Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદ રેલવે પોલીસની ફિલ્મી ઢબે કાર્યવાહી : દિલ્હીમાંથી ગુજરાતના રીઢા ટ્રેન લૂંટારૂને દબોચ્યો

અમદાવાદ રેલવે પોલીસની ફિલ્મી ઢબે કાર્યવાહી : દિલ્હીમાંથી ગુજરાતના રીઢા ટ્રેન લૂંટારૂને દબોચ્યો

gujaratex@gmail.com March 20, 2026
Your paragraph text (20)

અમદાવાદ રેલવે પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમે એક કુખ્યાત ગુનેગારને પકડવા માટે દિલ્હીમાં ફિલ્મી અંદાજમાં ઓપરેશન હાથ ધર્યું અને સફળતાપૂર્વક તેને ધરપકડ કરી છે. આ આરોપી અમિત કુમાર સુખદેવ ઠાકુર (મૂળ બિહારનો વતની) ટ્રેનમાં મુસાફરોને નશીલા પદાર્થો યુક્ત પીણાં પીવડાવી બેભાન કરીને તેમનો કિંમતી સામાન, દાગીના, મોબાઈલ અને એટીએમ કાર્ડની ચોરી કરતો હતો.

આરોપીની ધરપકડ માટે રેલવે પોલીસની ટીમે દિલ્હીમાં 7 દિવસ સુધી સતત રેકી કરી. પોલીસ અધિકારીઓએ પોતાની ઓળખ છુપાવીને ફેરિયા અને ફુગ્ગા વેચનારા તરીકે આરોપીના ઘરની આસપાસ રહીને તેની હિલચાલ પર નજર રાખી. જેવો અમિત ઠાકુર તેના ઘરે પહોંચ્યો કે તરત જ પોલીસે તરાપ મારીને તેને કાબૂમાં લીધો.

આરોપીની મોડસ ઓપરેન્ડી ખૂબ જ જોખમી અને ચાલાકીભરી હતી. તે ટ્રેનના સ્લીપર કોચમાં લાંબી મુસાફરી દરમિયાન સાથે બેઠેલા મુસાફરો સાથે મિત્રતા કેળવતો, તેમનો વિશ્વાસ જીતતો અને પછી તેમના ખાણી-પીણીમાં ઊંઘની ગોળીઓ (જેમ કે અલ્ટ્રાઝોલમ જેવી કેફી દવાઓ) ભેળવી દેતો. મુસાફરો બેભાન થઈ જતાં તે તેમની પાસેથી રોકડ, કિંમતી દાગીના, મોબાઈલ અને એટીએમ કાર્ડ ચોરી લેતો. આ ઉપરાંત તે ચોરેલા એટીએમ કાર્ડથી બેન્કમાંથી પૈસા પણ ઉપાડી લેતો હતો, જેનાથી મુસાફરોના જીવને પણ જોખમ ઊભું થતું હતું.

Join Our WhatsApp Group

મળતી માહિતી મુજબ, અમિત ઠાકુર સામે ગુજરાત સહિત દેશભરમાં 25થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. હાલમાં રેલવે પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે, જેમાં અન્ય અનેક ચોરીના કેસના ભેદ ઉકેલાઈ શકે તેવી શક્યતા છે.

વેસ્ટર્ન રેલવે LCBના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) ચેતન મુધવાણાએ જણાવ્યું હતું કે, “આરોપી દિલ્હીમાં રિક્ષા ચાલક તરીકે કામ કરતો હતો અને ખૂબ જ ચાલાકીથી ગુનાઓ અંજામ આપતો હતો. અમારી ટીમની સતત મહેનત અને બુદ્ધિપૂર્વકની રણનીતિથી આ કુખ્યાત ગુનેગારને પકડવામાં સફળતા મળી છે. આવા તત્વોને કડક કાર્યવાહી કરીને રેલવે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.”આ ધરપકડથી રેલવેના મુસાફરોમાં રાહતની લાગણી છે અને તે રેલવે પોલીસની કાર્યક્ષમતાનું ઉદાહરણ બની રહી છે.

આ પણ વાંચો – સોલા સિવિલમાં આશ્ચર્યજનક ઘટના, ઉંદરે ડોક્ટરની આંખો કોતરી નાંખી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સોલા સિવિલમાં આશ્ચર્યજનક ઘટના, ઉંદરે ડોક્ટરની આંખો કોતરી નાંખી
Next: રાયપુરના 2021ના ‘અનડિટેક્ટ’ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.