Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ટ્રમ્પને ઈરાન તરફથી મોટો ઝટકો: પાકિસ્તાનમાં અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરવાનો ઈન્કાર

ટ્રમ્પને ઈરાન તરફથી મોટો ઝટકો: પાકિસ્તાનમાં અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરવાનો ઈન્કાર

gujaratex@gmail.com April 4, 2026
BABA (89)

વોશિંગ્ટન: સીઝફાયર અને વાતચીત માટે સતત દબાણ લાવી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ઈરાને પાકિસ્તાનમાં અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ઈરાને પાકિસ્તાની મધ્યસ્થીઓને આગામી કેટલાક દિવસોમાં ઈસ્લામાબાદમાં અમેરિકી અધિકારીઓ સાથે વાતચીત માટે અધિકારીઓ ન મોકલવાનું જણાવી દીધું છે. ઈરાને અમેરિકાની માંગણીઓને અસ્વીકાર્ય ગણાવી છે, જેથી સીઝફાયર માટે ચાલી રહેલી તમામ કૂટનીતિક પ્રયાસો નિષ્ફળતાની કગાર પર પહોંચી ગયા છે.

તુર્કી અને મિસ્રની નવી તલાશ

Join Our WhatsApp Group

આ બ્રેકડાઉન પછી કૂટનીતિક પ્રયાસો અટકી ગયા છે. હવે તુર્કી અને મિસ્ર ઈસ્લામાબાદથી આગળ વિકલ્પો શોધી રહ્યા છે. કતાર અને ઈસ્તાંબુલ હાલમાં મુખ્ય વિકલ્પ તરીકે સામે આવ્યા છે. જો કે, કતારે અમેરિકા અને અન્ય મધ્ય પૂર્વી દેશોના દબાણ છતાં મુખ્ય મધ્યસ્થીની ભૂમિકા નિભાવવાનો ઈન્કાર કરી દીધો છે, જેથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે.

ટ્રમ્પનો દાવો અને ઈરાનનો જવાબ

ટ્રમ્પે બુધવારે સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરીને સીઝફાયરની ચર્ચા કરી હતી. તેમણે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “ઈરાનના નવા રાષ્ટ્રપતિ, જે પહેલાના કરતાં ઓછા કટ્ટર અને વધુ સમજદાર છે, તેમણે અમેરિકા પાસે સીઝફાયરની માંગ કરી છે. અમે ત્યારે વિચારીશું જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું, મુક્ત અને સ્વચ્છ થશે. ત્યાં સુધી અમે ઈરાનને તબાહ કરી રહ્યા છીએ.”

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્રમ્પના આ દાવાને સાવ ખોટો અને પાયાવિહોણા ગણાવ્યા છે.

પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ?

ફેબ્રુઆરી 2026ના અંતમાં અમેરિકા-ઇઝરાયેલના હુમલા બાદ શરૂ થયેલા આ સંઘર્ષમાં પાકિસ્તાને મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હતી. પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરે બંને પક્ષો વચ્ચે સંદેશવ્યવહાર જાળવી રાખ્યો હતો. પાકિસ્તાને અમેરિકાની 15-પોઈન્ટ યોજના પણ ઈરાન સુધી પહોંચાડી હતી.

જો કે, ઈરાને છેલ્લે પાકિસ્તાનમાં પ્રસ્તાવિત સીધી વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે, જેથી પાકિસ્તાનના પ્રયાસો અટકી ગયા છે. તુર્કી અને મિસ્ર હજુ પણ વાતચીતને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં યુદ્ધ ચાલુ જ છે. અમેરિકા અને ઇઝરાયેલ ઈરાન પર હુમલા કરી રહ્યા છે, જ્યારે ઈરાન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી વૈશ્વિક તેલની કિંમતોમાં વધારો થયો છે અને આર્થિક અસર પણ વધી રહી છે.

આ પણ વાંચો – ઈરાને અજય ગણાતા અમેરિકન F-35 ફાઈટર જેટને તોડી પાડ્યું

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: પાટણ જિલ્લાની પ્રજા સરકારી ભ્રષ્ટાચારથી ત્રાહિમામ, અનેકવિધ સમસ્યાઓથી પીડિત જનતા – AAP જિલ્લા પ્રભારીના ગંભીર આક્ષેપ
Next: દાંતામાં અનાજ માફિયાઓએ છીનવ્યું ગરીબોનું કોળીયું, સિદ્ધપુરનો અનાજ માફિયા બનશે રાજનેતા

Related News

1

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-05-30T131811.608

ખાખીમાં ધબકતું માનવતાનું હૃદય: જામીનમુક્ત નિરાધાર મહિલા અને નવજાત શિશુને ગુજરાત પોલીસે છેક મધ્યપ્રદેશ પહોંચાડ્યા

gujaratex@gmail.com May 30, 2026
BABA (98)

ખેતરમાં તારની વાડ બનાવવા હવે મળશે વધુ સહાય: પ્રતિ મીટરનો દર રૂ. 200થી વધારી રૂ. 300 કરાયો

gujaratex@gmail.com May 27, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.