોટા) ઉત્પાદનમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન મજબૂત કરી રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતનો મહત્વપૂર્ણ ફાળો છે. રાજ્યના કુલ ચીકુ ઉત્પાદનમાં લગભગ 50 ટકા યોગદાન આપતો દક્ષિણ ગુજરાત વિસ્તાર બાગાયતી વિકાસમાં મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે.

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અંદાજે 1.15 લાખ મેટ્રિક ટનથી વધુ ચીકુનું ઉત્પાદન નોંધાયું હતું, જેનું બજાર મૂલ્ય 230 કરોડ રૂપિયાથી વધુ ગણાય છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ઉત્પાદિત દરેક બીજો ચીકુ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે.

રાજ્ય સરકારના બાગાયત વિભાગના આંકડા મુજબ, ગુજરાત દેશનું બીજા ક્રમનું સૌથી મોટું ચીકુ ઉત્પાદક રાજ્ય છે. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં 25,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ચીકુની ખેતી થઈ અને કુલ ઉત્પાદન 2.40 લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું.

Join Our WhatsApp Group

ખેડૂતોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ સહાય યોજનાઓ અમલમાં મૂકી છે. સપોટા પાક માટે વાવેતર સામગ્રી પર 90 ટકા સુધી સહાય આપવામાં આવે છે, જ્યારે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 22,000 સુધીની આર્થિક મદદ આપવામાં આવી રહી છે.

આ દરમિયાન 1 અને 2 મે દરમિયાન સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતની બાગાયતી સિદ્ધિઓને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો મંચ પૂરું પાડશે. પરિષદમાં રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અને નીતિનિર્માતાઓ વચ્ચે સંવાદ દ્વારા કૃષિ મૂલ્ય શૃંખલા મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવશે.

વિશેષજ્ઞોના મતે, ચીકુના પ્રોસેસિંગ, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને નિકાસ ક્ષેત્રે મોટા પ્રમાણમાં મૂલ્યવર્ધનની સંભાવનાઓ છે. તાજા અને પ્રોસેસ્ડ ફળોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોલ્ડ ચેઇન, ફૂડ પ્રોસેસિંગ અને કૃષિ લોજિસ્ટિક્સ ક્ષેત્રે રોકાણ માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે.

દક્ષિણ ગુજરાતમાં ચીકુ ખેતીની સફળતા રાજ્યના કૃષિ વૈવિધ્યકરણ અને ખેડૂત સશક્તિકરણના પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે. નિષ્ણાતો માને છે કે યોગ્ય નીતિ આધાર અને બજાર જોડાણ સાથે ગુજરાત બાગાયતી ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન મેળવી શકે છે.

આ પણ વાંચો – દિલ્હી : ભાજપા સરકાર બન્યાના એક વર્ષ પછી પણ મહિલાઓને ન મળ્યા મોદીની ગેરંટીના ૨,૫૦૦ રૂપિયા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: દિલ્હી : ભાજપા સરકાર બન્યાના એક વર્ષ પછી પણ મહિલાઓને ન મળ્યા મોદીની ગેરંટીના ૨,૫૦૦ રૂપિયા
Next: અનિલ અંબાણી પર ઈડીની કાર્યવાહી: સાણંદમાં MICA કોલેજ અને જમીન સહિતની મિલકતો જપ્ત

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.