Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • કુબેરનગર ચોકીથી સંચાલિત નેટવર્ક? સરદારનગરમાં દારૂ-જુગાર બેફામ

કુબેરનગર ચોકીથી સંચાલિત નેટવર્ક? સરદારનગરમાં દારૂ-જુગાર બેફામ

gujaratex@gmail.com April 15, 2026
BABA - 2026-04-15T210607.383
  • દોઢ મહિનાથી સક્રિય જયપાલ, માર્ચના PI ટ્રાન્સફર બાદ વધી ગતિવિધિ; વાયરલ વીડિયો છતાં કાર્યવાહી ગાયબ

અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂ અને જુગારના ગેરકાયદેસર ધંધાઓ ફરી બેફામ બની ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી સ્પષ્ટ દેખાય છે. આ બધું સામે હોવા છતાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, જયપાલ છેલ્લા દોઢ મહિનાથી સરદારનગર વિસ્તારમાં સક્રિય છે. માર્ચના શરૂઆતમાં અમદાવાદ શહેરમાં થયેલા PI લેવલના ટ્રાન્સફર બાદ જ તેની હલચલ આ વિસ્તારમાં તેજ બની છે. તેની કાયદેસર પોસ્ટિંગ અન્ય વિસ્તારમાં હોવા છતાં, તેની સતત હાજરી ખાસ કરીને સરદારનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતી કુબેરનગર પોલીસ ચોકી આસપાસ નોંધાઈ રહી છે.

સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, જયપાલ પોતાના સાથીઓ લગધીર, સંદીપ અને સ્થાનિક સિદ્ધરાજ સાથે મળીને સમગ્ર વહિવટ સંભાળી રહ્યો છે. વિસ્તારમાં ચાલતા દારૂના ઠેકાણાઓ, જુગારધામો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સીધી ગોઠવણ થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

Join Our WhatsApp Group

જાણકારો જણાવે છે કે જયપાલ અગાઉ પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ઉઘરાણી અને પરમિશન આધારિત ગેરકાયદેસર સિસ્ટમ ઉભી કરી છે. હાલ સરદારનગરમાં પણ એ જ મોડેલ દૃશ્યમાન થઈ રહ્યો છે. ગેરકાયદેસર ધંધાઓ માટે નક્કી દર, નિયમિત ઉઘરાણી અને તેના બદલામાં સંરક્ષણ મળતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયો માત્ર કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા નથી બતાવતા, પરંતુ ગોઠવણબદ્ધ નેટવર્કની હાજરી તરફ સીધો ઈશારો કરે છે. સ્થાનિકોમાં ખુલ્લેઆમ ચર્ચા છે કે સરદારનગરમાં દારૂ પાણીની જેમ વહે છે અને કોઈ પણ પ્રકારનો ભય કે કડકાઈ જોવા મળતી નથી.

આ સમગ્ર મામલામાં સરદારનગર પોલીસ સ્ટેશન અને તેની હેઠળની કુબેરનગર પોલીસ ચોકીની ભૂમિકા પર સીધા સવાલો ઊભા થયા છે. ખુલ્લેઆમ ચાલતા ધંધાઓ સામે કાર્યવાહી ન થવી માત્ર બેદરકારી નથી, પરંતુ સંભવિત સંડોવણી તરફ પણ ઈશારો કરે છે.

હાલ સુધી તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ કાર્યવાહી સામે આવી નથી. પરંતુ જે રીતે વીડિયો બહાર આવી રહ્યા છે અને જમીન સ્તરે આક્ષેપો વધી રહ્યા છે, તે જોતા આ મુદ્દો હવે માત્ર સ્થાનિક નહીં પરંતુ તંત્રની વિશ્વસનીયતાનો કસોટીબિંદુ બની ગયો છે. હવે જોવાનું એ છે કે જવાબદાર અધિકારીઓ આ ગોઠવણ સામે કડક પગલાં લે છે કે નહીં?

આ પણ વાંચો – ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ : 26,196 ઉમેદવારો વચ્ચે થશે મુકાબલો, 313 બેઠકો બિનહરીફ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ : 26,196 ઉમેદવારો વચ્ચે થશે મુકાબલો, 313 બેઠકો બિનહરીફ
Next: રાજપીપળામાં હાઈ વોલ્ટેજ ડ્રામાઃ નાંદોદની ઉમરવા બેઠકના કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ ખેંચવા દબાણ કરાયાનો આક્ષેપ

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.