Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ગાંધીનગરમાં ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, માત્ર ૫ મહિનામાં આરોપીને આજીવન કેદ

ગાંધીનગરમાં ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, માત્ર ૫ મહિનામાં આરોપીને આજીવન કેદ

gujaratex@gmail.com May 30, 2026
BABA - 2026-05-30T170736.302

ગાંધીનગર: બાળકો સામેના જઘન્ય અપરાધોમાં કાયદો કોઈ પણ પ્રકારની ઢીલાશ નહીં રાખે, તેવો એક કડક અને સ્પષ્ટ સંદેશ આપતો ચુકાદો ગાંધીનગરની પોક્સો (POCSO) કોર્ટે આપ્યો છે. ગાંધીનગરના સેક્ટર-૨૪ માં માત્ર ચાર વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં કોર્ટે આરોપી રામ યાદવને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે. પોલીસની ઝડપી તપાસ અને ન્યાયતંત્રની વેગવંતી સુનાવણીના કારણે પીડિતાને ટૂંકા ગાળામાં જ ન્યાય મળ્યો છે. કોર્ટે જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસ ફટકારી છે. આ ઉપરાંત, પીડિતાને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે કેદમાં દોષિતનું મોત થાય પછી જ લાશ તેના વાલીને સોંપવા માટે હુકમ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ગત ૮ ડિસેમ્બરના રોજ ગાંધીનગરના સેક્ટર-૨૪ વિસ્તારમાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. રામ યાદવ નામના શખ્સે ચાર વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ હતી. મામલાની ગંભીરતાને જોતા ગાંધીનગર પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને આરોપીને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

Join Our WhatsApp Group

ધરપકડ સમયે પોલીસે કરવું પડ્યું હતું ફાયરિંગ

આરોપી રામ યાદવ એટલો શાતિર હતો કે જ્યારે પોલીસની ટીમ તેની ધરપકડ કરવા પહોંચી, ત્યારે તેણે કાયદાને શરણે થવાના બદલે પોલીસથી બચીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે આરોપીને કોઈપણ ભોગે ફરાર થવા દેવા માંગતી ન હોવાથી તેને રોકવા માટે ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી અને અંતે તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

માત્ર ૧૩ દિવસમાં ચાર્જશીટ, ૫ મહિનામાં ચુકાદો

આ કેસમાં ગુજરાત પોલીસ અને ન્યાયિક તંત્રની કામગીરી અત્યંત પ્રશંસનીય અને દાખલારૂપ રહી છે. પોલીસે રાત-દિવસ એક કરીને ગુનાને લગતા તમામ જરૂરી અને વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કર્યા હતા અને ધરપકડના માત્ર ૧૩ દિવસના અત્યંત ટૂંકા ગાળામાં જ કોર્ટ સમક્ષ મજબૂત ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

પોલીસની આ ઝડપી કામગીરીને પગલે કોર્ટમાં પણ ન્યાયિક પ્રક્રિયા અત્યંત ઝડપથી ચાલી હતી. કોર્ટે માત્ર ૫ મહિનામાં કેસની તમામ સુનાવણી અને દલીલો સાંભળીને પોતાનો અંતિમ ચુકાદો આપી દીધો છે.

આજીવન કેદ અને ૧૦ લાખનો દંડ

આજે ગાંધીનગરની પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આરોપી રામ યાદવને આજીવન કેદની કડક સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે માનવીય અભિગમ દાખવીને પીડિત બાળકીના પરિવારને આર્થિક સહાયરૂપે રૂપિયા ૧૦ લાખનું વળતર ચૂકવવા માટે પણ આરોપીને દંડ ફટકાર્યો છે. આ કેસની ઝડપી તપાસ અને કડક સજાના પગલે સામાન્ય જનતાનો ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે.

આ પણ વાંચો – GE Impact : ચાંદખેડા અને થલતેજમાં SMCની 6 ટીમોના હુક્કા બાર પર દરોડા, નેટવર્ક પાછળના વિશાલ વાઘેલા સહિતના વહીવટદારો સલામત

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: GE Impact : ચાંદખેડા અને થલતેજમાં SMCની 6 ટીમોના હુક્કા બાર પર દરોડા, નેટવર્ક પાછળના વિશાલ વાઘેલા સહિતના વહીવટદારો સલામત
Next: ‘ભારત-નેપાળ બંનેએ એકબીજાની જમીન પર કબજો કર્યો છે’ – નેપાળી PM બાલેન્દ્ર શાહના દાવા પર વિવાદ

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.