Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • સંપાદકીય
  • પુનઃપ્રારંભ : લોકતંત્ર, મીડિયા અને અમારી પ્રતિબદ્ધતા

પુનઃપ્રારંભ : લોકતંત્ર, મીડિયા અને અમારી પ્રતિબદ્ધતા

gujaratex@gmail.com March 4, 2026
1

લોકતંત્ર માત્ર ચૂંટણીની પ્રક્રિયા નથી; તે સતત સંવાદ, અસહમતિ, પ્રશ્નો અને પારદર્શિતાની સંસ્કૃતિ પર આધારિત વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં મીડિયાની ભૂમિકા કેન્દ્રીય અને નૈતિક બંને છે. તે માત્ર માહિતી પહોંચાડવાનું સાધન નથી, પરંતુ જાહેર વિવેકનો સંરક્ષક અને સત્તાની જવાબદારીનો પ્રહરી છે. જ્યારે રાજકીય, આર્થિક અથવા સામાજિક શક્તિનું કેન્દ્રીકરણ વધે છે અને ચર્ચા ધ્રુવીકૃત બને છે, ત્યારે સ્વતંત્ર અને જવાબદાર મીડિયાની આવશ્યકતા વધુ પ્રખર બની જાય છે.

“જો મને એવી સરકાર પસંદ કરવાની હોય જેમાં અખબારો ન હોય, અને એવા અખબારો પસંદ કરવા હોય જેમાં સરકાર ન હોય, તો હું એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બીજા વિકલ્પને પસંદ કરીશ.”

અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ થોમસ જેફરસનનું આ નિવેદન લોકતંત્રમાં મીડિયાની અનિવાર્યતાને ઉજાગર કરે છે. પરંતુ સ્વતંત્રતા એટલે અનિયંત્રિત્તા નથી. મીડિયાની શક્તિ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે આત્મઅનુશાસન, તથ્ય પરીક્ષણ અને નૈતિક જવાબદારીથી બંધાયેલી હોય. સ્વતંત્રતા અને જવાબદારી એકબીજાના પૂરક છે, વિરોધી નથી.. પરંતુ સ્વતંત્રતા એટલે અનિયંત્રિત્તા નથી. મીડિયાની શક્તિ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે આત્મઅનુશાસન, તથ્ય પરીક્ષણ અને નૈતિક જવાબદારીથી બંધાયેલી હોય. સ્વતંત્રતા અને જવાબદારી એકબીજાના પૂરક છે, વિરોધી નથી.

Join Our WhatsApp Group

ડિજિટલ યુગે માહિતીને તાત્કાલિક અને સર્વસુલભ બનાવી છે. પરંતુ આ જ તાત્કાલિકતાએ એક નવી પ્રવૃત્તિ જન્માવી છે. તે છે “બ્રેકિંગ” ની દોડ. ગતિની આ સ્પર્ધામાં સંદર્ભ અને તથ્યપરીક્ષણ ઘણીવાર પાછળ રહી જાય છે. હેડલાઇન અસરકારક હોઈ શકે, પરંતુ જો તેમાં તથ્યની મજબૂતી ન હોય તો તે લોકતંત્રની ચર્ચાને નબળી પાડે છે. સમાજને ઉત્તેજના નહીં, સ્પષ્ટતા જોઈએ; આક્ષેપ નહીં, પુરાવા જોઈએ.

ગૂજરાત એક્સક્લૂસિવની સ્થાપના 2019માં એ વિચાર સાથે થઈ હતી કે ગુજરાતની નબજને તથ્યો, વિશ્લેષણ અને સંતુલન સાથે રજૂ કરવામાં આવે. પ્રથમ જ વર્ષે 6.7 મિલિયન વાચકો સાથે ગુજરાતી ડિજિટલ મીડિયામાં બીજા સ્થાને પહોંચવું અમારી માટે સિદ્ધિ કરતાં વધુ જવાબદારી હતી. કોવિડના કઠિન સમયમાં અમારી સંપાદકીય ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ અને અસરકારક વિશ્લેષણ દ્વારા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે લાવ્યા. તે સમયમાં દબાણ આવ્યું, ધમકીઓ મળી, બદનામીના પ્રયત્નો થયા છતાં અમારી ટીમ વ્યાવસાયિક ધોરણો અને સંપાદકીય સ્વતંત્રતા પર અડગ રહી. 2023માં મહામારીથી ઉપજેલા આર્થિક સંકટને કારણે અમને પ્રકાશન સ્થગિત કરવું પડ્યું, પરંતુ અમારા વિચાર અને પ્રતિબદ્ધતા ક્યારેય સ્થગિત થયા નથી.

