Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ-LPGનો કેટલો પુરવઠો ? સરકારે આપી માહિતી

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ-LPGનો કેટલો પુરવઠો ? સરકારે આપી માહિતી

gujaratex@gmail.com April 6, 2026
BABA - 2026-04-06T230854.510

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અસ્થિર સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને ગુજરાત સરકારે પેટ્રોલિયમ, LPG અને અન્ય જીવન જરૂરી વસ્તુઓના પુરવઠા પર સતત નજર રાખી છે. આ અંગે આજે અમદાવાદમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ખાતે વિશેષ પ્રેસ બ્રિફિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રિફિંગમાં IOCLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોડલ અધિકારી સંજીબ બેહરા, ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી, કૃષિ વિભાગના એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લ અને PIBના ડાયરેક્ટર જનરલ પ્રશાંત પાઠરા ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી નાગરિકોને ગભરાવાની કે અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી.

Join Our WhatsApp Group

પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ

રાજ્યમાં કુલ 6688 પેટ્રોલ પંપ કાર્યરત છે. જેમાં 5133 જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓના અને 1555 ખાનગી કંપનીઓના આઉટલેટ્સ સામેલ છે. રાજ્યના 17 સપ્લાય પોઈન્ટ્સ પર ઇન્વેન્ટરી સ્તર સામાન્ય છે અને ક્યાંય વિક્ષેપના સમાચાર નથી.

LPG પુરવઠા અને ડિલિવરીની સ્થિતિ

માર્ચ 2026માં 75.68 લાખ રિફિલ બુકિંગ થયા હતા, જેમાંથી 68.03 લાખની ડિલિવરી પૂર્ણ થઈ છે (સામાન્ય મહિને 65-70 લાખ હોય છે). 4 એપ્રિલના રોજ 1,76,983 બુકિંગ સામે 2,43,088 સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી.

ડિલિવરીનો સમય અગાઉ 1 દિવસનો હતો, જે હાલમાં લગભગ 4 દિવસનો છે, પરંતુ બેકલોગ ઝડપથી ઘટાડવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 88% બુકિંગ ઓનલાઈન થાય છે (રાષ્ટ્રીય સરેરાશ 80-85%). હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને 100% પુરવઠો સુનિશ્ચિત કરાયો છે. PMUY (ઉજ્જવલા) હેઠળ માર્ચમાં 16,11,771 રિફિલ આપવામાં આવ્યા.

5 કિગ્રા સિલિન્ડરની માંગ

રાજ્યમાં સરેરાશ 2 લાખ 5 કિગ્રા FTL સિલિન્ડર વેચાય છે. 23 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે 74,622 સિલિન્ડર વેચાયા છે.

કોમર્શિયલ LPG પુરવઠા પર મર્યાદા

કોમર્શિયલ LPGમાં 70% કેપ મૂકવામાં આવી છે. પ્રાથમિકતા આ પ્રમાણે છે.

100% પુરવઠો: હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ
70%: ફાર્મા, ડેરી, સીડ પ્રોસેસિંગ, એરલાઈન્સ, રેલવે કેન્ટીન
25%: રેસ્ટોરન્ટ, ઢાબા, કોર્પોરેટ કેન્ટીન
20%: સ્ટીલ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, કેમિકલ વગેરે

નાગરિકો માટે અપીલ

ગભરાટમાં પેનિક બાયિંગ ન કરો.
માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરો.
LPG બુકિંગ માટે ડિજિટલ મોડ (માયLPG એપ) વાપરો.
શક્ય હોય ત્યાં PNG અથવા ઈલેક્ટ્રિક વિકલ્પો અપનાવો.
ઊર્જાની બચત કરો અને બિનજરૂરી ભીડ ટાળો.

સરકારે પુનરોચ્ચાર કર્યો છે કે રાજ્યમાં ઇંધણ અને LPGની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.

આ પણ વાંચો – હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે ભારતના આઠ એલપીજી ટેન્કર : રોયટર્સ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે ભારતના આઠ એલપીજી ટેન્કર : રોયટર્સ
Next: ખાખી છોડી ખાદી પહેરવાની તૈયારી: આઈજી મનોજ નિનામાનું સ્વૈચ્છિક રાજીનામું

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.