Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ગુનાખોરી વારસામાં મળી! GLS કોલેજ બહાર હુમલો કરનાર બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય હવે રાજકોટમાં હથિયાર સાથે પકડાયો

ગુનાખોરી વારસામાં મળી! GLS કોલેજ બહાર હુમલો કરનાર બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય હવે રાજકોટમાં હથિયાર સાથે પકડાયો

gujaratex@gmail.com May 16, 2026
BABA (55)
  • અમદાવાદ-ગાંધીનગરમાં આતંક મચાવનાર આદિત્ય રાઠોડની રાજકોટ SOGએ કરી શાન ઠેકાણે: ₹83 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: સોશિયલ મીડિયા પર રોફ જમાવવા અને હથિયારો સાથે રીલ્સ બનાવવાનો ક્રેઝ વધુ એક ગુનાહિત માનસિકતા ધરાવતા યુવકને જેલના સળિયા પાછળ લઈ ગયો છે. અમદાવાદના કુખ્યાત અને લિસ્ટેડ બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડની રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટના ન્યારી ડેમ રોડ પર આદિત્ય રાઠોડ તેના મિત્ર ધ્રુમિલ ઠાકોર અને એક સગીર સાથે લક્ઝરી ફોર્ડ મસ્ટંગ (Mustang GT) કારમાં રિવોલ્વર લહેરાવીને સોશિયલ મીડિયા માટે વીડિયો શૂટ કરી રહ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ગેરકાયદેસર હથિયાર અને લક્ઝરી કાર સહિત કુલ ₹83.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ હથિયાર સાથે રહેલા સગીરના કોઈ સંબંધીનું છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગુનાખોરીનો કૌટુંબિક ઇતિહાસ અને અગાઉના ગુના

Join Our WhatsApp Group

પકડાયેલ આરોપી આદિત્ય રાઠોડનો આખો પરિવાર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. તેના દાદા કિશોરસિંહ રાઠોડ અમદાવાદના જાણીતા બુટલેગર છે, જ્યારે તેના પિતા દિલીપસિંહ પણ દારૂના કાળા કારોબારમાં સામેલ છે. આદિત્ય પણ અવારનવાર હથિયારો અને મોંઘી ગાડીઓ સાથે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને યુવાધન પર ખોટી ધાક જમાવવાનો પ્રયાસ કરતો હતો. તેની સામે અમદાવાદમાં 3 અને ગાંધીનગરમાં 1 મળીને કુલ 4 ગંભીર ગુનાઓ અગાઉથી જ નોંધાયેલા છે. નવ મહિના પહેલા તેણે શાહીબાગ વિસ્તારમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી એક નિર્દોષ એક્ટિવા ચાલકને કચડી નાખ્યો હતો, જેમાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

GLS કોલેજ કાંડ અને પોલીસની ઢીલી નીતિ પર સવાલો

તાજેતરમાં જ 9 માર્ચના રોજ અમદાવાદની પ્રખ્યાત GLS કોલેજ બહાર ઉભેલા વિદ્યાર્થીઓ પર આદિત્યએ હથિયાર વડે જાનલેવા હુમલો કર્યો હતો અને ત્યાં પાર્ક કરેલી થાર ગાડીમાં તોડફોડ કરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ તે બે મહિના સુધી ફરાર હતો. આખરે લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) તેને ગાંધીનગરની PDPU કોલેજ નજીકથી દબોચી લીધો હતો.

સામાન્ય રીતે ગુજરાત પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માટે ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રકશન (ગુનાનું પુનરાવર્તન) કરાવતી હોય છે, જેમાં આરોપીઓ લંગડાતા ચાલતા જોવા મળે છે. પરંતુ 12 મેના રોજ જ્યારે નવરંગપુરા પોલીસ આદિત્યને GLS કોલેજ ખાતે રિકન્સ્ટ્રકશન માટે લાવી, ત્યારે પોલીસની કોઈ ધાક જોવા મળી નહોતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આદિત્ય કોઈ પણ પ્રકારના ડર વગર બિન્દાસ્ત અને સીધા પગે ચાલતો જોવા મળ્યો હતો, જેણે પોલીસની કડક છાપ સામે સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ તેની વધુ કાયદેસરની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો – PM મોદીની UAE યાત્રા : તેલ-ગેસના ભંડારથી લઈને ₹૪૧,૫૦૦ કરોડના તોતિંગ રોકાણ અને સંરક્ષણ સુધીના ઐતિહાસિક કરારો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: PM મોદીની UAE યાત્રા : તેલ-ગેસના ભંડારથી લઈને ₹૪૧,૫૦૦ કરોડના તોતિંગ રોકાણ અને સંરક્ષણ સુધીના ઐતિહાસિક કરારો
Next: વહીવટની ‘વાપસી’: દારૂ-જુગાર રોકવાના મોરચે જૂના ખેલાડીઓની સ્ક્વોડમાં નવી ઇનિંગ! મેદાનના ખેલાડીઓ હવે મેચના ‘રેફરી’

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.