Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં UCC બિલ 2026: આજે વિધાનસભામાં ચર્ચા, લગ્ન-લિવઇનમાં સમાન કાયદો આવવાની તૈયારી

ગુજરાતમાં UCC બિલ 2026: આજે વિધાનસભામાં ચર્ચા, લગ્ન-લિવઇનમાં સમાન કાયદો આવવાની તૈયારી

gujaratex@gmail.com March 24, 2026
BABA (6)

ગાંધીનગર : ગુજરાત સરકારે આજે (24 માર્ચ 2026) વિધાનસભામાં ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ 2026 (ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026) પર વિસ્તૃત ચર્ચા શરૂ કરવાની છે. જો આ બિલ પસાર થશે તો ગુજરાત ઉત્તરાખંડ પછી દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વ્યક્તિગત કાયદાઓમાં સમાનતા લાવવામાં આવશે.

આ વિધેયકનો મુખ્ય હેતુ તમામ ધર્મો માટે એકસમાન કાનૂની માળખું ઊભું કરવાનો છે. નીચે પ્રમાણે મુખ્ય પ્રાવધાનો હોઈ શકે છે.

લગ્ન અને છૂટાછેડાની નોંધણી ફરજિયાત બનાવવી (નોંધણી ન કરાવનારને દંડની જોગવાઈ).
લિવ-ઇન રિલેશનશિપમાં રજિસ્ટ્રાર પાસે નિવેદન આપવું ફરજિયાત.
લિવ-ઇનમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા અને પૂર્ણ કાનૂની સુરક્ષા.
બહુપત્નીત્વ (પોલિગેમી) પર પ્રતિબંધ.
લગ્ન માટે ન્યૂનતમ વય: પુરુષ માટે 21 વર્ષ અને મહિલા માટે 18 વર્ષ.

Join Our WhatsApp Group

આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ નાગરિકોને લાગુ પડશે અને રાજ્યની બહાર રહેતા ગુજરાતી મૂળના લોકો પર પણ અસર કરશે. તેમ છતાં, અનુસૂચિત જનજાતિ (ST) અને અમુક રૂઢિગત અધિકારો ધરાવતા જૂથોને આ બિલના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યા છે જેથી સામાજિક સંતુલન જળવાઈ રહે.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ લાખો લોકોના સૂચનો અને વિવિધ કાનૂની પાસાઓનો અભ્યાસ કરીને વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. આ અહેવાલના આધારે જ આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે.

સૂત્રો અનુસાર, શાસક પક્ષે તમામ ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને હાજર રહેવાના આદેશ આપ્યા છે. વિપક્ષ (કોંગ્રેસ અને AAP) તરફથી વિરોધની શક્યતા છે અને ચર્ચા તોફાની રહેવાની આશા છે.જો બિલ પસાર થશે તો ગુજરાતમાં વ્યક્તિગત કાયદાઓમાં મોટી ક્રાંતિ આવશે અને સમાનતા, મહિલા અધિકાર અને આધુનિક કાનૂની વ્યવસ્થા તરફ મહત્ત્વનું પગલું ગણાશે.

આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો: ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ SCનો દરજ્જો ગુમાવશે, ખ્રિસ્તી ધર્મ અપનાવનારને SC/ST એક્ટ હેઠળ રક્ષણ નહીં

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો: ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ SCનો દરજ્જો ગુમાવશે, ખ્રિસ્તી ધર્મ અપનાવનારને SC/ST એક્ટ હેઠળ રક્ષણ નહીં
Next: ગુજરાત હાઈકોર્ટે 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે આપી મંજૂરી

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.