Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, જુઓ કોને કયો હવાલો મળ્યો

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, જુઓ કોને કયો હવાલો મળ્યો

gujaratex@gmail.com July 21, 2026
BABA (80)

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 21 જુલાઈ, 2026ના રોજ રાજ્યપાલની મંજૂરી બાદ રાજ્યમાં 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની સામૂહિક બદલીઓના આદેશો જારી કરાયા છે. અધિક મુખ્ય સચિવ (પર્સનલ) ડૉ. અંજુ શર્માના નોટિફિકેશન અને GAD ના ઉપસચિવ જેમીન શાહની સૂચના મુજબ વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે આ નિમણૂકો કરવામાં આવી છે. વિવિધ જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓ અને સરકારી નિગમોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.

આ બદલીઓની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે

ઊર્જા વિભાગ: વીજ કંપનીઓના નવા વડા

Join Our WhatsApp Group

રાજ્યની મહત્વની વીજ કંપનીઓમાં નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) ની નિમણૂક કરાઈ છે.

ગૌરાંગભાઈ એચ. મકવાણા: MD, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. (UGVCL), મહેસાણા

કે. જે. રાઠોડ: MD, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. (DGVCL), સુરત

એમ. ડી. ચૂડાસમા: MD, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL), રાજકોટ

ડી. કે. પટેલ: ડિરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA), ગાંધીનગર

મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ

શહેરી વહીવટમાં કરાયેલા મહત્વના ફેરફારો.

પ્રભાવ જોશી: જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર પદેથી બદલી કરીને તેમને GIDC (ગાંધીનગર) ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા.

આઈ. આર. વાળા: જૂનાગઢ મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર.

સુથાર રાજ રમેશચંદ્ર: પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર.

સ્મિત સંતોષ લોઢા: સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર.

5 જિલ્લાઓને મળ્યા નવા DDO

રાજ્યના પાંચ જિલ્લાઓમાં નવા જિલ્લા વિકાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

એચ. જે. પ્રજાપતિ: અમરેલી

કે. પી. જોશી: દેવભૂમિ દ્વારકા

ડી. કે. બ્રહ્મભટ્ટ: ગાંધીનગર

હિરેન જિતેન્દ્રભાઈ બારોટ: દાહોદ

કે. એસ. ઝાલા: ડાંગ-આહવા

અન્ય મહત્વના વિભાગો અને નિગમો (IAS)

એમ. પી. પંડ્યા: MD, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ.

બી. કે. જોશી: રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ

સી. બી. ગણાત્રા: MD, ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયઝ કોર્પોરેશન લિ.

પી. બી. રાઠોડ: ડિરેક્ટર, સ્કિલ ડેવલપમેન્ટ

13 GAS અધિકારીઓ (Class-1) ની બદલીઓનું લિસ્ટ

ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના સિનિયર સ્કેલના અધિકારીઓને પણ નવી જવાબદારીઓ સોંપાઈ છે:

વી. કે. પટેલ: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GIDC

વાય. એસ. ચૌધરી: જોઈન્ટ MD, ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન

જી. વી. મિયાણી: સેક્રેટરી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ

એમ. આર. પ્રજાપતિ: સેક્રેટરી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)

એ. કે. પ્રજાપતિ: ડિરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (અરવલ્લી-મોડાસા)

ડી. એન. સાતાણી: જોઈન્ટ ડિરેક્ટર, સિવિલ સપ્લાય્સ વિભાગ (ગાંધીનગર)

એ. કે. કલસારિયા: OSD, ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ નિયામક કચેરી

ડી. એમ. ગોહિલ: જોઈન્ટ કમિશનર, વિશલેષણ કમિટી (સુરત)

પી. સી. દવે અને બી. આર. અહીર: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મહાનગરપાલિકા

કે. એસ. ડાભી: રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC), વલસાડ

એ. એ. ડોડિયા: રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC), અમરેલી

કે. બી. પટેલ: કમિશનર ઓફ જિયોલોજી એન્ડ માઇનિંગના એડિશનલ ડિરેક્ટર (વધારાનો હવાલો)

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ત્રિપુરા પોલીસમાં ખળભળાટ: DGP અનુરાગ ધનખડનું ઓફિસમાં જ શંકાસ્પદ મોત
Next: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: વહીવટી તંત્ર બાદ હવે પોલીસ વિભાગમાં 48 PSI ની સીધી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બદલી

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.