Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • NEET 2026 પરીક્ષા રદ: પેપર લીકના વિવાદ બાદ NTAનો મોટો નિર્ણય, હવે CBI તપાસ કરશે

NEET 2026 પરીક્ષા રદ: પેપર લીકના વિવાદ બાદ NTAનો મોટો નિર્ણય, હવે CBI તપાસ કરશે

gujaratex@gmail.com May 12, 2026
16

નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત ૩ મેના રોજ લેવાયેલી NEET 2026ની પરીક્ષાને પેપર લીકના ગંભીર આરોપો અને વ્યાપક ચર્ચાઓ બાદ રદ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ NTAએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સાથે જ સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફરી લેવાશે પરીક્ષા : વિદ્યાર્થીઓને નવી ફી ભરવી પડશે નહીં

NTAએ સ્પષ્ટતા કરી છે કે આ પરીક્ષા ફરીથી આયોજિત કરવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડનું શેડ્યૂલ ટૂંક સમયમાં અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની કે કોઈ વધારાની ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. અગાઉ જમા કરાયેલી ફી પણ પરત કરવામાં આવશે અને નવી પરીક્ષા NTAના પોતાના સંસાધનો દ્વારા લેવામાં આવશે.

Join Our WhatsApp Group

રાહુલ ગાંધીના આકરા પ્રહાર: “NEET હવે પરીક્ષા નહીં, હરાજી બની ગઈ છે”

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “NEET હવે પરીક્ષા નથી રહી, તે એક હરાજી બની ગઈ છે. પરીક્ષાના ૪૨ કલાક પહેલા જ વોટ્સએપ પર પ્રશ્નપત્રો વેચાઈ રહ્યા હતા.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, ૨૨ લાખથી વધુ બાળકોએ આખું વર્ષ દિવસ-રાત એક કરીને મહેનત કરી હતી, પરંતુ તેમનું ભવિષ્ય બજારમાં નીલામ કરી દેવામાં આવ્યું. છેલ્લા ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક અને ૪૮ વખત ફરીથી પરીક્ષા લેવી પડી છે. ભારતના યુવાનોના સપના માટે મોદી સરકારથી મોટું કોઈ જોખમ નથી.

વિપક્ષનો એકસૂરે વિરોધ

માત્ર રાહુલ ગાંધી જ નહીં, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મામલે સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર પેપર લીકની ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે લાખો તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.

આ પણ વાંચો – તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: AIADMKમાં ભંગાણ, ૩૦ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજયની સરકારને આપ્યું સમર્થન

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: AIADMKમાં ભંગાણ, ૩૦ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજયની સરકારને આપ્યું સમર્થન
Next: સરદારનગરમાં મુંગડાનું જુગારધામ : સંગઠિત આપરાધિક તંત્ર, દાયકાઓ બાદ શહેરમાં ફરી માથું ઊંચકતું સિન્ડિકેટ ક્રાઇમ

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.