Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • મનપસંદ માત્ર ઝાંખી! ઉપેન્દ્ર રાયજાદાએ બુટલેગરોના હવાલે કર્યું અમદાવાદનું ગૌરવ

મનપસંદ માત્ર ઝાંખી! ઉપેન્દ્ર રાયજાદાએ બુટલેગરોના હવાલે કર્યું અમદાવાદનું ગૌરવ

gujaratex@gmail.com August 7, 2026
BABA - 2026-08-07T121231.209

અમદાવાદ: દરિયાપુરના ચર્ચિત ‘મનપસંદ જીમખાના’ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના દરોડા બાદ ખાકી અને કાળા કારોબારના સેટિંગબાજોના ચહેરા પરથી માસ્ક ઉતરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મનપસંદ તો ‘વહીવટદાર’ ઉપેન્દ્રસિંહ રાયજાદાના કાળા કારનામાઓની માત્ર એક નાની ઝાંખી છે. રાયજાદાનું નેટવર્ક શહેરના અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ ભ્રષ્ટાચારના અડ્ડા ચલાવી રહ્યું છે.

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપેન્દ્રસિંહ રાયજાદાનો વહીવટ માત્ર મનપસંદ જુગારધામ પૂરતો સીમિત નથી, પરંતુ કાગડાપીઠ અને રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનનો વહીવટ પણ તેના જ ઈશારે ચાલે છે.

અમદાવાદના ગૌરવ સમાન રિવરફ્રન્ટને બુટલેગરોનું ધામ બનાવી દેવામાં આવ્યું છે. જે રિવરફ્રન્ટને અમદાવાદનું ઘરેણું, સુંદરતાનું પ્રતીક અને સૈલાણીઓ માટેનું શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે, તેને ઉપેન્દ્ર રાયજાદાના ‘કારસ્થાનો’ અને પરમિશનની નીતિએ દેશી દારૂના અડ્ડામાં ફેરવી નાખ્યું છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટના કિનારે, રાયજાદાની છત્રછાયા હેઠળ ધમધોકાર દેશી દારૂના સ્ટેન્ડ શરૂ કરાવી દેવાયા છે.

Join Our WhatsApp Group

બુટલેગરોને આપવામાં આવેલી ખુલ્લી પરવાનગીને કારણે રિવરફ્રન્ટ પર ફરવા આવતા સૈલાણીઓ, પરિવારજનો, મહિલાઓ અને સ્થાનિક રાહદારીઓને સતત અસુરક્ષા અને દારૂડિયાઓની પજવણીનો સામનો કરવો પડી રહ્યો છે. દારૂડિયાઓની ‘ઓપન એર પાર્ટી’ માટે અમદાવાદના સૌથી સુંદર પ્રવાસી સ્થળને રાયજાદાના વહીવટે બુટલેગરોના અડ્ડા અને સેફ ઝોનમાં ફેરવી મૂક્યું છે.

જે રિવરફ્રન્ટ પર પોલીસનું કડક પેટ્રોલિંગ હોવું જોઈએ, ત્યાં દેશી દારૂની હાટડીઓ આખરે કોના આદેશથી ખુલ્લેઆમ ચાલી રહી છે? જાણકારોનું કહેવું છે કે જ્યાં સુધી ઉપેન્દ્ર રાયજાદા જેવા વહીવટદાર બુટલેગરોને પ્રોટેક્શન આપતા રહેશે, ત્યાં સુધી કાયદાનું પાલન થવાનું નથી. અમદાવાદની જનતા અને પ્રવાસીઓની સુરક્ષા સાથે રમત રમવાનો હક્ક કોઈ વહીવટદારને નથી.

આ પણ વાંચો – મનપસંદ રેડમાં નાર્કોટિક્સ નેટવર્ક અને આંગડિયા કનેક્શનની તપાસ! ‘વહીવટદાર’ ઉપેન્દ્રસિંહ રાયજાદા અને કલ્યાણસિંહ સુધી રેલો પહોંચશે ?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મનપસંદ રેડમાં નાર્કોટિક્સ નેટવર્ક અને આંગડિયા કનેક્શનની તપાસ! ‘વહીવટદાર’ ઉપેન્દ્રસિંહ રાયજાદા અને કલ્યાણસિંહ સુધી રેલો પહોંચશે ?
Next: મનપસંદ પર SMCના દરોડા બાદ PCBની ચાંદખેડામાં જુગારધામ સામે કાર્યવાહી, સવાલ એ જ: જુગાર, હુક્કા અને દારૂના ‘સ્ટેન્ડ’ને સંરક્ષણ આપનાર સુધી ખાકી ક્યારે પહોંચશે?

Related News

BABA - 2026-08-22T175617.380

જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T160705.142

પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T155018.968

ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?

gujaratex@gmail.com August 22, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો
  • પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી
  • ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?
  • મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.