Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ ૨૦૨૬ : ભાજપનો પ્રચંડ દબદબો, કોંગ્રેસ-આપ માટે આંચકા સમાન પરિણામો

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ ૨૦૨૬ : ભાજપનો પ્રચંડ દબદબો, કોંગ્રેસ-આપ માટે આંચકા સમાન પરિણામો

gujaratex@gmail.com April 28, 2026
BABA (10)

ગાંધીનગર: ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ૨૬,૧૯૬ બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ૨૬ એપ્રિલે સરેરાશ ૫૭% મતદાન બાદ આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં કેસરિયો લહેરાવ્યો છે, જોકે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ અને અપક્ષોએ મજબૂત ટક્કર આપીને ચોંકાવનારા પરિણામો આપ્યા છે.

મહાનગરપાલિકાઓની સ્થિતિ: ક્યાંક ક્લીન સ્વીપ તો ક્યાંક ઉલટફેર

મહાનગરપાલિકાઓમાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મોરબીમાં ભાજપે તમામ ૫૨ બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું છે. નવસારીમાં નવી બનેલી મનપામાં ૫૨માંથી ૫૦ બેઠકો જીતીને ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. સુરતમાં ભાજપનો દબદબો યથાવત છે, પરંતુ ૫ વર્ષ બાદ વૉર્ડ નં. ૧૨ માં અરશદ ઝરીવાલાની જીત સાથે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં ચમત્કાર કરનાર આમ આદમી પાર્ટી (AAP) સુરતમાં હજુ સુધી એક પણ બેઠક મેળવી શકી નથી.

Join Our WhatsApp Group

અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ૭૦ વર્ષમાં પહેલીવાર ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં ભાજપની પેનલ હારી છે અને કોંગ્રેસે વિજય મેળવ્યો છે. જોકે, બાપુનગર વૉર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોની જીત સાથે પેનલ તૂટી છે. વડોદરામાં વૉર્ડ નં. ૧ માં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબેન રાવતનો પરાજય થયો છે, જ્યારે કોંગ્રેસના બળવાખોર હરીશ પટેલ અપક્ષ તરીકે જંગી લીડથી જીત્યા છે.

નગરપાલિકાઓમાં જંગ: ભાજપનો ભગવો અને કોંગ્રેસની લડત

નગરપાલિકાઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ખંભાળિયામાં ભાજપે ૩૬માંથી ૩૦ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે અહીં ‘આપ’ ૫ બેઠકો સાથે ખાતું ખોલાવવામાં સફળ રહ્યું છે. વિરમગામમાં ભાજપની રણનીતિ સફળ રહી છે અને ૧૯ બેઠકો સાથે સત્તામાં વાપસી કરી છે.

સામે પક્ષે, સાબરકાંઠાની વડાલી નગરપાલિકામાં કોંગ્રેસે ૨૪માંથી ૨૦ બેઠકો જીતીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. વડોદરાની ડભોઈ નગરપાલિકા પણ કોંગ્રેસે ૨૫ બેઠકો સાથે કબજે કરી છે. વાપીમાં કોંગ્રેસ અને આપને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે ત્યાં એક અપક્ષની પેનલ વિજેતા બની છે.

વ્યક્તિગત વિજય અને વિશેષ નોંધ

મહેસાણા: કમલમ (ભાજપ કાર્યાલય) માં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશ ભીલ વૉર્ડ નં. ૧૩ માંથી ભાજપની ટિકિટ પર વિજેતા બન્યા છે.

ઉના: જાણીતી ગાયિકા રાજલ બારોટ ઉના નગરપાલિકાની બેઠક પરથી વિજયી થયા છે.

સુરત: પાસ નેતા અલ્પેશ કથિરીયાની પત્ની કાવ્યા કથિરીયા વૉર્ડ નં. ૩ માંથી વિજેતા બન્યા છે.

હિંસાની છૂટીછવાઈ ઘટના
સુરતના વૉર્ડ નં. ૧૯ માં પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. હાર-જીતની મજાક ઉડાવવા બાબતે મામલો બિચક્યો હતો અને પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી.

આ પણ વાંચો – ઈરાનની નવી ઓફર: ‘પરમાણુ કરાર વગર પણ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તૈયાર’, શું અમેરિકા નૌકાદળની નાકાબંધી હટાવશે?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઈરાનની નવી ઓફર: ‘પરમાણુ કરાર વગર પણ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તૈયાર’, શું અમેરિકા નૌકાદળની નાકાબંધી હટાવશે?
Next: બંગાળ ચૂંટણીમાં મોદીનો છેલ્લો દાવ : મતદારોને પત્ર લખી રામ મંદિર અને ‘વિકસિત બંગાળ’નો સંકલ્પ દોહરાવ્યો

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.