Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ન્યુઝીલેન્ડમાં પીએમ મોદીની પ્રેસ કોન્ફરન્સ ન કરવા અંગે ઉઠ્યા સવાલો: વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

ન્યુઝીલેન્ડમાં પીએમ મોદીની પ્રેસ કોન્ફરન્સ ન કરવા અંગે ઉઠ્યા સવાલો: વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

gujaratex@gmail.com July 11, 2026
BABA (59)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર ન્યુઝીલેન્ડ મુલાકાત દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને લઈને હાલ ભારે ચર્ચા જાગી છે અને સોશિયલ મીડિયા પર આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

રવિવારે વિદેશ મંત્રાલયની એક પ્રેસ બ્રીફિંગમાં પૂછવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ન્યુઝીલેન્ડના પત્રકારો માટે પ્રેસ કોન્ફરન્સ કેમ ન કરી. આ સવાલ પર વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) રુદ્રેન્દ્ર ટંડનની પ્રથમ પ્રતિક્રિયા હતી- ‘ડેજા વૂ’ એટલે કે તેમને એવું લાગ્યું કે આવું પહેલા પણ બની ચૂક્યું છે. તેમણે પીએમ મોદીની વાતચીતની રીત વિશે જણાવતા તેમને જનતા સાથે જોડાયેલા નેતા ગણાવ્યા હતા. નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડની આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દેશોની યાત્રાનો અંતિમ મુકામ હતો. આ પ્રવાસનો મુખ્ય હેતુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો અને સહયોગ વિસ્તારવાનો હતો.

નોર્વેમાં પણ સર્જાયો હતો આવો જ વિવાદ

Join Our WhatsApp Group

ગત મે મહિનામાં પીએમ મોદી નોર્વેની સ્ટેટ વિઝિટ પર હતા, ત્યારે એક પ્રેસ મીટ દરમિયાન બનેલી ઘટનાની નોર્વેથી લઈને ભારત સુધી ચર્ચા થઈ હતી. નોર્વેના વડાપ્રધાન યોનાસ ગાર સ્ટોરે સાથેની મુલાકાત બાદ પીએમ મોદી જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે નોર્વેના પત્રકાર હેલા લેંગે તેમને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પીએમ મોદી આગળ વધી ગયા હતા. ત્યારબાદ ઓસ્લોમાં ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં પણ હેલા લેંગ અને મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જ તેમજ પ્રવક્તા રણધીર જયસ્વાલ વચ્ચે તીખી બોલાચાલી જોવા મળી હતી.

વિદેશ મંત્રાલયના સચિવ રુદ્રેન્દ્ર ટંડનના હાલના નિવેદનને હેલા લેંગે પોતાના ‘X’ (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર શેર કરતા લખ્યું, “આ એક રસપ્રદ જવાબ હતો. શું તેનો અર્થ એ છે કે વડાપ્રધાન સામાન્ય રીતે ટાઉન હોલ જેવા કાર્યક્રમોમાં લોકોને મળે છે અને તેમની રોજબરોજની સમસ્યાઓ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપે છે? મેં તેમને જમીની સ્તરના આંદોલન ‘કોકરોચ જનતા પાર્ટી’ સાથે સીધો સંવાદ કરતા જોયા નથી. જો હું ખોટી હોઉં, તો કૃપા કરીને મને સુધારો.”

વિદેશ મંત્રાલયની બ્રીફિંગમાં રાજદ્વારીએ શું કહ્યું?

ન્યુઝીલેન્ડની યાત્રા અંગેની બ્રીફિંગમાં જ્યારે એક મહિલા પત્રકારે પ્રેસ કોન્ફરન્સ ન કરવા અંગે સવાલ પૂછ્યો, ત્યારે રુદ્રેન્દ્ર ટંડને હસીને ‘ડેજા વૂ’ જેવો અહેસાસ થવાની વાત કહી.

