Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (71)

અમદાવાદ : ગુજરાતના સૌથી મોટા લોકમેળા અને આસ્થાના પ્રતીક સમાન અમદાવાદની ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આવતીકાલે, અષાઢી બીજ (૧૬ જુલાઈ) ના પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજી, મોટા ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપશે. આ મહાપર્વની પૂર્વસંધ્યાએ એટલે કે આજે (૧૫ જુલાઈ) જમાલપુર સ્થિત નિજમંદિર પરિસર સંપૂર્ણપણે ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું છે.

ખલાસી ભાઈઓ દ્વારા રથોનું આગમન અને રથપૂજન

પરંપરા મુજબ, જે રથોમાં સવાર થઈને ત્રણેય દેવતાઓ અમદાવાદના રાજમાર્ગો પર વિહરવાના છે, તે પવિત્ર રથોને આજે વિધિવત પૂજન-અર્ચન બાદ મંદિર પરિસરમાં લાવવામાં આવશે. આ ઐતિહાસિક ધાર્મિક વિધિ માટે વહેલી સવારથી જ સેંકડો ખલાસી ભાઈઓ મંદિર પરિસરની બરાબર સામે આવેલા રથખાના ખાતે પહોંચી ગયા હતા. રથયાત્રાના સમગ્ર માર્ગ દરમિયાન કોઈ વિઘ્ન ન આવે અને રથ શાંતિપૂર્ણ રીતે આગળ વધે તે માટે રથોને અત્યંત મજબૂત જાડા દોરડાઓ વડે બાંધવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આશરે ૨૦૦ થી વધુ ખલાસી ભાઈઓ “જય રણછોડ, માખણચોર” ના ગગનભેદી નારાઓ સાથે એક પછી એક ત્રણેય રથોને ખેંચીને ઉત્સાહભેર મંદિર પરિસરમાં લાવીને સ્થાપિત કરશે.

Join Our WhatsApp Group

આજના દિવસની મુખ્ય ધાર્મિક વિધિઓ અને આકર્ષણો

રથયાત્રાની પૂર્વસંધ્યાએ મંદિરમાં અનેક શાસ્ત્રોક્ત વિધિઓ યોજાઈ રહી છે, જે નીચે મુજબ છે:

ભગવાનના સોનાવેશ દર્શન: વહેલી સવારે ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને કિંમતી સુવર્ણ અલંકારો પહેરાવીને ‘સોનાવેશ’થી સુશોભિત કરવામાં આવ્યા છે. વર્ષમાં ગણતરીના દિવસોમાં જ થતા આ દર્શનનો લાભ લેવા ભક્તો પડાપડી કરી રહ્યા છે.

ગજરાજ પૂજન: રથયાત્રાની શાન ગણાતા અને સૌથી આગળ ચાલતા ગજરાજોની (હાથીઓની) શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવી છે.

રથ પ્રતિષ્ઠા: સવારે મંત્રોચ્ચાર વચ્ચે મંદિરના પવિત્ર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવશે.

રથ પૂજન અને મહાઆરતી: રથોના આગમન બાદ સાધુ-સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશેષ રથ પૂજન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

સંધ્યા આરતી: સાંજના સમયે વિશેષ શણગાર સાથે ભવ્ય સંધ્યા આરતી કરાશે, જેનો લહાવો લેવા હજારો ભક્તો ઉમટી પડશે.

સુરક્ષા અને વ્યવસ્થાનો આખરી ઓપ

રથયાત્રા પૂર્વે જ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. હરિભક્તોના ભજન-કીર્તન અને જયઘોષથી સમગ્ર વાતાવરણ મંગલકારી બની ગયું છે. બીજી તરફ, લાખોની મેદનીને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને હજારો જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આવતીકાલે અષાઢી બીજની આ ઐતિહાસિક નગરચર્યાનો મંગલ પ્રારંભ થશે.

આ પણ વાંચો – ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
Next: POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.