Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • મુસ્લિમોમાં પણ સગીરા સાથે નિકાહ ગેરકાયદેસર, લાગુ પડશે પોક્સો કાયદો

મુસ્લિમોમાં પણ સગીરા સાથે નિકાહ ગેરકાયદેસર, લાગુ પડશે પોક્સો કાયદો

gujaratex@gmail.com July 9, 2026
BABA (51)
  • પર્સનલ લો કરતાં પોક્સો કાયદો સર્વોપરી: મુસ્લિમ સમાજમાં સગીરા સાથે નિકાહ ગેરકાયદેસર ગણાશે – અલ્હાબાદ હાઇકોર્ટ

નવી દિલ્હી: દેશમાં બાળ લગ્ન અને સગીરોના યૌન શોષણને લઈને અલ્હાબાદ હાઇકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પોક્સો (POCSO) કાયદો તમામ ધર્મના નાગરિકોને સમાન ધોરણે લાગુ પડે છે. કોર્ટના મતે, કોઈપણ ધર્મનો પર્સનલ લો દેશના પોક્સો કાયદા કરતાં મોટો ન હોઈ શકે. આ ચુકાદા અનુસાર, મુસ્લિમ સમાજમાં પણ ૧૮ વર્ષથી ઓછી વયની સગીરા સાથે નિકાહ ગેરકાયદેસર છે અને શરિયા કાયદા હેઠળ સગીર વયે નિકાહ કરાવવા એ પોક્સો કાયદાનું સીધું ઉલ્લંઘન છે.

શરિયા કાયદો અને પોક્સો વચ્ચેનો ટકરાવ

ન્યાયાધીશ જે.જે. મુનીર અને અચલ સચદેવની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે દેશમાં બાળ લગ્ન પર પ્રતિબંધ મુકતો કાયદો અને સગીરો સાથે થતા યૌન શોષણને રોકવા માટે પોક્સો કાયદો અમલમાં છે. શરિયા કાયદો ભલે પ્યુબર્ટી (સામાન્ય રીતે ૧૫ વર્ષની ઉંમર) ને નિકાહ માટે યોગ્ય માનતો હોય, પરંતુ તેનાથી દેશના બાળ લગ્ન વિરોધી કાયદા અને પોક્સો બન્નેનો ભંગ થાય છે. ન્યાયાધીશોએ સ્પષ્ટ કર્યું કે દેશના તમામ નાગરિકો માટે લગ્નની ઉંમર એક સમાન છે અને તેમાં નાગરિકનો ધર્મ વચ્ચે ન આવી શકે.

Join Our WhatsApp Group

શું હતો સમગ્ર મામલો?

આ મામલો ઉત્તર પ્રદેશના બુલંદશહેર સાથે જોડાયેલો છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પોલીસે એક ૧૬ વર્ષની મુસ્લિમ સગીરાના નિકાહ અટકાવ્યા હતા અને ૧૯ લોકો સામે એફઆઈઆર (FIR) દાખલ કરી હતી. આરોપીઓએ આ FIR રદ કરાવવા હાઇકોર્ટમાં અપીલ કરી હતી. અરજદારોની દલીલ હતી કે શરિયા કાયદો ૧૫ વર્ષની ઉંમર આસપાસ નિકાહની છૂટ આપે છે, તેથી પર્સનલ લો પર બાળ લગ્ન વિરોધી કાયદો લાગુ ન થઈ શકે. જોકે, હાઇકોર્ટે તેમની આ તમામ દલીલોને ફગાવી દીધી હતી.

લગ્નનો અર્થ શારીરિક સંબંધ, તેથી લાગશે પોક્સો

હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ પર્સનલ લો દેશના પોક્સો કાયદાની કાનૂની અસરને ખતમ ન કરી શકે. જો ૧૮ વર્ષથી ઓછી વયે લગ્નની છૂટ આપવામાં આવે તો તે પોક્સો કાયદાનું ઉલ્લંઘન છે, કારણ કે લગ્ન અને શારીરિક સંબંધો એકબીજા સાથે જોડાયેલા છે. પોક્સો કાયદા મુજબ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવો એ બળાત્કાર (રેપ) ગણાય છે.

નોંધનીય છે કે, અગાઉ કેરળ હાઇકોર્ટે પણ આ જ પ્રકારનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે પર્સનલ લો બાળ લગ્ન વિરોધી કાયદાથી ઉપર ન હોઈ શકે. બાળ લગ્ન વિરોધી કાયદા મુજબ દોષિતોને બે વર્ષની કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા થઈ શકે છે. આ ગુનામાં સામેલ માતા-પિતા અને પરિવારજનો સામે પણ કડક કાર્યવાહીની જોગવાઈ છે. એટલું જ નહીં, આવા લગ્નને કાયદેસર રીતે શૂન્ય (રદબાતલ) ગણવામાં આવે છે, એટલે કે તેનું કોઈ કાનૂની અસ્તિત્વ રહેતું નથી.

આ પણ વાંચો – અમદાવાદ એરપોર્ટ લૂંટકેસમાં શહેરના ‘Kલાકાર કંપની’ના મહીપાલ અને સાથીઓ?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદ એરપોર્ટ લૂંટકેસમાં શહેરના ‘Kલાકાર કંપની’ના મહીપાલ અને સાથીઓ?
Next: આફતની ઓથમાં સુરત: ખાડીઓ ઓવરફ્લો થતાં શહેરમાં પૂરની સ્થિતિ, NDRF-SDRF એક્શનમાં, ૩૮૬૨ લોકોનું સ્થળાંતર

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.