Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ઈરાને સઉદી, UAE અને જોર્ડનના 8 મહત્ત્વના પુલોની ‘હિટ લિસ્ટ’ જાહેર, કહ્યું- “હવે કોઈ બચશે નહીં”

ઈરાને સઉદી, UAE અને જોર્ડનના 8 મહત્ત્વના પુલોની ‘હિટ લિસ્ટ’ જાહેર, કહ્યું- “હવે કોઈ બચશે નહીં”

gujaratex@gmail.com April 3, 2026
BABA (83)

તેહરાન : અમેરિકાએ ઈરાનના સૌથી ઊંચા અને મહત્ત્વના B1 પુલ પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલાના જવાબમાં ઈરાને ખાડીના દેશો અને જોર્ડનમાં આવેલા 8 મોટા પુલોની યાદી જાહેર કરી છે અને કહ્યું છે કે હવે આમાંથી કોઈ પણ પુલ બચશે નહીં. ઈરાનની અર્ધ-સરકારી મીડિયા એજન્સી FARSએ આ ‘હિટ લિસ્ટ’ જાહેર કરી છે.

આ યાદીમાં નીચેના મુખ્ય પુલોના નામ સામેલ છ

જબાર-અલ-અહમદ સી બ્રિજ – કુવૈત
શેખ ઝાયેદ બ્રિજ – UAE
અલ-મક્તા બ્રિજ – UAE
શેખ ખલીફા બ્રિજ – UAE
કિંગ ફહાદ કોઝવે – સઉદી અરેબિયા અને બહેરીનને જોડતો પુલ
કિંગ હુસૈન બ્રિજ – જોર્ડન
દામિયા બ્રિજ – જોર્ડન
અબ્દુન બ્રિજ – જોર્ડન

Join Our WhatsApp Group

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે B1 પુલ પરના હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં પુલમાં આગ લાગી હોવાનું અને ઘનઘોર ધુમાડો નીકળતો જોવા મળે છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાને પોતાનું વલણ ન બદલ્યું તો તેને ભારે નુકસાન થઈ શકે છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે સામાન્ય નાગરિકો સાથે જોડાયેલી ઇમારતો અને પુલો પરના હુમલાઓ ઈરાનીઓને ક્યારેય ઘૂંટણીયે નહીં લાવી શકે.

B1 પુલ વિશે

આ પુલ મધ્ય પૂર્વનો સૌથી ઊંચો પુલ માનવામાં આવે છે (લગભગ 136 મીટર ઊંચો).
તે તેહરાનને ઉત્તરી વિસ્તારો સાથે જોડે છે.
પુલની લંબાઈ આશરે 1050 મીટર છે અને તેના પર આ વર્ષે જ ટ્રાફિક શરૂ થયો હતો.
આ પ્રોજેક્ટની કુલ કિંમત આશરે 400 મિલિયન ડોલર (લગભગ 3,800 કરોડ રૂપિયા) હતી.

આ હુમલાને અમેરિકાએ કર્યો હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું હતું કે તેમને આ હુમલાની જાણ નહોતી.આ ઘટનાથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધવાની આશંકા છે, કારણ કે ઈરાને જાહેર કર્યું છે કે તે પોતાના દેશના પુલ પરના હુમલાનો જવાબ આપવા માટે ખાડીના દેશોના મહત્ત્વના પુલોને નિશાન બનાવી શકે છે.

આ પણ વાંચો –‘મોદીના ડરથી બોલતા નથી?’- રાઘવ ચઢ્ઢા પર આમ આદમી પાર્ટીનો આકરો હુમલો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ‘મોદીના ડરથી બોલતા નથી?’- રાઘવ ચઢ્ઢા પર આમ આદમી પાર્ટીનો આકરો હુમલો
Next: ઈરાને અજય ગણાતા અમેરિકન F-35 ફાઈટર જેટને તોડી પાડ્યું

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.