Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • સરદારનગરમાં કરોડોનો જુગાર રાજ: મુંગડા ચલાવે, જયપાલ બચાવે?

સરદારનગરમાં કરોડોનો જુગાર રાજ: મુંગડા ચલાવે, જયપાલ બચાવે?

gujaratex@gmail.com May 1, 2026
BABA (9)

અમદાવાદ: સરદારનગરમાં રોજના ₹3 થી ₹5 કરોડના જુગારના ખેલ વચ્ચે મુંગડા અને જયપાલનું નામ કેન્દ્રમાં છે. સૂત્રો મુજબ મુંગડા દ્વારા સંચાલિત આ જુગારધામ જયપાલના સંરક્ષણ હેઠળ બેફામ ચાલી રહ્યું છે, જ્યાં દૈનિક લાખો રૂપિયાનું વહિવટ થતું હોવાનો દાવો છે.

માહિતી મુજબ મુંગડાના જુગારધામમાં દરરોજ સૈંકડો જુગારિયાઓ ભેગા થાય છે અને મોટા પાયે રોકડ લેવડદેવડ થાય છે. અહીં પ્રવેશ માટે ₹10 હજાર સુધીની એન્ટ્રી ફી લેવામાં આવે છે, જેના બદલામાં જુગારિયાઓને તમામ સુવિધાઓ, સુરક્ષા અને મનોરંજન આપવામાં આવે છે.

જયપાલ શહેરના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ છે, છતાં સરદારનગરમાં “વહિવટ” સંભાળી રહ્યો છે. તેના સાથે સંદીપ, લગધીર અને સ્થાનિક સિદ્ધરાજ જેવા લોકો મળીને ગોઠવણબદ્ધ નેટવર્ક ચલાવતા હોવાના આક્ષેપો છે.

Join Our WhatsApp Group

આ સિસ્ટમને ચાલુ રાખવા માટે મુંગડા દ્વારા દરરોજ લાખો રૂપિયાનું વહિવટ કરવામાં આવે છે, જે માસિક કરોડોમાં પહોંચે છે. આટલા મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ ઊંચા સ્તરના સહકાર વિના શક્ય નથી એવી ચર્ચા છે.

મૂળ પ્રશ્ન એ છે કે દરરોજ કરોડોનો જુગાર રમાઈ રહ્યો છે અને સૈંકડો લોકો ભેગા થઈ રહ્યા છે, છતાં તંત્ર અજાણ કેવી રીતે રહી શકે. જો જાણ હોવા છતાં કાર્યવાહી થતી નથી, તો તે સીધી સંડોવણી તરફ ઈશારો કરે છે.

કેટલાક જાણકારો દાવો કરે છે કે શહેરની એક ઉચ્ચ એજન્સીના કેટલાક વરિષ્ઠ તત્વો આ સમગ્ર વહિવટમાં પરોક્ષ રીતે ભાગીદાર હોઈ શકે છે. તેથી આ માત્ર જુગારધામ નથી, પરંતુ ગોઠવણબદ્ધ સંરક્ષણ હેઠળ ચાલતું આપરાધિક તંત્ર છે.

 

આ  પણ વાંચો – સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર : રેપ પીડિતાના ગર્ભપાત માટે 20 સપ્તાહની મર્યાદા હટાવવા અને કાયદામાં ફેરફાર કરવા નિર્દેશ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર : રેપ પીડિતાના ગર્ભપાત માટે 20 સપ્તાહની મર્યાદા હટાવવા અને કાયદામાં ફેરફાર કરવા નિર્દેશ
Next: ‘ખાસ IPS અધિકારીની’ ગુજરાતમાં એન્ટ્રી: કેન્દ્રની મહત્વપૂર્ણ એજન્સીની ચેર જોધપુરથી અમદાવાદ ખસેડાઈ

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.