Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ક્રાઇમ બ્રાંચે કુખ્યાત ડ્રગ્સ માફિયા આમિર ખાન પઠાણને કસ્ટડીમાં લઈને કેમ છોડી દીધો?

ક્રાઇમ બ્રાંચે કુખ્યાત ડ્રગ્સ માફિયા આમિર ખાન પઠાણને કસ્ટડીમાં લઈને કેમ છોડી દીધો?

gujaratex@gmail.com June 25, 2026
BABA (12)
  • DGP મલિકના આદેશોની અવહેલના! ખાખી પર હુમલો કરનાર અને વોન્ટેડ ડ્રગ્સ અપરાધી આમિર ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડીને કેમ છોડ્યો?
  • ગોમતીપુર-બાપુનગરમાં પોલીસ પર હુમલો, MP-હરિયાણા સુધી ડ્રગ્સનું નેટવર્ક: આમિર પઠાણને બચાવવા કોણ ભજવી રહ્યું છે ભૂમિકા?

અભિષેક પાંડેય, અમદાવાદ : ગુજરાતના પોલીસ મહાનિર્દેશક જી. એસ. મલિકે રાજ્યભરમાં ડ્રગ્સ ગુનેગારો અને તેમના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા સખ્ત સૂચનાઓ આપી છે. આ આદેશનો અસર પોલીસ તંત્રમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે અને રાજ્યભરમાં નશીલા પદાર્થોના કારોબાર સાથે જોડાયેલા તત્વો સામે સતત કાર્યવાહી થઈ રહી છે. પરંતુ આ જ વચ્ચે અમદાવાદમાં ગયા શનિવારે બનેલી એક ઘટનાએ પોલીસની આ અભિયાનાત્મક કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે.

લોટસ રેસિડન્સીમાંથી ઉઠાવ્યો, પછી રહસ્યમય રીતે છોડી દીધો

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી ચોંકાવનારી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાંચની એક ટીમે રાખિયાલ વિસ્તારમાં આવેલી લોટસ રેસિડન્સી-2ના ડી-બ્લોકમાંથી અનેક ગંભીર ગુનાઓમાં શામેલ વોન્ટેડ ગુનેગાર આમિર ખાન પઠાણને કસ્ટડીમાં લીધો હતો. પરંતુ ત્યારબાદ જે બન્યું તે અનેક સવાલો ઊભા કરે એવું છે. ક્રાઇમ બ્રાંચે આમિરને ઉઠાવ્યાના થોડા જ સમય બાદ તેને રહસ્યમય રીતે છોડી દીધો હોવાની માહિતી સામે આવી છે.

Join Our WhatsApp Group

હવે સૌથી મોટો સવાલ એ છે કે, પોલીસ પર જીવલેણ હુમલાના અને ડ્રગ્સ હેરફેરના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા એવા શખ્સને ક્રાઇમ બ્રાંચે કસ્ટડીમાં લીધા બાદ કેમ અને કોના ઇશારે છોડ્યો?

કોણ છે આમિર ખાન પઠાણ અને તેનો ભાઈ ઇકબાલ ઉર્ફે ‘બાટલી’?

સૂત્રોના જણાવ્યા મુજબ આમિર ખાન પઠાણ અને તેનો ભાઈ ઇકબાલ પઠાણ ઉર્ફે ‘બાટલી’ અમદાવાદના મોટા ગુનેગારોમાં ગણાય છે. સૂત્રોનો દાવો છે કે પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં એમડી ડ્રગ્સની સપ્લાય ચેઇન ઉભી કરવામાં આ બંને ભાઈઓની મુખ્ય ભૂમિકા રહી છે. બંને સામે NDPS Act સહિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું કહેવાય છે. આ બંને ભાઈઓ પર પોલીસ કર્મચારીઓ પર હુમલાના ગંભીર આક્ષેપો પણ છે.

બાપુનગર કાંડ

બાપુનગર વિસ્તારમાં એક PSI પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ.

ગોમતીપુર ઘટના

ગોમતીપુર વિસ્તારમાં ફરજ પર રહેલા પોલીસકર્મી પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યાનો આરોપ.

