Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • બંગાળ ચૂંટણીમાં મોદીનો છેલ્લો દાવ : મતદારોને પત્ર લખી રામ મંદિર અને ‘વિકસિત બંગાળ’નો સંકલ્પ દોહરાવ્યો

બંગાળ ચૂંટણીમાં મોદીનો છેલ્લો દાવ : મતદારોને પત્ર લખી રામ મંદિર અને ‘વિકસિત બંગાળ’નો સંકલ્પ દોહરાવ્યો

gujaratex@gmail.com April 28, 2026
BABA (11)

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાન પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના મતદારોને એક વિશેષ પત્ર લખીને ભાવુક અપીલ કરી છે. આ પત્રમાં પીએમ મોદીએ રામ મંદિર અને મા કાલી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, “પશ્ચિમ બંગાળમાં સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મને પરિવારના સભ્યો તરફથી જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તેણે મને નવી શક્તિ આપી છે. ભલે તે યુવા શક્તિ હોય કે મહિલા શક્તિ, આપણા ખેડૂત ભાઈ-બહેનો હોય, મજૂરો હોય કે વેપારીઓ – દરેક જણ ‘વિકસિત બંગાળ’ના નિર્માણ માટે દ્રઢ સંકલ્પિત છે.” પત્રની સાથે પીએમ મોદીએ બંગાળી ભાષામાં એક ઓડિયો સંદેશ પણ જારી કર્યો છે.

અયોધ્યા અને આધ્યાત્મિક અનુભૂતિની યાદ અપાવી
પ્રધાનમંત્રીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પશ્ચિમ બંગાળ સાથેના પોતાના ભાવનાત્મક જોડાણને જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વેના આધ્યાત્મિક અનુભવ સાથે સરખાવ્યું હતું. તેમણે લખ્યું કે, “જ્યારે જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યારે મેં 11 દિવસનું અનુષ્ઠાન અને વ્રત કર્યું હતું. આ ચૂંટણીમાં પણ મને એ જ અનુભૂતિ થઈ છે, જે કોઈ દેવી મંદિરમાં દર્શન સમયે થાય છે.” નોંધનીય છે કે, અગાઉના કેટલાક પ્રચારમાં રામ મંદિરનો ઉલ્લેખ ટાળ્યા બાદ, બંગાળના અંતિમ દિવસે પીએમએ ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે.

পশ্চিমবঙ্গের পুরো নির্বাচনী প্রচার চলাকালীন আমি আমার পরিবারবর্গের কাছ থেকে যে অগাধ স্নেহ ও আশীর্বাদ পেয়েছি, তা আমাকে এক নতুন শক্তিতে ভরিয়ে দিয়েছে। এখানকার যুবশক্তি হোক বা নারীশক্তি, আমাদের কৃষক ভাই-বোন হোক, শ্রমিক বা ব্যবসায়ী, সকলেই ‘বিকশিত বাংলা’ গড়ার জন্য সংকল্পবদ্ধ। এই… pic.twitter.com/Gki1Ochc2D

— Narendra Modi (@narendramodi) April 27, 2026

Join Our WhatsApp Group

પરિવર્તન અને વિકાસની માંગ

પીએમ મોદીએ પત્રમાં જણાવ્યું કે વર્ષો સુધી “ડરના પડછાયામાં જીવ્યા” પછી હવે મતદારો પરિવર્તન અને વિકાસ ઈચ્છે છે. તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના શાસન પર પ્રહાર કરતા કહ્યું કે, લોકો હવે ભયમુક્ત વાતાવરણ, વધુ સારી તકો અને સુરક્ષા શોધી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, “દીકરીઓ સન્માન અને સુરક્ષા ઈચ્છે છે. હવે બંગાળને ભાજપની જરૂર છે. ડરમાં જીવવાનું બંધ કરો, હવે ભરોસાની જરૂર છે.”

ચૂંટણી પ્રચારને ગણાવી ‘આધ્યાત્મિક યાત્રા’

પ્રધાનમંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં તેમનો ચૂંટણી પ્રચાર એક રાજકીય કવાયત કરતા વધુ “આધ્યાત્મિક યાત્રા” જેવો હતો. કાળઝાળ ગરમી અને સતત રેલીઓ છતાં તેમને ક્યારેય થાક લાગ્યો નથી કારણ કે તેમને જનતાનો સ્નેહ અને મા કાલીના આશીર્વાદ મળ્યા છે. તેમણે મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોના ઉત્સાહની પ્રશંસા કરતા કહ્યું કે બંગાળના લોકોનો આ પ્રેમ તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

पश्चिम बंगाल के मेरे परिवारजनो, लोकतंत्र के महोत्सव में बीजेपी की विजय का ध्वज फहराने का सुनहरा अवसर आपके सामने है। मुझे विश्वास है कि 29 अप्रैल को आप मतदान का नया रिकॉर्ड बनाएंगे। इस ऐतिहासिक अवसर को लेकर मैंने ऑडियो संदेश के माध्यम से अपनी भावनाएं व्यक्त की हैं… pic.twitter.com/17Afzc7Hsy

— Narendra Modi (@narendramodi) April 27, 2026

પ્રચારના અંતિમ દિવસે ભાજપની જીતનો વિશ્વાસ

સોમવારે સાંજે પ્રચારના અંતિમ કલાકોમાં ઉત્તર 24 પરગણાના બેરકપુરમાં એક વિશાળ રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિધાનસભા ચૂંટણી પછી ભાજપની સરકાર બનશે. તેમણે હૂંકાર કર્યો કે, “બંગાળમાં હું જ્યાં પણ ગયો ત્યાં લોકોનો મૂડ જોયો છે. મને વિશ્વાસ છે કે 4 મે પછી મારે ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે ફરી બંગાળ આવવું પડશે.” આ રેલીમાં તેમણે TMC શાસનને “સિન્ડિકેટ રાજ”, રાજકીય હિંસા અને ઘૂસણખોરી માટે જવાબદાર ઠેરવ્યું હતું.

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 142 બેઠકો માટે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન બુધવારે (29 એપ્રિલ) યોજાશે.

આ પણ વાંચો – ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ ૨૦૨૬ : ભાજપનો પ્રચંડ દબદબો, કોંગ્રેસ-આપ માટે આંચકા સમાન પરિણામો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ ૨૦૨૬ : ભાજપનો પ્રચંડ દબદબો, કોંગ્રેસ-આપ માટે આંચકા સમાન પરિણામો
Next: ઓડિશા: બેંકના નિયમોની જડતા સામે એક ભાઈની લાચારી, મૃત બહેનનું કંકાલ લઈને બેંક પહોંચતા મચ્યો ખળભળાટ

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.