Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • મઝહરના લોહીના ડાઘ હજુ સુકાયા નથી, રાજુ દેસાઈના આશીર્વાદથી શોએબ ફરી શરૂ કરી રહ્યો છે કફ સિરપનો કારોબાર

મઝહરના લોહીના ડાઘ હજુ સુકાયા નથી, રાજુ દેસાઈના આશીર્વાદથી શોએબ ફરી શરૂ કરી રહ્યો છે કફ સિરપનો કારોબાર

gujaratex@gmail.com July 12, 2026
BABA (60)

અભિષેક પાંડેય, અમદાવાદ : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કોરેક્સ કફ સિરપના બાકી નીકળતા પૈસાની લેતીદેતીમાં ૩૦ વર્ષીય મઝહર અન્સારીની સરાજાહેર ચપ્પુના ઘા ઝીંકીને કરાયેલી નિર્મમ હત્યાને હજુ માંડ એક અઠવાડિયું (સાત દિવસ) વિત્યું છે. ત્યાં જ આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની લાચારી તથા ગુનેગારોની બેફામ હિંમતનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

ગત રવિવાર, ૫ જુલાઈના રોજ ઇન્ડિયન મેડિકલ સ્ટોર પર જે લોહીયાળ ખેલ ખેલાયો હતો અને જે કાળા કારોબારના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, બરાબર એ જ ગેરકાયદેસર ધંધાને ફરીથી ધમધમતો કરવા માટે ઇન્ડિયન મેડિકલ સ્ટોરની બિલકુલ સામે જ નવા મેડિકલ સ્ટોરના રિનોવેશનની કામગીરી ધડાધડ શરૂ કરી દેવામાં આવી છે. આ નવી દુકાન શરૂ કરનાર બીજું કોઈ નહીં, પરંતુ કફ સિરપના ગોરખધંધાનો મુખ્ય સંચાલક શોએબ શેખ હોવાનું સામે આવતાં સ્થાનિક રહિશોમાં ભારે આક્રોશ અને અચરજ ફેલાયું છે. આ સમગ્ર ઘટના એવો સવાલ ઊભો કરે છે કે આખરે આ સિસ્ટમને શું કહેવું?

ઉલ્લેખનીય છે કે, ગોમતીપુર પોલીસના સત્તાવાર વર્ઝન મુજબ મઝહર અન્સારીની હત્યા મામૂલી ઝઘડામાં થઈ હતી, જેમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આસિફ શેખ અને સોહેલ અન્સારી નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જ્યારે મોહસીન શેખ નામનો આરોપી હજુ પણ ફરાર છે. પરંતુ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ અને આસપાસના લોકોના ખુલાસા મુજબ અસલી વાર્તા કંઈક જુદી જ છે.

Join Our WhatsApp Group

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે કફ સિરપના જૂના બાકી પૈસા વસૂલવાની બાબતે શોએબ શેખ અને મૃતક મઝહર અન્સારી વચ્ચે દુકાન પર ઉગ્ર ઝઘડો શરૂ થયો હતો. આ બોલાચાલી દરમિયાન શોએબનો ભાઈ આસિફ શેખ પોતાના સંબંધી મોહસીન શેખ સાથે ત્યાં દોડી આવ્યો હતો અને ગાળાગાળી વચ્ચે મોહસીને મઝહર સાથે હાથાપાઈ શરૂ કરી દીધી હતી, જેનો અંત મઝહરને ચપ્પુના અસંખ્ય ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ સ્પષ્ટપણે દાવો કરી રહ્યા છે કે શોએબ શેખ પોતે આ ઘાતકી હત્યાકાંડમાં સક્રિય રીતે સામેલ હતો. તેમ છતાં ગોમતીપુર પોલીસે તેને આ કેસમાં આરોપી કે સહ-આરોપી બનાવ્યો નથી. સ્ત્રોતોના મતે, પોતાના કફ સિરપના ગેરકાયદેસર નેટવર્કના કારણે શોએબ સ્થાનિક સ્તરે એટલા મજબૂત સંબંધો અને વગ ધરાવે છે કે તેને આ સમગ્ર હત્યાકાંડમાંથી બહુ આસાનીથી બચાવી લેવામાં આવ્યો છે.

