Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે PM મોદીને આમંત્રણ, 4થી 9 જુલાઈ સુધી ચાલશે કાર્યક્રમ

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે PM મોદીને આમંત્રણ, 4થી 9 જુલાઈ સુધી ચાલશે કાર્યક્રમ

gujaratex@gmail.com June 25, 2026
BABA (13)

નવી દિલ્હી : ભારત અને ઈરાનના રાજદ્વારી સંબંધો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને મંગળવારે ઔપચારિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના રાજકીય અંતિમ સંસ્કાર અને દફનવિધિમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવ્યું છે. ખામેનેઈની આ અંતિમ યાત્રા ૪ જુલાઈથી શરૂ થશે અને ૯ જુલાઈના રોજ તેમની દફનવિધિ સાથે પૂર્ણ થશે.

‘નોટ વર્બેલ’ દ્વારા અપાયું ઔપચારિક આમંત્રણ

ઈરાની સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીના નામે મોકલવામાં આવેલું આ ઔપચારિક આમંત્રણ એક ‘નોટ વર્બેલ’ (કૂટનીતિક પત્ર) દ્વારા ભારતના વિદેશ મંત્રાલય (MEA) ને સોંપવામાં આવ્યું છે. એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું કે, “ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નેતા આયતુલ્લા સૈયદ અલી ખામેનેઈના અનેક દિવસો સુધી ચાલનારા આ રાજકીય અંતિમ સંસ્કાર અને દફનવિધિમાં ઉપસ્થિત રહેવા માટે ઔપચારિક આમંત્રણ આપ્યું છે.”

Join Our WhatsApp Group

ભારતનું વલણ: હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નહીં

મંગળવારે આ નિમંત્રણ મળ્યું હોવા છતાં, ભારત સરકાર તરફથી હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે વડાપ્રધાન મોદી આ આમંત્રણ સ્વીકારશે કે કેમ. આ સાથે જ જો પીએમ મોદી ઈરાન ન જાય તો, ભારતીય પ્રતિનિધિમંડળમાં કોણ સામેલ થશે અને ઈરાન કોણ જશે, તે અંગે પણ સરકાર તરફથી કોઈ જ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

હુમલો અને ભારતનો શોક સંદેશ

નોંધનીય છે કે, ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ ખામેનેઈનું મૃત્યુ થયું હતું. ભારતે આ હુમલાની ઘટનાની જાહેરમાં કોઈ જ નિંદા કરી ન હતી, જે ભારતનું તટસ્થ વલણ દર્શાવે છે. જોકે, 5 માર્ચના રોજ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસમાં જઈને શોક-પુસ્તિકા (Condolence book) પર હસ્તાક્ષર કર્યા હતા. ખામેનેઈના મૃત્યુ બાદ ભારત સરકાર તરફથી ઈરાન પ્રત્યેનો આ પહેલો અને સત્તાવાર શોક સંદેશ હતો.

આ પણ  વાંચો – ક્રાઇમ બ્રાંચે કુખ્યાત ડ્રગ્સ માફિયા આમિર ખાન પઠાણને કસ્ટડીમાં લઈને કેમ છોડી દીધો?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ક્રાઇમ બ્રાંચે કુખ્યાત ડ્રગ્સ માફિયા આમિર ખાન પઠાણને કસ્ટડીમાં લઈને કેમ છોડી દીધો?
Next: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, માત્ર યાત્રા દસ્તાવેજ છે: સરકારના નિવેદન પર ભડક્યા લોકો, પૂછ્યું- તો વિદેશીઓને પણ આપો છો?

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.