Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા બાદ રાઘવ રાઘવ ચઢ્ઢાએ કહ્યું – ‘મને ખામોશ કરાઈ દેવામાં આવ્યો છે, હું હાર્યો નથી’

રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા બાદ રાઘવ રાઘવ ચઢ્ઢાએ કહ્યું – ‘મને ખામોશ કરાઈ દેવામાં આવ્યો છે, હું હાર્યો નથી’

gujaratex@gmail.com April 3, 2026
BABA (81)

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પહેલી વખત પોતાની જ પાર્ટી વિરુદ્ધ જાહેરમાં અવાજ ઉઠાવ્યો છે. તેમણે એક ભાવુક વીડિયો જારી કરીને પૂછ્યું છે કે તેમને રાજ્યસભાના ડેપ્યુટી લીડરના પદેથી કેમ હટાવવામાં આવ્યા છે અને કહ્યું છે કે સંસદમાં “સામાન્ય માણસ”ના મુદ્દાઓ ઉઠાવવાની સજા તેમને આપવામાં આવી છે.

‘ખામોશ કરવામાં આવ્યો છું, હાર્યો નથી’ શીર્ષકવાળા વીડિયોમાં રાઘવ ચડ્ઢા સંસદની બહાર ઊભા રહીને સમર્થકોને સીધા સંબોધન કરતા જોવા મળે છે. તેમણે પૂછ્યું છે કે તેમણે એવું શું કર્યું કે તેમની સામે આવી કાર્યવાહી કરવામાં આવી.

એક સમયે અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવતા ચઢ્ઢાએ કહ્યું, “હું એવા મુદ્દાઓ ઉઠાવું છું જેની સંસદમાં સામાન્ય રીતે ચર્ચા થતી નથી. હું લોકોની સમસ્યાઓ અને ચિંતાઓની વાત કરું છું. પરંતુ શું લોકો માટે બોલવું એ અપરાધ છે? શું મેં કંઈ ખોટું કર્યું છે?”

Join Our WhatsApp Group

ગુરુવારે આપે રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને પંજાબના સાંસદ અશોક મિત્તલને રાઘવ ચડ્ઢાની જગ્યાએ નવા ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કર્યા હતા.

રાઘવ ચડ્ઢાએ કહ્યું કે તેઓ સમજી શકતા નથી કે જે મુદ્દાઓને ઉઠાવવા માટે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી, તે જ મુદ્દાઓ ઉઠાવવા બદલ તેમને કેમ ચૂપ કરાવવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું, “પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને કહ્યું છે કે મને સંસદમાં બોલવાની પરવાનગી ન આપવામાં આવે. પરંતુ કોણ મને ચૂપ કરાવવા માંગે છે? હું ‘આમ આદમી’ માટે બોલું છું. મેં ડિલિવરી વર્કર્સ, એરપોર્ટ પર મોંઘા ખોરાક અને ટોલ પ્લાઝા પરની ‘લૂંટ’ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જ્યારે મેં આ મુદ્દાઓ ઉઠાવ્યા ત્યારે સામાન્ય માણસને ફાયદો થયો, તો પાર્ટીને શું નુકસાન થઈ રહ્યું હતું?”

સમર્થકોને અપીલ કરતાં તેમણે કહ્યું, “હું તમારો છું અને તમારા માટે છું, મારો હાથ અને સાથ ન છોડતા.”

તેમણે રાજકીય પુનરાગમનનો સંકેત પણ આપ્યો અને પાર્ટીને ચેતવણી આપી કે તેમના મૌનને કમજોરી ન સમજવામાં આવે. તેમણે કહ્યું, “મારી ચૂપ્પીને હાર ન સમજશો. હું એવી નદી જેવો છું જે સમય આવે ત્યારે પૂર બની જાય છે.”

તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર સંસદમાં આપેલા પોતાના ભાષણોનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેની સાથે માત્ર એક આંખનો ઈમોજી જ લખ્યો છે.

રાઘવ ચઢ્ઢાને પદેથી હટાવવાની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે તેમના અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મતભેદની ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચડ્ઢા પાર્ટીના અનેક મહત્ત્વના કાર્યક્રમોમાં દેખાતા નથી. કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેવા વરિષ્ઠ નેતાઓ જેલમાં હતા ત્યારે પણ તેઓ સડક પરના વિરોધ પ્રદર્શનોમાં જોવા મળ્યા ન હતા.

રાઘવ ચઢ્ઢા પાર્ટીની શરૂઆતથી જ આપ સાથે જોડાયેલા છે. 26 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા, 2020માં દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતી અને પછી રાજ્યસભામાં પહોંચ્યા. તેઓ પાર્ટીના સૌથી યુવા અને અગ્રણી પ્રવક્તાઓમાંના એક ગણાતા હતા. નવા ડેપ્યુટી લીડર અશોક મિત્તલે આ ફેરફારને સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયા ગણાવ્યો છે અને કહ્યું છે કે પાર્ટીમાં બધું સારું છે.

આ પણ વાંચો – 6 લાખ બેરલ ઈરાની ક્રૂડ ઓઈલ લઈને ગુજરાત આવતું જહાજ અચાનક ચીન તરફ વળી ગયું

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: 6 લાખ બેરલ ઈરાની ક્રૂડ ઓઈલ લઈને ગુજરાત આવતું જહાજ અચાનક ચીન તરફ વળી ગયું
Next: ‘મોદીના ડરથી બોલતા નથી?’- રાઘવ ચઢ્ઢા પર આમ આદમી પાર્ટીનો આકરો હુમલો

Related News

BABA (70)

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે

gujaratex@gmail.com July 15, 2026
BABA (64)

અયોધ્યા બાદ હવે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દાનચોરી : શરૂ કરાયું પૈસા ગણતરીનું લાઈવ પ્રસારણ

gujaratex@gmail.com July 13, 2026
BABA (62)

ઓસ્ટ્રેલિયામાં વડતાલધામ સીડનીની સેવાઓનું સન્માન : ધારાસભ્ય વોરેન કીર્બીએ સંસ્થાને અર્પણ કરી $૧ લાખની કોમ્યુનિટી વાન

gujaratex@gmail.com July 12, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.