Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • જેતપરમાં વીજ લાઇન વળતર વિવાદ વકર્યો: વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત લથડી, કલેક્ટર-SP ના મનામણાં છતાં ખેડૂતો અડગ

જેતપરમાં વીજ લાઇન વળતર વિવાદ વકર્યો: વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત લથડી, કલેક્ટર-SP ના મનામણાં છતાં ખેડૂતો અડગ

gujaratex@gmail.com June 25, 2026
BABA (16)
  • CM પત્ર લખી સમય ન આપે ત્યાં સુધી ગાંધીનગર નહીં જઈએ”: જેતપરના ખેડૂતોએ પ્રશાસનને રોકડા પરખાવ્યા, આંદોલન યથાવત્

મોરબી : પોતાના હક અને અધિકાર માટે લડી રહેલા ખેડૂતો ક્યારેય ઝૂકતા નથી, તેનું ઉત્તમ ઉદાહરણ મોરબીના જેતપર ગામે જોવા મળી રહ્યું છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનના યોગ્ય વળતરની માંગ સાથે જેતપરના ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આ આંદોલનમાં હવે ખેડૂતોની તબિયત કથળી રહી છે, પરંતુ તેમનો જુસ્સો અને મક્કમતા અકબંધ છે. વહીવટી તંત્ર દ્વારા તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, છતાં ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ છે.

વધુ એક ઉપવાસી ખેડૂત હોસ્પિટલમાં દાખલ

જેતપર ગામે ચાલી રહેલા આ ઉપવાસ આંદોલનમાં અગાઉ બે પુરુષ અને બે મહિલા આંદોલનકારીઓની તબિયત લથડતા તેમને સારવાર આપવામાં આવી હતી. તેમ છતાં આંદોલન અવિરત ચાલુ રહ્યું છે. ગત રાત્રીએ છાવણીમાં ઉપવાસ પર બેઠેલા વધુ એક ખેડૂત નેહુલ અમૃતિયા ની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Join Our WhatsApp Group

રાત્રે દોડી ગયું પ્રશાસન, પણ ખેડૂતો રહ્યા અડગ

ખેડૂતોનો આક્રોશ અને તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને ગત રાત્રીએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા (SP) અને પ્રાંત અધિકારી સહિતનો મોટો કાફલો જેતપરની ઉપવાસી છાવણીએ પહોંચ્યો હતો. અધિકારીઓએ ખેડૂતો સાથે લાંબી ચર્ચા કરી તેમને પારણાં કરવા અને ગાંધીનગર રજૂઆત કરવા જવા સમજાવ્યા હતા. પરંતુ, ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી દીધો હતો.

આંદોલનકારી રાકેશભાઈ ઉર્ફે કાળુ અમૃતિયાએ વહીવટી તંત્રને સ્પષ્ટ જણાવી દીધું છે કે જ્યાં સુધી વીજ લાઇનના વળતર અંગે સુધારા સાથેનો નવો પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી આંદોલનનો અંત નહીં આવે. તે ઉપરાંત જ્યાં સુધી રાજ્યના મુખ્યમંત્રી જાતે પત્ર લખીને મુલાકાત માટે સમય ન ફાળવે, ત્યાં સુધી કોઈપણ ખેડૂત ગાંધીનગર રજૂઆત કરવા જશે નહીં.

સરકાર માંગણીઓ ન સ્વીકારે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ જ રહેશે.

વિરોધ સાથે સેવાનું મહાપર્વ: છાવણીમાં મહારક્તદાન કેમ્પ

એક તરફ ખેડૂતો સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે, તો બીજી તરફ તેમણે સમાજ સેવાનું એક અનોખું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. જેતપરની ઉપવાસી છાવણીમાં જ ખેડૂતો દ્વારા એક મહા રક્તદાન કેમ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ કેમ્પમાં મોરબી, રાજકોટ અને અમદાવાદ સહિતની ૧૨ જેટલી બ્લડ બેંકો સહયોગ આપી રહી છે. લોકોના ભારે ઉત્સાહને પગલે બપોર સુધીમાં જ ૧૦૦૦ થી વધુ લોહીની બોટલો એકત્ર થઈ ગઈ હતી. ખેડૂતોનો લક્ષ્યાંક આ કેમ્પ થકી સૌથી વધુ રક્ત એકત્ર કરવાનો એક નવો રેકોર્ડ સર્જવાનો છે.

આ પણ વાંચો – મધ્યપ્રદેશમાં 500 કરોડનું જમીન કૌભાંડ? CM મોહન યાદવના સલાહકારના ટ્રસ્ટને માત્ર 1 રૂપિયામાં જમીન પધરાવી દીધાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મધ્યપ્રદેશમાં 500 કરોડનું જમીન કૌભાંડ? CM મોહન યાદવના સલાહકારના ટ્રસ્ટને માત્ર 1 રૂપિયામાં જમીન પધરાવી દીધાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
Next: વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો મહાવિનાશક ભૂકંપ: USGS ની ડરામણી ચેતવણી- 10,000 ને પાર થઈ શકે છે મૃત્યાંક

Related News

BABA (19)

ગુજરાત વહીવટી સેવાના 18 અધિકારીઓને IAS કેડરમાં પ્રમોશન, કેન્દ્ર સરકારે જાહેર કર્યું ગેઝેટ નોટિફિકેશન

gujaratex@gmail.com June 25, 2026
BABA (18)

ડભાડ મુસ્લિમ યુવા કમિટીની પ્રેરણાદાયક પહેલ: ઇમામ હુસૈનની શહાદતને રક્તદાન થકી શ્રદ્ધાંજલિ

gujaratex@gmail.com June 25, 2026
BABA (11)

NFHS-6ના આંકડાઓ મુજબ ગુજરાતમાં મહિલાઓના શિક્ષણ, માલિકી અને ડિજિટલ પહોંચમાં પડકારો યથાવત

gujaratex@gmail.com June 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ગુજરાત વહીવટી સેવાના 18 અધિકારીઓને IAS કેડરમાં પ્રમોશન, કેન્દ્ર સરકારે જાહેર કર્યું ગેઝેટ નોટિફિકેશન
  • ડભાડ મુસ્લિમ યુવા કમિટીની પ્રેરણાદાયક પહેલ: ઇમામ હુસૈનની શહાદતને રક્તદાન થકી શ્રદ્ધાંજલિ
  • વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો મહાવિનાશક ભૂકંપ: USGS ની ડરામણી ચેતવણી- 10,000 ને પાર થઈ શકે છે મૃત્યાંક
  • જેતપરમાં વીજ લાઇન વળતર વિવાદ વકર્યો: વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત લથડી, કલેક્ટર-SP ના મનામણાં છતાં ખેડૂતો અડગ
  • મધ્યપ્રદેશમાં 500 કરોડનું જમીન કૌભાંડ? CM મોહન યાદવના સલાહકારના ટ્રસ્ટને માત્ર 1 રૂપિયામાં જમીન પધરાવી દીધાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.