Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: AIADMKમાં ભંગાણ, ૩૦ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજયની સરકારને આપ્યું સમર્થન

તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: AIADMKમાં ભંગાણ, ૩૦ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજયની સરકારને આપ્યું સમર્થન

gujaratex@gmail.com May 12, 2026
14

ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં એક અભૂતપૂર્વ વળાંક આવ્યો છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી AIADMK (અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ) માં મોટું ભંગાણ પડ્યું છે. પૂર્વ કાયદા મંત્રી સી.વી. ષણમુગમના નેતૃત્વમાં ૩૦ ધારાસભ્યોએ બળવો કરીને મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની ‘ટીવીકે’ (TVK) સરકારને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.

પલાણીસ્વામી પર ગંભીર આક્ષેપો

મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સી.વી. ષણમુગમ અને એસ.પી. વેલુમણીએ એડપ્પાદી કે. પલાણીસ્વામી (EPS) પર આકરા પ્રહારો કર્યા હતા. ષણમુગમે આક્ષેપ કર્યો કે, “પલાણીસ્વામીએ સત્તાની લાલચમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાથે ગુપ્ત ગઠબંધન કરીને સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. AIADMKની સ્થાપના જ DMKના વિરોધ માટે થઈ હતી, ત્યારે તેમની સાથે જવું એ પક્ષના અસ્તિત્વને ખતમ કરવા જેવું છે.”

Join Our WhatsApp Group

બળવાખોર જૂથે સ્પષ્ટ કર્યું કે જનતાએ વિજય અને તેમની પાર્ટીને જનાદેશ આપ્યો છે, તેથી તેઓ જનતાના વિશ્વાસ સાથે રમત કરવા માંગતા નથી. આ જૂથે હવે એસ.પી. વેલુમણીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે.

AIADMK માં પકડ નબળી પડી

સૂત્રોના જણાવ્યા અનુસાર, AIADMK ના કુલ ૪૭ ધારાસભ્યોમાંથી ૩૦ ધારાસભ્યો હવે ષણમુગમ-વેલુમણી જૂથ સાથે છે. આ ઘટનાક્રમ તમિલનાડુના રાજકારણમાં પલાણીસ્વામી માટે મોટો ફટકો માનવામાં આવે છે. બળવાખોર ધારાસભ્યોએ જણાવ્યું કે પક્ષની સતત થઈ રહેલી હાર (૨૦૨૧, ૨૦૨૪ અને ૨૦૨૬) અંગે મંથન જરૂરી છે, પરંતુ નેતાગીરી માત્ર પોતાની મહત્વાકાંક્ષા સંતોષવામાં વ્યસ્ત છે.

મુખ્યમંત્રી વિજયનો વધુ એક મોટો નિર્ણય: રાજ્યમાં ૭૧૭ દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે જનતાને આપેલું વધુ એક વચન પૂરું કર્યું છે. તેમણે રાજ્યભરમાં ફેલાયેલી ૭૦૦થી વધુ દારૂની દુકાનોને તાળાબંધી કરવાનો આદેશ આપ્યો છે.

કઈ દુકાનો બંધ થશે?

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેશનોથી ૫૦૦ મીટરના દાયરામાં આવતી તમામ દુકાનો બે અઠવાડિયામાં બંધ કરી દેવામાં આવશે.

આ યાદી નીચે પ્રમાણે છે

૨૭૬ દુકાનો ધાર્મિક સ્થળો પાસેની

૧૮૬ દુકાનો શાળાઓ/કોલેજો પાસેની

૨૫૫ દુકાનો બસ સ્ટેન્ડ પાસેની

હાલમાં તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા ૪,૭૬૫ દુકાનો ચલાવવામાં આવે છે, જેમાંથી આ ૭૧૭ દુકાનો કાયમી ધોરણે બંધ થઈ જશે. વિજયના આ નિર્ણયને મહિલા સંગઠનો અને સામાજિક કાર્યકરો દ્વારા વ્યાપક સમર્થન મળી રહ્યું છે.

આ પણ વાંચો – શપથ લેતા જ સંઘર્ષ: મફત વીજળી અને સોનાની ભેટ જેવા વાયદાઓ વિજય માટે ગળાનું હાડકું બનશે?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: શપથ લેતા જ સંઘર્ષ: મફત વીજળી અને સોનાની ભેટ જેવા વાયદાઓ વિજય માટે ગળાનું હાડકું બનશે?
Next: NEET 2026 પરીક્ષા રદ: પેપર લીકના વિવાદ બાદ NTAનો મોટો નિર્ણય, હવે CBI તપાસ કરશે

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.