Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • અદાણી સામેથી છેતરપિંડી અને લાંચના આરોપો હટાવી શકે છે અમેરિકા, કોર્ટમાં સેટલમેન્ટની તૈયારી!

અદાણી સામેથી છેતરપિંડી અને લાંચના આરોપો હટાવી શકે છે અમેરિકા, કોર્ટમાં સેટલમેન્ટની તૈયારી!

gujaratex@gmail.com May 15, 2026
BABA (50)

નવી દિલ્હી: અદાણી જૂથના વડા ગૌતમ અદાણી માટે અમેરિકાથી ખૂબ જ રાહતના સમાચાર આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ અનુસાર, અમેરિકાનું ન્યાય વિભાગ (Department of Justice) અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના છેતરપિંડી અને લાંચખોરીના ગુનાહિત આરોપો પાછા ખેંચવાની તૈયારી કરી રહ્યું છે.

બીજી તરફ ‘બ્લૂમબર્ગ’ના અહેવાલો પણ સંકેત આપી રહ્યા છે કે અમેરિકી વહીવટીતંત્ર આ સપ્તાહે જ આ ફોજદારી કેસ સત્તાવાર રીતે રદ કરવાની જાહેરાત કરી શકે છે. આ સાથે, નવેમ્બર ૨૦૨૪ માં ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓ સામે અમેરિકી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા દાખલ કરાયેલા સિવિલ ફ્રોડના કેસમાં પણ સમાધાન (સેટલમેન્ટ) તરફ આગળ વધવામાં આવી રહ્યું છે.

૧૦ અબજ ડોલરના રોકાણ અને ૧૫,૦૦૦ નોકરીઓની રજૂઆત

Join Our WhatsApp Group

અહેવાલો અનુસાર, અમેરિકી વકીલ રોબર્ટ જિયુફ્રા જુનિયરના નેતૃત્વમાં અદાણીની લીગલ ટીમે તાજેતરમાં વૉશિંગ્ટનમાં ન્યાય વિભાગના અધિકારીઓ સમક્ષ લગભગ ૧૦૦ સ્લાઇડ્સનું એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અદાણીના વકીલોએ દલીલ કરી હતી કે અમેરિકી વકીલો પાસે આ કેસને આગળ વધારવા માટે પૂરતા પુરાવા કે કાનૂની અધિકારક્ષેત્ર નથી.

આ પ્રેઝન્ટેશનની એક સ્લાઇડમાં એવો પણ સંકેત આપવામાં આવ્યો હતો કે જો આરોપો પાછા ખેંચવામાં આવે, તો ગૌતમ અદાણી અમેરિકામાં ૧૦ અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરવા અને આશરે ૧૫,૦૦૦ નવી નોકરીઓનું સર્જન કરવા તૈયાર છે. જો કે પ્રોસિક્યુટર્સે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રસ્તાવની કેસના પરિણામ પર કોઈ અસર નહીં પડે, પરંતુ બેઠક દરમિયાન એક વરિષ્ઠ અધિકારીએ આ પ્રસ્તાવ પર હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. અદાણીના વકીલ રોબર્ટ જિયુફ્રા ભૂતકાળમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ પણ રહી ચૂક્યા છે.

શું હતો સમગ્ર વિવાદ?

બ્રુકલિનના ફેડરલ પ્રોસિક્યુટર્સે અગાઉ આરોપ લગાવ્યો હતો કે અદાણી અને અન્ય આરોપીઓએ ભારતમાં સોલાર એનર્જીના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને ૨૫૦ મિલિયન ડોલરની લાંચ આપવાનું મોટું કાવતરું ઘડ્યું હતું અને જ્યારે કંપની અમેરિકી રોકાણકારો પાસેથી ફંડ મેળવી રહી હતી ત્યારે આ ચૂકવણીઓ છુપાવવામાં આવી હતી. SECએ સપ્ટેમ્બર ૨૦૨૧ માં અદાણી ગ્રીન એનર્જી દ્વારા જારી કરાયેલા બોન્ડ્સના દસ્તાવેજોમાં ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ અંગે ભ્રામક માહિતી આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો કે, અદાણી જૂથે શરૂઆતથી જ આ તમામ આરોપોનો સખત વિરોધ કર્યો છે અને કેસ રદ કરવા માંગ કરી છે.

રાજકીય ગરમાવો: વિપક્ષે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન

આ અહેવાલો સામે આવ્યા બાદ ભારતમાં રાજકીય વિવાદ છેડાયો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, તાજેતરની ભારત-અમેરિકા વ્યાપાર વાટાઘાટોનો હેતુ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો નહીં, પરંતુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને રાહત અપાવવાનો હતો.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાને ભારત-અમેરિકાના એકતરફી વ્યાપાર કરારને કેમ સ્વીકારી લીધો. તેમણે આરોપ લગાવ્યો કે ૧૦ મે ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકીઓ સામે ઝૂકીને રાષ્ટ્રીય હિતોના ભોગે ‘ઓપરેશન સિંદૂર’ને અચાનક રોકી દેવામાં આવ્યું હતું જેથી ટ્રમ્પ વહીવટીતંત્ર ‘મોદાણી’ સામેના ભ્રષ્ટાચારના તમામ આરોપો હટાવી લે. જયરામ રમેશે સવાલ ઉઠાવ્યો કે, “વડાપ્રધાન આખરે દેશના હિતો સાથે આનાથી વધુ કેટલું સેટલમેન્ટ કરશે?”

આ પણ વાંચો – અટલજી હોત તો શું વિચારતા? કથળતી સંસ્થાઓ, ડરેલા મતદારો અને ‘નિયંત્રિત લોકશાહી’ તરફ વધતો ભારત દેશ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: વડતાલધામના સેવામૂર્તિ સાધુ શ્યામવલ્લભદાસ પંચત્વમાં વિલીન
Next: ગુજરાતના વહીવટીતંત્રમાં મેગા સર્જરી : બદલીઓ પાછળ સરકારનું ‘4 ફોર્મ્યુલા મોડેલ’

Related News

BABA (70)

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે

gujaratex@gmail.com July 15, 2026
BABA (64)

અયોધ્યા બાદ હવે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દાનચોરી : શરૂ કરાયું પૈસા ગણતરીનું લાઈવ પ્રસારણ

gujaratex@gmail.com July 13, 2026
BABA (62)

ઓસ્ટ્રેલિયામાં વડતાલધામ સીડનીની સેવાઓનું સન્માન : ધારાસભ્ય વોરેન કીર્બીએ સંસ્થાને અર્પણ કરી $૧ લાખની કોમ્યુનિટી વાન

gujaratex@gmail.com July 12, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.