Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • બેંગકોકમાં નોકરીની લાલચ! ગુજરાતી યુવાનોને મ્યાનમાર-કમ્બોડિયામાં સાયબર સ્લેવરીમાં ધકેલતી ચાઈનીઝ ગેંગનો પર્દાફાશ

બેંગકોકમાં નોકરીની લાલચ! ગુજરાતી યુવાનોને મ્યાનમાર-કમ્બોડિયામાં સાયબર સ્લેવરીમાં ધકેલતી ચાઈનીઝ ગેંગનો પર્દાફાશ

gujaratex@gmail.com March 3, 2026
10

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નોકરીની લાલચ આપીને યુવાનોને વિદેશમાં ફસાવીને સાયબર ઠગાઈ કરાવતી આંતરરાષ્ટ્રીય ગેંગ વિરુદ્ધ ગુજરાત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, બેંગકોકમાં ઉચ્ચ પગારવાળી નોકરીનું લાલચ આપીને ગુજરાતી યુવાનોને મ્યાનમાર, કમ્બોડિયા અને લાઓસ જેવા દેશોમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેમને ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ફસાવીને ભારત સહિત વિશ્વભરમાં સાયબર ફ્રોડ કરાવવામાં આવે છે. આ ગેંગ દ્વારા મોટી સંખ્યામાં ગુજરાતીઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે આ મામલે વિશેષ તપાસ ટીમ રચી છે અને કેન્દ્ર સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે તપાસ આગળ વધારી રહી છે. જે લોકો વિદેશમાં નોકરીના નામે ગયા હતા અને પરત ફર્યા છે, તેમની વિગતોના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Group

તપાસ દરમિયાન સુરતના કૌશિક પેથાણી (રહે. સાઇમિલન રેસીડેન્સી, મોટા વરાછા), ધ્રુવ ડોબરિયા (રહે. એચઆરપી બંગ્લોઝ, કામરેજ), ચેતન સોની અને મનીષ ભાનુસાલી જેવા નામો સામે આવ્યા છે.

ધ્રુવ ડોબરિયાની પૂછપરછમાં ખુલાસો થયો કે, તેના બનેવી મારફતે કૌશિક પેથાણી સાથે સંપર્ક થયો હતો. નોકરીની તલાશમાં ધ્રુવ બેંગકોક ગયો, જ્યાં કૌશિકે તેને મ્યાનમાર લઈ જઈને ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે મુલાકાત કરાવી. ત્યાં તાલીમ આપીને ફેસબુક પર છોકરીના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, લોકોને લલચાવીને વોટ્સએપ પર વાત કરી નાણાં પડાવવાનું કામ સોંપાયું.

આ કામમાં હાથ પરીક્ષણ થયા બાદ ધ્રુવને લાઓસ અને કમ્બોડિયાના કોલ સેન્ટરમાં મોકલવામાં આવ્યો, જ્યાં તેને ટીમ લીડર બનાવીને 20 લોકોની ટીમ આપવામાં આવી અને ભારતમાંથી નાણાં પડાવવાની કામગીરી સોંપાઈ. તેને આ કામના બદલામાં 6 ટકા કમિશન અને પગાર મળતો હતો. તેણે ગુજરાતમાંથી બીજા બે લોકોને પણ નોકરીના નામે બોલાવ્યા, પરંતુ તેમને અંગ્રેજી ન આવડતા કામ સોંપી શકાયું નહીં.

પાછળથી લાઓસમાં નાણાંકીય વિવાદ થતા ધ્રુવ પોતાનો પાસપોર્ટ લઈને ગુજરાત પરત આવી ગયો. હાલ કૌશિક પેથાણી મ્યાનમારમાં હોવાની માહિતી મળી છે, જે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પ્રકારના કેસોમાં વધુને વધુ ગુજરાતી યુવાનો ફસાઈ રહ્યા છે, જેથી બેંગકોક કે અન્ય વિદેશી નોકરીના ઓફર આવે તો અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. પોલીસે આ ગેંગના મુખ્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો- પહેલગામ કેસમાં નવો ખુલાસો : રેકી વાળો કેમેરો ચીનમાં થયો એક્ટિવ, NIA ભરશે આંતરરાષ્ટ્રીય કાનૂની પગલું

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: નીતિન નવીન-રાહુલ સિન્હા રાજ્યસભામાં જશે, બીજેપીએ જાહેર કર્યા 9 ઉમેદવારોના નામ
Next: ઈરાનમાં સ્કૂલ હુમલામાં માર્યા ગયેલી 160 વિદ્યાર્થીનીઓના જનાઝામાં સેંકડો લોકો ઉમટ્યા

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.