Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • વડતાલધામના સેવામૂર્તિ સાધુ શ્યામવલ્લભદાસ પંચત્વમાં વિલીન

વડતાલધામના સેવામૂર્તિ સાધુ શ્યામવલ્લભદાસ પંચત્વમાં વિલીન

gujaratex@gmail.com May 15, 2026
BABA (48)
  • સંતો-ભક્તોની ઉમટી ભીડ, વહેલી સવારથી અંતિમ દર્શન માટે લાંબી કતારો

વડતાલ: વડતાલધામના સેવામૂર્તિ અને મૂક સેવક તરીકે ઓળખાતા સાધુ શ્યામવલ્લભદાસજીના અક્ષરધામ સિધાવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા આજરોજ સમગ્ર મૂળ સંપ્રદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. તેમના અંતિમ દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને સંતો-અગ્રણી ભક્તોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી.

સહજ અને સાધુ સ્વભાવ ધરાવતા શ્યામવલ્લભદાસજી ઉત્સવ સમૈયાઓના સુવ્યવસ્થિત આયોજન અને યુવા પેઢીના સેવકોના ઘડતર માટે જાણીતા હતા. નાના માણસોની સેવા સાથે મોટા માણસોને જોડવાની તેમની અનોખી રીત અને જાતને ઘસીને સેવા કરવાની ભાવનાએ તેમને સર્વત્ર માન-આદર અપાવ્યો હતો.

Join Our WhatsApp Group

તેમના નિધન પ્રસંગે કુંડળધામના પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, સરધારના પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી, જેતપુરના પૂજ્ય નિલકંઠચરણ સ્વામી, વડતાલના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી સહિત જુનાગઢ, ગઢપૂર, લોયાધામ, સારંગપુર, જેતલપુર અને મૂળીના મહંતો અને સંતોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત રાજકોટ ગુરૂકુળ, એસજીવીપી ગુરુકુળ અને અન્ય સંસ્થાઓના સંતો તથા અગ્રણી ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વડોદરા, ભરૂચ સહિત વિવિધ વિસ્તારોમાંથી આગેવાનો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહીને સાધુશ્રીને ભાવભીની વિદાય આપી હતી. સાધુ શ્યામવલ્લભદાસજીનું અવસાન સંપ્રદાય માટે અપુરણીય ક્ષતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અટલજી હોત તો શું વિચારતા? કથળતી સંસ્થાઓ, ડરેલા મતદારો અને ‘નિયંત્રિત લોકશાહી’ તરફ વધતો ભારત દેશ
Next: અદાણી સામેથી છેતરપિંડી અને લાંચના આરોપો હટાવી શકે છે અમેરિકા, કોર્ટમાં સેટલમેન્ટની તૈયારી!

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.