Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ઈરાન યુદ્ધ પર કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી : અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથનું સ્પષ્ટ નિવેદન

ઈરાન યુદ્ધ પર કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી : અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથનું સ્પષ્ટ નિવેદન

gujaratex@gmail.com March 19, 2026
1

વોશિંગ્ટન : અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા ઈઝરાયેલ-અમેરિકી યુદ્ધને રોકવા માટે કોઈ “નિશ્ચિત સમયમર્યાદા” નક્કી કરવામાં આવી નથી. ત્રણ અઠવાડિયા પહેલાં શરૂ થયેલા આ યુદ્ધ અંગે ન્યૂઝ કોન્ફરન્સમાં હેગસેથે કહ્યું, “અમે કોઈ ફિક્સ્ડ ટાઈમલાઈન નથી રાખવા માંગતા.” તેમણે વધુમાં જણાવ્યું કે “અમે સંપૂર્ણપણે સાચા માર્ગ પર છીએ” અને યુદ્ધ ક્યારે રોકવું તેનો અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ લેશે.

200 અબજ ડોલરથી વધુની વધારાની માંગ

રક્ષા વિભાગે યુદ્ધના ખર્ચ માટે સંસદ પાસેથી 200 અબજ ડોલરથી વધુની વધારાની રકમ માંગી છે તે અંગેના અહેવાલ પર હેગસેથે કહ્યું, “200 અબજનું આંકડો તો વધુ પણ વધી શકે છે. ખરાબ લોકોને ખતમ કરવામાં પૈસા તો લાગે જ છે.” તેમણે જણાવ્યું કે વિભાગ સંસદમાં જઈને અત્યાર સુધીના ખર્ચ અને આગામી ખર્ચ માટે પૂરતું ફંડ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

Join Our WhatsApp Group

સૈન્ય અધિકારીએ આપી હથિયારોની માહિતી

ન્યૂઝ કોન્ફરન્સમાં અમેરિકાના ટોચના સૈન્ય અધિકારી જનરલ ડેન કાઈન પણ હાજર હતા. તેમણે ઈરાન અને તેના સહયોગીઓ વિરુદ્ધ વિસ્તારમાં વપરાતા હથિયારો અને રણનીતિઓ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે કહ્યું કે અમેરિકી સેના અને તેના સહયોગીઓ પૂરેપૂરા તૈયાર છે અને ઓપરેશનને આગળ વધારવા માટે જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ છે.

યુદ્ધ શરૂ થયાને ત્રણ અઠવાડિયા થયા છે તેમ છતાં અમેરિકી વહીવટે તેને રોકવાની કોઈ સમયમર્યાદા આપી નથી. હેગસેથના નિવેદનથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ વહીવટ આ યુદ્ધને જેટલું જરૂરી સમજશે તેટલું લાંબું ચલાવી શકે છે. નાણાકીય માંગ અને હથિયારોની માહિતીથી લાગે છે કે યુદ્ધ હજુ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

આ પણ વાંચો – નકલી નોટ કાંડમાં રિટાયર્ડ સિનિયર અધિકારી સાથે પ્રદીપના સંબંધોની ચર્ચા, તપાસનો વ્યાપ વધે તેવી શક્યતા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: નકલી નોટ કાંડમાં રિટાયર્ડ સિનિયર અધિકારી સાથે પ્રદીપના સંબંધોની ચર્ચા, તપાસનો વ્યાપ વધે તેવી શક્યતા
Next: ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમ એશિયાથી 2.80 લાખથી વધુ ભારતીયો પરત ફર્યા : વિદેશ મંત્રાલય

Related News

BABA - 2026-04-17T180702.021

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો

gujaratex@gmail.com April 17, 2026
Raghav Chadha BJP

શું રાઘવ ચઢ્ઢા AAP છોડીને ભાજપમાં જોડાશે? સાંસદ મનોજ તિવારીએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું

gujaratex@gmail.com April 16, 2026

સંસદમાં મહિલા અનામત બિલ રજૂ થયા પૂર્વે સીમાંકનનો વિરોધ, તમિલનાડુ CM સ્ટાલિને કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી

gujaratex@gmail.com April 16, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
  • અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
  • “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.