Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ૧૦ સેકન્ડમાં આખી ફેક્ટરી હવામાં ઊડી ગઈ : ગણેશોત્સવ માટે બોમ્બ બનાવતા સર્જાયેલી દુર્ઘટનામાં સંચાલક સહિત ૩ ની ધરપકડ

૧૦ સેકન્ડમાં આખી ફેક્ટરી હવામાં ઊડી ગઈ : ગણેશોત્સવ માટે બોમ્બ બનાવતા સર્જાયેલી દુર્ઘટનામાં સંચાલક સહિત ૩ ની ધરપકડ

gujaratex@gmail.com July 20, 2026
BABA (76)

અમદાવાદના છેવાડે આવેલા વસ્ત્રાલ-ગતરાડ રોડ પર મહેમૂદપુરા કેનાલ નજીક ધમધમતી એક ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં સર્જાયેલા વિનાશક વિસ્ફોટે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. માત્ર ૧૦ સેકન્ડના ટૂંકા ગાળામાં થયેલા આ ભયાનક ધડાકામાં આખો શેડ હવામાં ફંગોળાઈ ગયો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત કુલ ૯ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૫ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

સીસીટીવીમાં કેદ થયો વિસ્ફોટનો ભયાનક મંજર

પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજ મુજબ, બપોરે ૩:૫૪ કલાકે શેડના એક ખૂણામાં સામાન્ય સ્પાર્ક (તણખો) થતો જોવા મળ્યો હતો. સ્પાર્ક થતાં જ અંદર હાજર બે શ્રમિકો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા, પરંતુ આગામી ૫ સેકન્ડમાં જ (૩:૫૫:૦૪ કલાકે) આખી ફેક્ટરી એક પ્રચંડ અને વિનાશક ધડાકા સાથે ઊડી ગઈ હતી. ઘટનાની તપાસ માટે રચાયેલી એસ.આઈ.ટી. (SIT) ના વડા અને એડિશનલ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, કેમિકલ કે ચપ્પલના ઘર્ષણના કારણે પોટેશિયમ, સોડા અને સલ્ફરના જીવલેણ મિશ્રણમાં આ વિસ્ફોટ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

Join Our WhatsApp Group

આંખ સામે જ આખો પરિવાર ખાખ થઈ ગયો

આ ગોઝારા અકસ્માતમાં દાહોદના ઈટાડી ગામના વતની ભરત ચારેલ પર આભ તૂટી પડ્યું છે. આ બ્લાસ્ટમાં તેમની પત્ની રમિલાબેન અને ચાર માસૂમ બાળકો (રિન્કુ, શિવાની, રવિના અને વિરલ) ના ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યા હતા. ૪૦ ટકા જેટલા દાઝી ગયેલા ભરતભાઈએ પોતાની નજર સામે જ હસતા-રમતા પરિવારને રાખમાં ફેરવાતો જોયો છે, જે જાણીને કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે.

ગણેશોત્સવના ઓર્ડર માટે નિયમો નેવે મૂકાયા

પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આગામી ગણેશોત્સવના તહેવાર માટે ‘કોઠી’ અને ‘મિરચી બોમ્બ’ બનાવવાનો મોટો ઓર્ડર મળતાં જ આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવી હતી. કાયદાકીય નિયમ મુજબ કોઈપણ સ્થળે ૧૫ કિલોથી વધુ વિસ્ફોટક સામગ્રી રાખી શકાતી નથી, તેમ છતાં અહીં નફાની લાલચમાં મોટી માત્રામાં જોખમી કેમિકલનો ગેરકાયદે સંગ્રહ કરવામાં આવ્યો હતો.

વિસ્ફોટ થયો ત્યારે ફેક્ટરીનો સંચાલક મેહુલ ડોડિયા અને તેની માતા ખુલ્લા ખેતરમાં બેઠા હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, ઘટના બાદ ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેની માતા રમિલાબેન અને ભાગીદાર સાદીક સૈયદને રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ  વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-9) : અમદાવાદના ડ્રગ્સ નેટવર્કનું નવું ‘એપિસેન્ટર’, પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલા કાળા કારોબારના ભૌગોલિક કેન્દ્રો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-9) : અમદાવાદના ડ્રગ્સ નેટવર્કનું નવું ‘એપિસેન્ટર’, પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલા કાળા કારોબારના ભૌગોલિક કેન્દ્રો
Next: અમદાવાદમાં NEET પેપર લીક અને સોનમ વાંગચૂકના સમર્થનમાં યુવાનો રસ્તા પર ઉતર્યા, શિક્ષણમંત્રીના રાજીનામાની ઉઠી માંગ

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.