Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત હાઈકોર્ટે 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે આપી મંજૂરી

ગુજરાત હાઈકોર્ટે 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે આપી મંજૂરી

gujaratex@gmail.com March 24, 2026
BABA (7)

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે 14 વર્ષની દુષ્કર્મ પીડિતા કિશોરીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. કોર્ટે આ નિર્ણયમાં મેડિકલ રિપોર્ટ અને નિષ્ણાત તબીબોના અભિપ્રાયને મહત્ત્વ આપ્યું છે.

હાઈકોર્ટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજના ત્રણ વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ અને એક મનોચિકિત્સકની ટીમ પાસે પીડિતાની વિગતવાર તપાસ કરાવી હતી. આ રિપોર્ટના આધારે કોર્ટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલને તાત્કાલિક ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપ્યો છે. સર્જરી દરમિયાન નિષ્ણાત ચિકિત્સકો અને એનેસ્થેટિસ્ટની ટીમ હાજર રહે તેની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

અદાલતે બાળકના કલ્યાણ પર વિશેષ ભાર મૂકતા કહ્યું છે કે, જો પીડિત પરિવાર બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય તો રાજ્ય સરકાર અને સંબંધિત એજન્સીઓએ કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 2005 હેઠળ બાળકની તમામ જવાબદારી સંભાળવી પડશે. આમાં તબીબી સહાય, પોષણ અને અન્ય તમામ જરૂરી સુવિધાઓનો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Group

13 માર્ચ 2026ના રોજ સુરેન્દ્રનગરના મૂળી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 61(2)(i), 64(1) તેમજ POCSO એક્ટની વિવિધ કલમો હેઠળ ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. પીડિતાના પરિવારે ગર્ભપાતની મંજૂરી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.કોર્ટે પીડિતા કિશોરીના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને આ માનવીય નિર્ણય લીધો છે.

આ પણ વાંચો- ગુજરાતમાં UCC બિલ 2026: આજે વિધાનસભામાં ચર્ચા, લગ્ન-લિવઇનમાં સમાન કાયદો આવવાની તૈયારી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાતમાં UCC બિલ 2026: આજે વિધાનસભામાં ચર્ચા, લગ્ન-લિવઇનમાં સમાન કાયદો આવવાની તૈયારી
Next: ગાંધીનગરમાં જાહેરમાં ગોળીબાર : 20 લાખની ઉઘરાણીને લઈને બે રાઉન્ડ ફાયરિંગ, એકની હાલત ગંભીર

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.