Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં DEO ની લાલ આંખ: 4 કર્મચારીઓની હકાલપટ્ટી, 10 હજારનો દંડ!

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં DEO ની લાલ આંખ: 4 કર્મચારીઓની હકાલપટ્ટી, 10 હજારનો દંડ!

gujaratex@gmail.com August 13, 2026
BABA - 2026-08-13T130442.299

અમદાવાદ: શિલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવાની ગંભીર ઘટના અને મલાલા યુસુફઝઈના પુસ્તક મુદ્દે વાલીઓ તથા હિન્દુ સંગઠનોના ભારે વિરોધ બાદ શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત ચૌધરી દ્વારા ફટકારવામાં આવેલી બે નોટિસ બાદ શાળા સંચાલકોએ ઝૂકવું પડ્યું છે અને ‘એક્શન ટેકન રિપોર્ટ’ રજૂ કરી કડક પગલાં લીધા છે.

શિક્ષણ વિભાગે બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા RTE રૂલ્સ-2012 હેઠળ શાળાને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ જવાબદાર કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે.

શાળા સંચાલકો દ્વારા લેવાયેલા તાત્કાલિક પગલાં

Join Our WhatsApp Group

કર્મચારીઓની હકાલપટ્ટી: ગંભીર બેદરકારી બદલ એજ્યુકેશન કન્સલ્ટન્ટ અને કરિક્યુલમ ડિઝાઇનર મુંજા સમ્સ, ફરજ પરના બે સુપરવાઇઝર અને કેન્ટીન ઇન્ચાર્જને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે.

વિવાદિત પુસ્તક હટાવાયું: મલાલા યુસુફઝઈના પુસ્તકને કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાના આક્ષેપ બાદ શાળાએ આ પુસ્તક પરત ખેંચી લીધું છે અને ભવિષ્યમાં આવું ન થાય તેની લેખિત બાંહેધરી આપી છે.

નિયમિત પ્રાર્થના શરૂ: છેલ્લા એક મહિનાથી શાળામાં પ્રાર્થના બંધ હોવાની ફરિયાદને પગલે, હવે આખા અઠવાડિયાનું શેડ્યૂલ બનાવી રોજેરોજ નિયમિત પ્રાર્થના શરૂ કરવામાં આવી છે.

નવા સ્ટાફની ભરતી: પ્રિન્સિપાલની ખાલી પડેલી પોસ્ટ ભરવા અને નવી કેન્ટીન એજન્સી લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

જ્યાં સુધી મંજૂરી નહીં, ત્યાં સુધી કેન્ટીન બંધ!

DEO રોહિત ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું સંપૂર્ણ ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી શાળાની કેન્ટીન રેગ્યુલર ચાલુ થઈ શકશે નહીં. કેન્ટીનની ફી ભરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે શાળાની અન્ય બ્રાન્ચમાંથી ભોજન લાવવાની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ છે. જોકે, શિક્ષણ વિભાગે કડક આદેશ આપ્યો છે કે જો કોઈ વાલી આ વૈકલ્પિક વ્યવસ્થા ન સ્વીકારે, તો શાળાએ તેમને કેન્ટીનની પૂરેપૂરી ફી પરત કરવાની રહેશે.

આવતીકાલથી પોલીસ પ્રોટેક્શન સાથે રાબેતા મુજબ શિક્ષણ શરૂ

વિવાદને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાળાએ બે દિવસ પ્રાથમિક વિભાગનું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ રાખીને ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું. પરંતુ, હવે પોલીસ પ્રોટેક્શનની માંગણી સાથે આવતીકાલથી શાળામાં રાબેતા મુજબ ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે.

DEO એ ચીમકી આપતા જણાવ્યું હતું કે, “શાળાએ અમારી સૂચનાઓનું પાલન કર્યું છે, પરંતુ બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય બાબતે આવી ગંભીર બેદરકારી ભવિષ્યમાં બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.”

આ પણ વાંચો – શિક્ષકોના હાથમાં ચોક-ડસ્ટરની જગ્યાએ પરિપત્રો : નેતાઓની ભીડ ભેગી કરવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: શિક્ષકોના હાથમાં ચોક-ડસ્ટરની જગ્યાએ પરિપત્રો : નેતાઓની ભીડ ભેગી કરવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં!
Next: અમદાવાદના મનપસંદ જીમખાના જુગાર કેસમાં મોટી કાર્યવાહી : દરિયાપુર PI જી.વી. ગોહિલ સસ્પેન્ડ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.