આજે એ જ સંપાદકીય ટીમ ફરી એકવાર એકસાથે ઊભી છે. આ પુનઃપ્રારંભ માત્ર એક ડિજિટલ મંચનું પુનઃસંચાલન નથી, પરંતુ મૂલ્યોની પુનઃસ્થાપના છે. અમારી પ્રાથમિકતા “સૌથી પહેલા” નહીં, “સૌથી સાચું” રહેશે. અમે વિસ્તૃત, સંદર્ભસભર અને ચકાસાયેલ રિપોર્ટિંગને પ્રાથમિકતા આપશું. ઊંડાણપૂર્ણ તપાસ, વિશ્લેષણાત્મક લેખન અને સમાજને વિચારવા પ્રેરિત કરતી સામગ્રી અમારા સંપાદકીય કેન્દ્રમાં રહેશે.

પત્રકાર Walter Lippmannએ લખ્યું હતું કે, “પત્રકારિતામાં સત્ય કહેનાથી ઊંચો કોઈ નિયમ કે કાયદો હોઈ શકે નહીં.”
અમે આ સિદ્ધાંતને અમારી દિશા માનીએ છીએ. સ્વતંત્ર મીડિયા એટલે કોઈ વિચારધારાનો વિસ્તરણ નહીં, પરંતુ જાહેર હિતની રક્ષા. સત્તા કોઈ પણ સ્વરૂપમાં હોય, પત્રકારિતાનો ધર્મ છે કે તે પ્રશ્ન પૂછે, પરંતુ પૂર્વગ્રહથી નહીં, તથ્યોના આધાર પર.

અમે હાલ ગુજરાતી ભાષામાં પુનઃપ્રારંભ કરી રહ્યા છીએ, કારણ કે લોકતંત્રની સાચી ધબકાર પ્રાદેશિક ભાષાઓમાં સંભળાય છે. ટૂંક સમયમાં અમે અંગ્રેજીમાં પણ પ્રકાશન શરૂ કરીશું, જેથી ગુજરાતનો સંવાદ વિશાળ રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિપ્રેક્ષમાં રજૂ થઈ શકે. હાલમાં વેબસાઇટ પર તકનીકી સુધારા અને માળખાકીય ઉન્નતિનું કાર્ય ચાલી રહ્યું છે, અને એક અઠવાડિયામાં અમે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જઈશું.

મીડિયાની જવાબદારી માત્ર સંસ્થાની નહીં, સમાજની પણ છે. જો વાચકો સંસનીને પ્રોત્સાહન આપશે તો તે વધશે; જો તેઓ સંતુલન અને તથ્યોને મહત્વ આપશે તો તે મજબૂત બનશે. ગૂજરાત એક્સક્લૂસિવ આ સંયુક્ત જવાબદારીને સ્વીકારે છે અને પોતાના વાચકોને આ લોકતંત્રના સંવાદમાં સક્રિય સહભાગી બનવા આમંત્રણ આપે છે.

આજે હોળીનો તહેવાર છે વિવિધ રંગોનો, પરંતુ અંતે સમરસતા અને નવીકરણનો પ્રતીક. તે આપણને યાદ અપાવે છે કે સત્ય અને સાહસના મૂળ ઊંડા હોય છે. એ જ ભાવના સાથે ગૂજરાત એક્સક્લૂસિવ ફરીથી તથ્યોના રંગો સાથે, વિચારની ગૌરવતા સાથે અને લોકતંત્ર પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા સાથે તમારા સમક્ષ છે.

તમને સર્વેને હોળીની હાર્દિક શુભકામનાઓ। જય શ્રી સ્વામિનારાયણ !

સંપાદક
અભિષેક પાંડેય
ગુજરાત એક્સક્લૂસિવ

આ પણ વાંચો- બિહારમાં મોટો રાજકીય વળાંક : નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ છોડી રાજ્યસભા તરફ? પુત્ર નિશાંતને ડેપ્યુટી સીએમની જવાબદારી મળી શકે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: બિહારમાં મોટો રાજકીય વળાંક : નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ છોડી રાજ્યસભા તરફ? પુત્ર નિશાંતને ડેપ્યુટી સીએમની જવાબદારી મળી શકે
Next: ઈરાન FM અરાગચીએ USને કહ્યું- ખોટો નિર્ણય લીધો, ડુબાડેલું યુદ્ધપોત ‘ભારતીય નૌકાદળનો મહેમાન’

Related News

BABA (89)

આંદોલન સામે AK-47 : સત્તાની સૌથી ખતરનાક ભાષા

gujaratex@gmail.com July 28, 2026
BABA (88)

એલ્ગોરિધમના ચક્રવ્યૂહમાં લોકશાહી : જ્યારે સત્ય પણ વ્યક્તિગત બની જાય

gujaratex@gmail.com July 27, 2026
BABA (85)

‘કોકરોચ’ માત્ર આંદોલન નથી, દેશના યુવાનોના તૂટતા વિશ્વાસનો વિસ્ફોટ છે

gujaratex@gmail.com July 23, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.