સૂત્રો અને જાણકારો પાસેથી મળતી આંતરિક માહિતી મુજબ, શોએબ શેખે ગોમતીપુર વિસ્તારમાં ઇન્ડિયન મેડિકલ સ્ટોરના ઓઠા હેઠળ કફ સિરપનો આ કાળો કારોબાર ચલાવવા માટે સ્થાનિક વહીવટદાર રાજુ દેસાઈ પાસેથી ચોક્કસ મંજૂરી મેળવી રાખી હતી. આ આખું નેટવર્ક રાજુ દેસાઈના ખાસ માણસ અકરમ મશીનવાલાના સીધા દિશાનિર્દેશ અને આયોજન મુજબ જ ઓપરેટ થતું હતું.

હદ તો હવે એ વાતની થઈ છે કે, જે મેડિકલ સ્ટોરના કાળા ધંધાના કારણે પ્રત્યક્ષદર્શીઓના મતે ખુદ શોએબે અને પોલીસના ચોપડે તેના સગા ભાઈ આસિફ સહિતના સાગરીતોએ મળીને એક સપ્તાહ પહેલાં એક યુવકની હત્યા કરી હતી, તે ઘટનાના લોહીના ડાઘ હજુ સુકાયા પણ નથી ત્યાં જ એ જ કાળી કમાણી માટે સામે જ નવી દુકાન શરૂ કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ અગાઉ પણ શોએબ શેખ આ જ પંથકમાં ‘એશિયન મેડિકલ સ્ટોર’ના નામે આ જ પ્રકારનો કફ સિરપનો ગેરકાયદેસર ધંધો કરતો હતો. પરંતુ જ્યારે ત્યાં કાયદાકીય તપાસ અને રેડનો સિલસિલો વધ્યો ત્યારે તેણે શાતિરતાથી એ દુકાન બંધ કરીને પાડોશમાં જ ‘ઇન્ડિયન મેડિકલ સ્ટોર’ના નામે નવો અડ્ડો ખોલી નાખ્યો હતો અને હવે તે ત્રીજી નવી દુકાન ખોલવા જઈ રહ્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સ્થાનિક જનતા વહીવટી તંત્ર સામે સીધા અને તીખા સવાલો ઉઠાવી રહી છે કે ગોમતીપુર વિસ્તારમાં ખરેખર કાયદો અને પોલીસનું શાસન ચાલે છે કે પછી વહીવટદાર રાજુ દેસાઈ અને તેના માણસોનું પોતાનું આગવું, અલાયદું શાસન પ્રવર્તે છે. જ્યાં સુધી કથિત આર્થિક વ્યવહારો કે ભરણ સમયસર ચૂકવવામાં આવતું હોય, ત્યાં સુધી શું આ વિસ્તારમાં ઝેર વેચવાથી લઈને સરાજાહેર હત્યા કરવા સુધીના તમામ ગુનાઓ માફ કરી દેવામાં આવે છે?

એક તરફ એક પરિવારનો દીકરો નશાના કારણે મોતને ભેટે છે અને બીજી તરફ મુખ્ય સૂત્રધાર કાયદાના સકંજાથી દૂર રહીને બમણી હિંમત સાથે ફરીથી નવો અડ્ડો ઊભો કરી રહ્યો છે. આ સમગ્ર ઘટના કાયદાના રક્ષકોની કામગીરી સામે બહુ મોટું સવાલિયા નિશાન ઊભું કરે છે.

આ પણ વાંચો – ગુજરાત એક્સક્લૂસિવનો મોટો ખુલાસો (ભાગ-5): ગોમતીપુરમાં મઝહરની હત્યાનું પાપ કોના માથે? કફ સિરપ વેચતો શોએબ કે 6 લાખનો હપ્તો લેતી ખાખી?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ન્યુઝીલેન્ડમાં પીએમ મોદીની પ્રેસ કોન્ફરન્સ ન કરવા અંગે ઉઠ્યા સવાલો: વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
Next: ઓસ્ટ્રેલિયામાં વડતાલધામ સીડનીની સેવાઓનું સન્માન : ધારાસભ્ય વોરેન કીર્બીએ સંસ્થાને અર્પણ કરી $૧ લાખની કોમ્યુનિટી વાન

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.