Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ચંડોળા હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, બે આરોપીઓને 20 અને 14 વર્ષની સખત કેદ

ચંડોળા હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, બે આરોપીઓને 20 અને 14 વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 4, 2026
BABA (3)

અમદાવાદ : અમદાવાદના ચંડોળા-દાણીલીમડા વિસ્તારમાં બાંગ્લાદેશથી સગીર બાળાઓની તસ્કરી કરીને તેમની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાના સનસનાટીભર્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી કાનૂની સફળતા મળી છે. સેશન્સ અને પોક્સો કોર્ટે 70 પાનાના વિગતવાર ચુકાદામાં બે મુખ્ય આરોપીઓને દોષિત ઠેરવી અનુક્રમે 20 વર્ષ અને 14 વર્ષની સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે. ઘટનાના માત્ર એક વર્ષના ગાળામાં કેસની તપાસ પૂર્ણ કરીને દોષારોપણ સાબિત કરવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ રહી છે.

વર્ષ 2025 દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશથી સગીર વયની બાળાઓને ગેરકાયદે ભારત લાવી તેમની પાસે બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 15 અને 16 વર્ષની બે સગીર બાળાઓને મુક્ત કરાવી હતી. આ કેસને “ઓપરેશન ચંડોળા” અંતર્ગત નોંધાયેલા પ્રથમ ગુના તરીકે ગણવામાં આવે છે.

તપાસ દરમિયાન પોલીસે મોહમ્મદ ફારૂક અને સાગર મિલન મંડળ નામના બે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મોહમ્મદ ફારૂક બાંગ્લાદેશથી સગીર બાળાઓની ગેરકાયદે સરહદ પાર કરાવી તેમને અમદાવાદ સુધી પહોંચાડતો હતો, જ્યારે સાગર મિલન મંડળ પોતાના નિવાસસ્થાને તેમને રાખીને તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હતો. બંને આરોપીઓ ગેરકાયદે રીતે ભારતમાં રહેતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.

Join Our WhatsApp Group

આ પણ વાંચો – 33 વર્ષ, ડઝનબંધ રેડ અને ‘ઝીરો’ અસર: અમદાવાદના ‘મનપસંદ’ જુગારધામનું સત્ય, જ્યાં પોલીસ બદલાય છે, પણ ‘ધંધો’ નહીં!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: 33 વર્ષ, ડઝનબંધ રેડ અને ‘ઝીરો’ અસર: અમદાવાદના ‘મનપસંદ’ જુગારધામનું સત્ય, જ્યાં પોલીસ બદલાય છે, પણ ‘ધંધો’ નહીં!
Next: મનપસંદ રેડમાં નાર્કોટિક્સ નેટવર્ક અને આંગડિયા કનેક્શનની તપાસ! ‘વહીવટદાર’ ઉપેન્દ્રસિંહ રાયજાદા અને કલ્યાણસિંહ સુધી રેલો પહોંચશે ?

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.