Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ખાખી છોડી ખાદી પહેરવાની તૈયારી: આઈજી મનોજ નિનામાનું સ્વૈચ્છિક રાજીનામું

ખાખી છોડી ખાદી પહેરવાની તૈયારી: આઈજી મનોજ નિનામાનું સ્વૈચ્છિક રાજીનામું

gujaratex@gmail.com April 8, 2026
BABA - 2026-04-08T163507.672

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે પોલીસ બેડામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિકમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા 2006 બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે.

રાજ્ય સરકારે આ રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે, જેના કારણે વહીવટી તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સૂત્રોના અનુસાર, IPS મનોજ નિનામા સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે ભાજપ પાસે ટિકિટ માગી છે. શામળાજીના વતની આ અધિકારી હવે ‘ખાખી’ છોડીને ‘ખાદી’ ધારણ કરવા તરફ ડગ માંડી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, મનોજ નિનામા આગામી સમયમાં સક્રિય રાજકારણમાં જોડાઈ શકે છે. તેઓ અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઓડ બેઠક પરથી ભાજપની ટિકિટ માટે દાવેદારી નોંધાવી શકે છે. આવતીકાલ સુધીમાં ભાજપની યાદીમાં તેમનું નામ આવી શકે તેવી પ્રબળ શક્યતા છે.

Join Our WhatsApp Group

જો તેઓ સ્થાનિક ચૂંટણીમાં વિજય મેળવે તો ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને મહત્ત્વના દાવેદાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અરવલ્લી વિસ્તારમાં તેમનો પ્રભાવ જોતાં તેમના રાજકીય પ્રવેશથી સ્થાનિક સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે.

IPS મનોજ નિનામાની પ્રતિક્રિયા

રાજીનામા બાદ મનોજ નિનામાએ કહ્યું, “42 વર્ષની લાંબી નોકરી પછી મેં રાજીનામું આપ્યું છે. સમાજનું મારા પર ઋણ છે, તેને જવાબદારી સમજીને હું આગળ વધી રહ્યો છું. હજુ સુધી કોઈ રાજકીય પક્ષે મારો સંપર્ક કર્યો નથી. જિલ્લો નવો છે, તેની જવાબદારીઓ હું નિભાવીશ.”

જણાવી દઈએ કે મનોજ નિનામા 2006 બેચના IPS અધિકારી છે અને હાલમાં ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી તરીકે ફરજ બજાવતા હતા. તેમના લાંબા અનુભવને કારણે પોલીસ વર્તુળોમાં તેમની ઓળખાણ છે. હવે તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરીને નવી કારકિર્દી શરૂ કરવા માંગે છે.

આ પણ વાંચો – મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ-LPGનો કેટલો પુરવઠો ? સરકારે આપી માહિતી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ-LPGનો કેટલો પુરવઠો ? સરકારે આપી માહિતી
Next: અમદાવાદ પોલીસમાં મોટી બદલી : જેપી જાડેજાને મણિનગર તો જેબી અગ્રવાલને નારોલની જવાબદારી

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.