Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • વહીવટની ‘વાપસી’: દારૂ-જુગાર રોકવાના મોરચે જૂના ખેલાડીઓની સ્ક્વોડમાં નવી ઇનિંગ! મેદાનના ખેલાડીઓ હવે મેચના ‘રેફરી’

વહીવટની ‘વાપસી’: દારૂ-જુગાર રોકવાના મોરચે જૂના ખેલાડીઓની સ્ક્વોડમાં નવી ઇનિંગ! મેદાનના ખેલાડીઓ હવે મેચના ‘રેફરી’

gujaratex@gmail.com May 16, 2026
BABA (56)

અમદાવાદ: રાજ્યમાં દારૂ અને જુગાર વિરુદ્ધની ઝુંબેશને વધુ મજબૂત બનાવવા માટે સરકારનો તાજેતરનો નિર્ણય હવે ચર્ચા અને ભારે વ્યંગ્યનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદ શહેરના બે એવા વહીવટદારો—જેમણે ક્યારેક પોતાની જ હદમાં ચાલતા દારૂ-જુગારના નેટવર્કને કારણે ચર્ચા જગાવી હતી—તેમને જ હવે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટેની ‘પ્રીમિયમ સ્ક્વોડ’માં મૂકવામાં આવ્યા છે.

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ વહીવટદાર રાઠોડ સાહેબની વાત કરીએ તો તેમની કારકિર્દી એકદમ ફિલ્મી લાગી શકે છે. ચર્ચા છે કે તેમના સમયગાળા દરમિયાન ત્યાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની રેડ પડી હતી અને ત્યારબાદ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, ત્યારે શહેરના સીપી (CP)ના નિવાસસ્થાન નજીક જ દારૂના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપો થયા હતા. આ રેડ પછી લગભગ બે વર્ષ સુધી કંટ્રોલ રૂમમાં ‘વનવાસ’ ભોગવ્યા બાદ, તેઓ ફરી મણિનગર અને અન્ય જિલ્લાઓમાં ફરતા ફરતા હવે ફરી ‘મુખ્ય મંચ’ પર આવી ગયા છે.

બીજી તરફ, સરદારનગર અને શાહીબાગ જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં વહીવટ સંભાળનારા ચંપાવત સાહેબ પણ હવે આ જ પ્રીમિયમ સ્ક્વોડનો હિસ્સો બન્યા છે. જે વિસ્તારોમાં દારૂ-જુગારના કેસો હંમેશાં હેડલાઇન્સમાં રહેતા હતા, ત્યાં લાંબો સમય વહીવટ સંભાળ્યા બાદ હવે તેઓ રાજ્ય સ્તરે આ પ્રવૃત્તિઓને નાથવાની મહત્વની જવાબદારી નિભાવશે.

Join Our WhatsApp Group

આ વિવાદાસ્પદ નિમણૂકોને લઈને પોલીસ વર્તુળોમાં અત્યારે એક જ વાત ગૂંજી રહી છે— “મેદાનના રમતવીરો હવે રેફરી બનશે.” પોલીસ બેડામાં આ નવીનતમ પોસ્ટિંગને લઈને ટિપ્પણીઓનો વરસાદ થઈ રહ્યો છે. કોઈ તેને ‘અનુભવનો સદુપયોગ’ કહીને હસી રહ્યું છે, તો કોઈ વળી તેને ‘સિસ્ટમનો મોટો સટાયર’ (વ્યંગ્ય) ગણાવી રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુનાખોરી વારસામાં મળી! GLS કોલેજ બહાર હુમલો કરનાર બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય હવે રાજકોટમાં હથિયાર સાથે પકડાયો
Next: નરોડા પોલીસની સરાહનીય કામગીરી: અપહરણ થયેલી બે સગીરાઓને કચ્છ અને ખેડાથી હેમખેમ છોડાવી

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.