Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • મધ્ય પ્રદેશ : ઇન્દોરમાં ગટર સફાઈ દરમિયાન નિગમના બે કર્મચારીઓના મોત- 60 લાખ વળતરની જાહેરાત

મધ્ય પ્રદેશ : ઇન્દોરમાં ગટર સફાઈ દરમિયાન નિગમના બે કર્મચારીઓના મોત- 60 લાખ વળતરની જાહેરાત

gujaratex@gmail.com March 3, 2026
1

ઈન્દોર (03 માર્ચ 2026) : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સોમવારે (2 માર્ચ) સીવર સફાઈ દરમિયાન ઝેરી ગેસના સંપર્કમાં આવતાં નગર નિગમના બે કર્મચારીઓના દમ ઘૂટીને મોત થયા છે. મૃતકોની ઓળખ કરણ યાદવ અને અજય ડોડી તરીકે થઈ છે.

હિંદુસ્તાન ટાઇમ્સ અને અન્ય મીડિયા અહેવાલો મુજબ, આ ઘટના ચોઇથરામ હોસ્પિટલના ગેટ પાસે દેવી અહિલ્યાબાઈ હોલ્કર ફળ અને શાકભાજી મંડીની સામે સાંજે લગભગ 6:30 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સફાઈ અભિયાન દરમિયાન સીવર સક્શન મશીનનો એક પાઇપ તૂટીને ચેમ્બરમાં પડી ગયો હતો. આ પાઇપને બહાર કાઢવા માટે કરણ યાદવ ચેમ્બરમાં ઉતર્યા અને ઝેરી ગેસના કારણે બેહોશ થઈ ગયા. તેમને બચાવવા માટે અજય ડોડી પણ નીચે ઉતર્યા પરંતુ તેઓ પણ ઝેરી ગેસની ચપેટમાં આવીને બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન બંનેના દમ ઘૂટીને મોત થયા હતા.

રાજ્ય આપદા રાહત બળ (SDRF)ની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. અતિરિક્ત પોલીસ ઉપાયુક્ત સુમિત કેરકટ્ટા અને પોલીસ ઉપાયુક્ત શ્રીકૃષ્ણ લાલચંદાનીએ આ વિગતો આપીને ઘટનાની પુષ્ટી કરી હતી.

Join Our WhatsApp Group

એક પ્રત્યક્ષદર્શીએ હિંદુસ્તાન ટાઇમ્સને જણાવ્યું કે બંને કર્મચારીઓ સુરક્ષા ઉપકરણો (માસ્ક, ઓક્સિજન સિલિન્ડર વગેરે) વગર જ ચેમ્બરમાં ઉતર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ઘટના બાદ બે કલાક સુધી પોલીસ, નગર નિગમના કર્મચારીઓ કે એમ્બ્યુલન્સ પણ મોકે પહોંચી ન હતી. રાહદારીઓએ જાતે જ બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

મુખ્યમંત્રી મોહન યાદવે ઘટના પર શોક વ્યક્ત કર્યો અને બંને પરિવારોને 30-30 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ આદેશ સુપ્રીમ કોર્ટના 2023ના નિર્દેશ મુજબ છે, જેમાં સીવર સફાઈ દરમિયાન મોત થતાં પરિવારને 30 લાખ રૂપિયા મુઆવજો આપવાનું અને તે ઘટના બાદ 3 અઠવાડિયામાં જ આપવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ આ રકમ 10 લાખ હતી, જેને કોર્ટે વધારી છે.

ઈન્દોર નગર નિગમે રાત્રે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે સેપ્ટિક ટેંક ખાલી કર્યા બાદ વાહનથી પાણી છોડતી વખતે આ ઘટના બની હતી. કમિશનર ક્ષિતિજ સિંઘલે કહ્યું કે કરણ યાદવ પાઇપ બહાર કાઢવા માટે ઉતર્યા અને અજય તેમને બચાવવા ગયા.

આ ઘટના મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013ના ઉલ્લંઘનને ફરી ઉજાગર કરે છે, જેમાં સીવરમાં માણસને મોકલવા પર પૂર્ણ પ્રતિબંધ છે અને વિશેષ પરિસ્થિતિમાં પણ 27 નિયમોનું પાલન કરવું જરૂરી છે. છતાં પણ દરરોજ આવા હાદસા બને છે, જે સુરક્ષા માપદંડો અને મશીનરીના અભાવને દર્શાવે છે.

આ પણ વાંચો-વડોદરામાં 28.47 કરોડની મોટી છેતરપિંડી કેસ : વોર્ડ વિઝાર્ડ મેડિકેરના પૂર્વ CEO ડૉ. સંતોષ ગઢવીની અમદાવાદમાંથી ધરપકડ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: પાકિસ્તાનના કરાચીમાં અમેરિકી કોન્સ્યુલેટ પર હિંસક પ્રદર્શન : ઈરાની સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈના મોત પછી 9ના મોત, અનેક ઘાયલ
Next: અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલાનો ચોથો દિવસ : ટ્રમ્પ બોલ્યા- 4-5 દિવસથી વધારે સમય ચાલું રહેશે અભિયાન

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.