Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • વડતાલધામ ખાતે નવા સર્કલનું લોકાર્પણ, મંત્રી રમણ સોલંકી અને કમલેશ પટેલ ઉપસ્થિત

વડતાલધામ ખાતે નવા સર્કલનું લોકાર્પણ, મંત્રી રમણ સોલંકી અને કમલેશ પટેલ ઉપસ્થિત

gujaratex@gmail.com March 15, 2026
1

આણંદ: વડતાલધામ ખાતે નિર્મિત નવા સર્કલનું રવિવારે સવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રમણભાઈ સોલંકી (કેબિનેટ મંત્રી, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો) અને કમલેશભાઈ પટેલ (રાજ્ય મંત્રી, નાણા, પોલીસ હાઉસિંગ અને જેલ) ઉપસ્થિત રહ્યા હતા. સર્કલનું ઉદ્ઘાટન રાકેશપ્રસાદજી મહારાજ ના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો વિપુલભાઈ પટેલ અને યોગેશભાઈ બાપજી સહિત સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.

નવા સર્કલનું નિર્માણ અંદાજે 20×20 વિસ્તારામાં કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 20 ફૂટ ઊંચું મંદિર આકારનું સ્થાપત્ય બનાવાયું છે. સર્કલના ચારેય ખૂણાઓ પર નવ ફૂટ ઊંચી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાઓ ફાઇબરથી તૈયાર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સમગ્ર સર્કલના નકશા ગોકુલધામ નાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને લગભગ એક વર્ષમાં નિર્માણ કાર્ય પૂર્ણ થયું હોવાનું જણાવાયું છે.

Join Our WhatsApp Group

કાર્યક્રમ દરમિયાન મંત્રોચ્ચાર, પુષ્પવર્ષા અને શ્રીફળ સાથે સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરની આરતી કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રસંગે મોહનપ્રસાદદાસજી સ્વામી, સંતવલ્લભદાસજી સ્વામી, દેવપ્રકાશદાસજી સ્વામી સહિત અનેક સંતો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જે. જે. પટેલનો ઐતિહાસિક વિજય, પ્રથમ પસંદગીના મતોમાં ક્વોટા પાર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જે. જે. પટેલનો ઐતિહાસિક વિજય, પ્રથમ પસંદગીના મતોમાં ક્વોટા પાર
Next: ગુજરાતમાં LPG સિલિન્ડર સંકટ વચ્ચે રાજ્ય પોલીસ વડાનો કડક સંદેશ: ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી સામે એક્શન મોડ

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.