ત્યારબાદ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, “એક સનદી અધિકારી તરીકે વડાપ્રધાન મોદીની રાજકીય કાર્યશૈલી પર સવાલ ઉઠાવવો મારા માટે યોગ્ય નથી. તેઓ અત્યંત સફળ રાજનેતા છે. પરંતુ હું તમને આનો થોડો સંદર્ભ આપવા માંગુ છું. વડાપ્રધાન મોદી એક શુદ્ધ ભારતીય રાજનેતા છે. સામાન્ય રીતે ભારતીય રાજનેતાઓ પોતાના મતદાતાઓ સાથે સીધા સંપર્કને પ્રાધાન્ય આપે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું, “તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે ભારતનો મોટાભાગનો મતદાતા વર્ગ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. તેઓ સીધો સંવાદ પસંદ કરે છે. તેમને ઉપરથી કોઈ સમજાવે તે પસંદ નથી. તેમને વચેટિયાઓ મારફતે વાત પહોંચાડવી પણ ગમતી નથી. વડાપ્રધાન મોદીએ પોતાના મતદાતાઓ સાથે સીધો સંવાદ કરવાની કળામાં મહારત હાંસલ કરી છે અને આ રીત તેમના માટે ઘણી અસરકારક પણ રહી છે. હવે તેઓ સતત ત્રીજી વખત ચૂંટાયા છે અને આપણા દેશના સૌથી લાંબો સમય સેવા આપનારા વડાપ્રધાનોમાંના એક છે.”

વિપક્ષનો પ્રહાર અને સોશિયલ મીડિયા પર ચર્ચા

આ નિવેદન વાયરલ થતાં જ વિપક્ષે આકરા પ્રહારો શરૂ કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે વિડીયો શેર કરતા લખ્યું, “સૌથી પહેલા તર્ક રૂમની બહાર ગયો. ત્યારબાદ જવાબદેહી પણ ચાલી ગઈ. પછી લોકશાહી પણ પાછળ પાછળ નીકળી ગઈ. પ્રેસ કોન્ફરન્સનો હેતુ સવાલ પૂછવા, જવાબ માંગવા અને સરકારની જવાબદેહી નક્કી કરવાનો હોય છે. એકતરફી સંવાદ ક્યારેય જાહેર જવાબદેહીનો વિકલ્પ બની શકે નહીં.”

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ટંડનજીની ટિપ્પણી લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાને સરકારની સુવિધાનો વિષય બનાવીને રજૂ કરે છે.

પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કટાક્ષ કરતા લખ્યું કે હવે વિદેશી પત્રકારો સમજી ગયા છે કે ભારતમાં હેડલાઈન્સ બનાવવાનો સૌથી સરળ રસ્તો પીએમ મોદીને પ્રેસ કોન્ફરન્સ વિશે સવાલ પૂછવાનો છે.

પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ

નોર્વેમાં શરૂ થયેલો આ વિવાદ હવે બંને દેશોના પ્રેસ સ્વતંત્રતા રેન્કિંગની તુલના સુધી પહોંચી ગયો છે. પેરિસ સ્થિત સંસ્થા ‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ (RSF) ના આંકડા મુજબ, નોર્વે છેલ્લા દસ વર્ષથી પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે. જ્યારે વર્ષ ૨૦૨૬ ના ઈન્ડેક્સ મુજબ ન્યુઝીલેન્ડ ૭૭.૩૮ ના સ્કોર સાથે ૨૨મા ક્રમે છે અને ભારત ૩૧.૯૬ ના સ્કોર સાથે ૧૮૦ દેશોની યાદીમાં ૧૫૭મા ક્રમે આવે છે.

આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-7): હાઇપ્રોફાઇલ સોસાયટીઓમાં ડ્રગ્સની એન્ટ્રી કેવી રીતે થાય છે? ‘હની મોડેલ’નો ખુલાસો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-7): હાઇપ્રોફાઇલ સોસાયટીઓમાં ડ્રગ્સની એન્ટ્રી કેવી રીતે થાય છે? ‘હની મોડેલ’નો ખુલાસો
Next: મઝહરના લોહીના ડાઘ હજુ સુકાયા નથી, રાજુ દેસાઈના આશીર્વાદથી શોએબ ફરી શરૂ કરી રહ્યો છે કફ સિરપનો કારોબાર

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.