ત્રણ રાજ્યો સુધી ફેલાયેલું ડ્રગ્સ નેટવર્ક

આમિર અને ઇકબાલનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ અન્ય રાજ્યોના ડ્રગ્સ તત્વો સાથે પણ સીધું જોડાણ હોવાનું સૂત્રો કહે છે.

હરિયાણા-મધ્યપ્રદેશ કનેક્શન

ઇકબાલ પઠાણ હરિયાણાના નેટવર્ક સાથે કામ કરતો હોવાનું કહેવાય છે, જ્યારે આમિર ખાન પઠાણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ડ્રગ્સ ગેંગ્સ સાથે સંપર્કમાં હોવાનું સૂત્રો જણાવે છે.

મધ્યપ્રદેશ પોલીસના ચોપડે પણ વોન્ટેડ

મળતી માહિતી મુજબ આમિર ખાન પઠાણ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના મલ્હારગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2025ના એક કેસમાં પણ વોન્ટેડ છે.

DGPના આદેશો વચ્ચે ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી પર ગંભીર સવાલ

 એક તરફ DGP જી. એસ. મલિક રાજ્યને નશામુક્ત બનાવવા માટે ડ્રગ્સ માફિયા સામે કડક ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની આ કાર્યવાહી અનેક સવાલો ઉભા કરે છે. મધ્યપ્રદેશ પોલીસને વોન્ટેડ અને ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક ચલાવવાના ગંભીર આક્ષેપો વચ્ચે નામચીન બનેલો આરોપી જો કસ્ટડીમાં લીધા બાદ પણ મુક્ત ફરી રહ્યો હોય, તો ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો – NFHS-6ના આંકડાઓ મુજબ ગુજરાતમાં મહિલાઓના શિક્ષણ, માલિકી અને ડિજિટલ પહોંચમાં પડકારો યથાવત

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: NFHS-6ના આંકડાઓ મુજબ ગુજરાતમાં મહિલાઓના શિક્ષણ, માલિકી અને ડિજિટલ પહોંચમાં પડકારો યથાવત
Next: ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે PM મોદીને આમંત્રણ, 4થી 9 જુલાઈ સુધી ચાલશે કાર્યક્રમ

Related News

manpasand

મનપસંદ પર SMCના દરોડા બાદ PCBની ચાંદખેડામાં જુગારધામ સામે કાર્યવાહી, સવાલ એ જ: જુગાર, હુક્કા અને દારૂના ‘સ્ટેન્ડ’ને સંરક્ષણ આપનાર સુધી ખાકી ક્યારે પહોંચશે?

gujaratex@gmail.com August 9, 2026
BABA - 2026-08-07T121231.209

મનપસંદ માત્ર ઝાંખી! ઉપેન્દ્ર રાયજાદાએ બુટલેગરોના હવાલે કર્યું અમદાવાદનું ગૌરવ

gujaratex@gmail.com August 7, 2026
manpasand

મનપસંદ રેડમાં નાર્કોટિક્સ નેટવર્ક અને આંગડિયા કનેક્શનની તપાસ! ‘વહીવટદાર’ ઉપેન્દ્રસિંહ રાયજાદા અને કલ્યાણસિંહ સુધી રેલો પહોંચશે ?

gujaratex@gmail.com August 5, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં DEO ની લાલ આંખ: 4 કર્મચારીઓની હકાલપટ્ટી, 10 હજારનો દંડ!
  • શિક્ષકોના હાથમાં ચોક-ડસ્ટરની જગ્યાએ પરિપત્રો : નેતાઓની ભીડ ભેગી કરવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં!
  • ભાગ-2 જુવાની પહેલાં જુલમ: “રાજનીતિ કો રીલ પસંદ હૈ”, પરંતુ સુરતમાં રીલ નહીં, રિયલ પોલીસિંગની દરકાર
  • સૌરાષ્ટ્રના કુખ્યાત ગુનેગારના ખભા પર સવાર વહીવટદાર ઉપેન્દ્ર રાયજાદાનો ‘દાદાગીરી’નો વહીવટ!
  • આફ્રિકા મોકલાતી ગેરકાયદે સાઇકોટ્રોપિક દવાઓના સિન્ડિકેટનો DRIએ પર્દાફાશ, 3 ઝડપાયા, 2 લાખ ટેબ્લેટ જપ્ત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.