Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હોબાળો: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત ૫૦ કાર્યકરોની અટકાયત

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હોબાળો: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત ૫૦ કાર્યકરોની અટકાયત

gujaratex@gmail.com April 1, 2026
BABA (75)

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આજે ભારે રાજકીય હોબાળો મચી ગયો હતો. આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત આશરે ૫૦ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.

મળતી માહિતી અનુસાર, ઈસુદાન ગઢવી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને અન્ય કાર્યકરો સાથે એક પાર્ટી કાર્યકર દીપક કુમાર સિંગ પર નોંધાયેલી ફરિયાદના વિરોધમાં રજૂઆત કરવા ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમનો આરોપ હતો કે બિહારના આ કાર્યકર પર પોલીસે ખોટી રીતે લૂંટની કલમ લગાવી દીધી છે.

સ્ટેશનમાં પહોંચતા જ ઈસુદાન ગઢવી અને ખંભાળિયા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. આ બોલાચાલી ઝડપથી માથાકૂટમાં ફેરવાઈ ગઈ. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ ઘટનાનો મોબાઈલથી વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને અટકાવ્યા. આનાથી કાર્યકરો વધુ ઉશ્કેરાઈ ગયા અને પોલીસ સ્ટેશનમાં જ ભારે હોબાળો મચી ગયો.

Join Our WhatsApp Group

AAP कार्यकर्ता की गैर क़ानूनी गिरफ्तारी के खिलाफ पुलिस स्टेशन गए AAP के प्रदेश अध्यक्ष @isudan_gadhvi जी को ही भाजपा की पुलिस ने गिरफ्तार कर लिया।

गुजरात में AAP की बढ़ती लोकप्रियता से डर रही है भाजपा।

#BJPFearsAAPInGujarat pic.twitter.com/dTi9B3omJQ

— AAP (@AamAadmiParty) April 1, 2026

પરિસ્થિતિ વધુ વિકરાળ બનતાં DYSP, LCB અને SOGના મોટા પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો કાબૂમાં લાવ્યો. આ દરમિયાન ઈસુદાન ગઢવી સહિત આશરે ૫૦ કાર્યકરોને લગભગ ૨ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં જ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.

આપના આકરા આરોપો

ઘટના બાદ આમ આદમી પાર્ટીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને સરકાર અને પોલીસ વહીવટ પર તીવ્ર પ્રહારો કર્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને ગુંડાગીરીની ફરિયાદો તો અવગણવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ અથવા પાર્ટી કાર્યકર માટે રજૂઆત કરવા જાય ત્યારે પોલીસ તેમની વાત સાંભળવાને બદલે અટકાયત કરી લે છે.

ઈસુદાન ગઢવી અને આપ ગુજરાતે વધુમાં આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પાર્ટીએ માંગ કરી છે કે દીપક કુમાર સિંગ પર લગાવેલી લૂંટની ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

આ ઘટનાએ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને વિરોધપક્ષો વચ્ચે નવો વિવાદ શરૂ થવાની સંભાવના છે.

આ પણ વાંચો – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર: ૨૬ એપ્રિલે મતદાન

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર: ૨૬ એપ્રિલે મતદાન
Next: ગુજરાત પોલીસમાં મોટા પરિવર્તન : 35 અધિકારીઓને આંતરિક બદલી અને વધારાના ચાર્જ સોંપાયા

Related News

BABA - 2026-04-17T095635.084

અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર

gujaratex@gmail.com April 17, 2026
1

અમદાવાદ મનપા ચૂંટણીઃ મતદાન પૂર્વે જ કોંગ્રેસે 6 બેઠકો ગુમાવી, ભાજપને સીધો જ લાભ

gujaratex@gmail.com April 16, 2026
Rain_SKT (1)

ગુજરાતમાં 18 એપ્રિલ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં, પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે

gujaratex@gmail.com April 16, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
  • અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
  • “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.