Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • NFHS-6ના આંકડાઓ મુજબ ગુજરાતમાં મહિલાઓના શિક્ષણ, માલિકી અને ડિજિટલ પહોંચમાં પડકારો યથાવત

NFHS-6ના આંકડાઓ મુજબ ગુજરાતમાં મહિલાઓના શિક્ષણ, માલિકી અને ડિજિટલ પહોંચમાં પડકારો યથાવત

gujaratex@gmail.com June 25, 2026
BABA (11)
  • કોંગ્રેસે સર્વેના આંકડાઓનો હવાલો આપી મહિલાઓની સ્થિતિ અંગે સરકારનું ધ્યાન દોર્યું

અમદાવાદ: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6 (NFHS-6)ના તાજેતરના આંકડાઓનો હવાલો આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યમાં મહિલાઓના શિક્ષણ, આર્થિક માલિકી અને ડિજિટલ પહોંચ જેવા મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. પક્ષના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે સર્વેના આંકડાઓ રાજ્યમાં મહિલાઓની વાસ્તવિક સ્થિતિને સમજવા માટે મહત્વપૂર્ણ સંકેતો આપે છે અને મહિલા સશક્તિકરણને લગતી નીતિઓની અસરકારકતા અંગે ચર્ચા જરૂરી બનાવે છે.

કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં 6 વર્ષ કે તેથી વધુ વયની 76.3 ટકા મહિલાઓ જ ક્યારેય શાળાએ ગઈ છે, જ્યારે આશરે ચોથા ભાગની મહિલાઓ ક્યારેય શાળાએ ગઈ નથી. આ ઉપરાંત રાજ્યમાં માત્ર 38.6 ટકા મહિલાઓ જ 10 વર્ષ કે તેથી વધુનો અભ્યાસ પૂર્ણ કરી શકી છે.

શિક્ષણના મામલે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે નોંધપાત્ર તફાવત પણ સામે આવ્યો છે. આંકડાઓ મુજબ, શહેરી વિસ્તારોમાં 51.9 ટકા મહિલાઓએ 10 વર્ષ કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રમાણ 28.8 ટકા છે. કોંગ્રેસનું કહેવું છે કે આ તફાવત રાજ્યમાં મહિલાઓ માટે શિક્ષણની સમાન તક ઉપલબ્ધ કરાવવાના પડકારોને દર્શાવે છે.

Join Our WhatsApp Group

મહિલાઓના આર્થિક સશક્તિકરણને લઈને પણ પક્ષે કેટલાક આંકડા રજૂ કર્યા છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં માત્ર 16 ટકા મહિલાઓ જ ઘર કે જમીનની માલિકી ધરાવે છે. પક્ષનું કહેવું છે કે સંપત્તિમાં માલિકી મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને નિર્ણયક્ષમતાના મહત્વના માપદંડોમાંથી એક છે, તેથી આ આંકડો મહિલાઓની આર્થિક ભાગીદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

ડિજિટલ પહોંચના મુદ્દે રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, સમગ્ર ગુજરાતમાં 58.8 ટકા મહિલાઓ પાસે પોતાનો મોબાઇલ ફોન છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રમાણ 46.2 ટકા છે. આ ઉપરાંત રાજ્યમાં 65.7 ટકા મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેમાં ગ્રામ્ય મહિલાઓમાં આ પ્રમાણ 54.3 ટકા હોવાનું જણાવાયું છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં શિક્ષણ, સરકારી સેવાઓ અને રોજગારીની તકો સુધી પહોંચ માટે મોબાઇલ અને ઇન્ટરનેટ મહત્વપૂર્ણ સાધન બની ગયા છે, ત્યારે મહિલાઓના એક મોટા વર્ગ સુધી આ સુવિધાઓ મર્યાદિત હોવી ચિંતાજનક બાબત છે.

પક્ષનું કહેવું છે કે મહિલાઓના સશક્તિકરણ અંગેના દાવાઓને વાસ્તવિક અર્થ આપવા માટે શિક્ષણ, સંપત્તિમાં હક અને ડિજિટલ ઍક્સેસ જેવા મૂળભૂત ક્ષેત્રોમાં વધુ નક્કર કામગીરીની જરૂર છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે શિક્ષણની પહોંચ, મોબાઇલ અને ઇન્ટરનેટ જેવી ડિજિટલ સુવિધાઓની ઉપલબ્ધતા તેમજ આર્થિક માલિકીના પ્રશ્નો પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત કોંગ્રેસે વ્યક્ત કરી છે.

કોંગ્રેસે રાજ્ય સરકારને મહિલાઓના શિક્ષણ, આર્થિક માલિકી અને ડિજિટલ સમાનતા જેવા મુદ્દાઓ પર પાયાના સ્તરે અસરકારક પગલાં લેવા અપીલ કરી છે. પક્ષના મતે, મહિલાઓના સશક્તિકરણનો મુદ્દો માત્ર યોજનાઓ અને જાહેરાતો પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ તે શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા અને ટેક્નોલોજી સુધી સમાન પહોંચમાં પણ દેખાવવો જોઈએ.

આ પણ વાંચો – બાળ મજૂરી, માનવ તસ્કરી અને ભિક્ષાવૃત્તિ સામે મોટું અભિયાન: 2024થી અત્યાર સુધીમાં 276 બાળકોનો બચાવ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: બાળ મજૂરી, માનવ તસ્કરી અને ભિક્ષાવૃત્તિ સામે મોટું અભિયાન: 2024થી અત્યાર સુધીમાં 276 બાળકોનો બચાવ
Next: ક્રાઇમ બ્રાંચે કુખ્યાત ડ્રગ્સ માફિયા આમિર ખાન પઠાણને કસ્ટડીમાં લઈને કેમ છોડી દીધો?

Related News

BABA - 2026-08-24T122409.862

વાડ જ ચીભડાં ગળી ગઈ! કામ રાખનાર કોન્ટ્રાક્ટરે જ વેપારી બનીને પધરાવ્યા નકલી બિલો, પૂર્વઆયોજિત કાવતરામાં પંચાયતની ભૂમિકા કેટલી?

gujaratex@gmail.com August 24, 2026
BABA - 2026-08-22T172129.968

ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો

gujaratex@gmail.com August 22, 2026
BABA - 2026-08-22T114143.061

મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!

gujaratex@gmail.com August 22, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • વાડ જ ચીભડાં ગળી ગઈ! કામ રાખનાર કોન્ટ્રાક્ટરે જ વેપારી બનીને પધરાવ્યા નકલી બિલો, પૂર્વઆયોજિત કાવતરામાં પંચાયતની ભૂમિકા કેટલી?
  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો
  • પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી
  • ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.